________________
૪. ભાવથી એટલે ક્રોધ, અભિમાન, છળકપટ, લોભ, ભય, હાસ્ય-ઠઠ્ઠામશ્કરી, રાગ, દ્વેષ, કજીયોરંટો, આળ ચડાવવું, બીજાના દોષોને પ્રગટ કરવા - ચાડી ખાવી, બીજાની નિંદા કરવી, મનને રાગ, મનનો ઉદ્વેગ, કપટવૃત્તિ સહિત જુઠું બોલવું અને મિથ્યાત્વના ભાવોમાં એટલે ઉપર્યુક્ત એવી કોઈ પણ વૃત્તિમાં કે વૃત્તિઓમાં ભગવાનને બંધાવાપણું છે નહીં અર્થાત્ ઉપર જણાવેલા ચારે પ્રકારના પ્રતિબંધોમાંનો કોઈ એક પણ પ્રતિબંધ ભગવાનને બાંધી શકે એમ નથી.
૧૧૯. તે ભગવાન ચોમાસાનો સમય છોડી દઈને બાકીના ઉનાળાના અને શિયાળાના આઠ માસ સુધી વિહરતા રહે છે. ગામડામાં એક જ રાત રહે છે અને નગરમાં પાંચ રાતથી વધુ રોકાતા નથી, વાંસલાના અને ચંદનના સ્પર્શમાં સમાન સંકલ્પવાળા ભગવાન ખડ કે મણિ તથા ઢેકું કે સોનું એ બધામાં સમાનવૃત્તિવાળા તથા દુઃખ-સુખને એક ભાવે સહન કરનારા, આ લોક કે પરલોકમાં પ્રતિબંધ વગરના, જીવન કે મરણની આકાંક્ષા વિનાના સંસારનો પાર પામનારા અને કર્મના સંગનો નાશ કરવા સારુ ઉદ્યમવંત બનેલા - તત્પર થયેલા એ રીતે વિહાર કરે છે.
૧૨૦. એમ વિહરતાં વિહરતાં ભગવાનનો અનોપમ ઉત્તમ જ્ઞાન, અનોપમ દર્શન, અનોપમ સંજમ, અનોપમ એટલે નિર્દોષ વસતિ, અનોપમ વિહાર, અનોપમ વીર્ય, અનોપમ સરળતા, અનોપમ કોમળતા - નમ્રતા, અનોપમ અપરિગ્રહભાવ, અનોપમ ક્ષમા, અનોપમ અલોભ, અનોપમ ગુપ્તિ, અનોપમ પ્રસન્નતા વગેરે ગુણો વડે અને અનોપમ સત્ય સંજમ તપ વગેરે જે જે ગુણોના ઠીક ઠીક આચરણને લીધે નિર્વાણનો માર્ગ એટલે સમ્ય દર્શન, સમ્ય જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ રત્નત્રય વિશેષ પુષ્ટ બને છે અર્થાત મુક્તિફળનો લાભ તદન પાસે આવતો જાય છે, તે તે તમામ ગુણો દ્વારા આત્માને ભાવિત કરતા ભગવાન રહે છે અને એ રીતે વિહરતાં તેમનાં બાર વરસ વીતી જાય છે. અને તેમા વરસનો વચગાળાનો ભાગ એટલે ભર ઉનાળાનો બીજો મહિનો અને તેનો ચોથો પક્ષ ચાલે છે, તે ચોથો પક્ષ એટલે વૈશાખ માસના શુક્લ પક્ષ, તે વૈશાખ માસના શુક્લ પક્ષની દશમીને દિવસે જ્યારે છાયા પૂર્વ તરફ ઢળતી હતી, પાછલી પોરષી બરાબર પૂરી થઈ હતી, સુવ્રત નામનો દિવસ હતો, વિજય નામનું મુહૂર્ત હતું ત્યારે ભગવાન ભિક-જંભિયા-ગ્રામ નગરની બહાર ઋજુવાલિકા નદીને કાંઠે એક ખંડેર જેવા જૂના ચૈત્યની બહુ દૂર નહીં તેમ બહુ પાસે નહીં એ રીતે શ્યામાક નામના ગૃહપતિના ખેતરમાં શાળાના વૃક્ષની નીચે ગોદોહાસને ઊભડક બેસીને ધ્યાનમાં રહેલા હતા. ત્યાં એ રીતે ધ્યાનમાં રહેતા અને આતાપના દ્વારા તપ કરતા ભગવાને છ ટંક ભોજન અને પાણી નહીં લેવાનો છઠનો તપ કરેલો હતો, હવે બરાબર જે વખતે ઉત્તરાફાલ્યુની નક્ષત્રનો યોગ થયેલો હતો તે વખતે એ રીતે ધ્યાનમાં મગ્ન રહેતા ભગવાન મહાવીરને અંતવગરનું, ઉત્તમોઉત્તમ, વ્યાઘાત વગરનું, આવરણ વિનાનું, સમગ્ર અને સર્વ પ્રકારે પરિપૂર્ણ એવું કેવળવર જ્ઞાન અને કેવળવર દર્શન પ્રગટ્યું.
૧૨૧. ત્યાર પછી તે ભગવાન અહિત થયા, જિન કેવળી સર્વજ્ઞ અને સર્વદર્શી થયા, હવે ભગવાન દેવ માનવ અને અસુર સહિત લોકનાં – જગતનાં તમામ પર્યાય જાણે છે, જુએ છે – આખા લોકમાં તમામ જીવોનાં આગમન-ગમન સ્થિતિ, ચ્યવન-ઉપપાત, તેમનું મન, માનસિક સંકલ્પો, ખાનપાન, તેમની સારી નરસી તમામ પ્રવૃત્તિઓ, તેમના ભોગવિલાસો, તેમની જે જે પ્રવૃત્તિઓ ખુલ્લી છે તે અને જે જે પ્રવૃત્તિઓ છાની છે તે તમામ પ્રવૃત્તિઓને ભગવાન જાણે છે, જુએ છે. હવે ભગવાન
૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org