Book Title: Pavitra Kalpasutra
Author(s): Bechardas Doshi
Publisher: Jashwantbhai N Shah Ahmedabad

View full book text
Previous | Next

Page 65
________________ ૧૩૩. તે કાળે તે સમયે ભગવાન મહાવીરને ઇન્દ્રભૂતિ વગેરે ચૌદ હજાર (૧૪000) શ્રમણોની ઉત્કૃષ્ટી શ્રમણ સંપદા હતી. ૧૩૪. ભગવાન મહાવીરને આર્ય ચંદના વગેરે છત્રીસ હજાર (૩૬000) આર્થિકાઓની ઉત્કૃષ્ટી આર્થિક સંપદા હતી. ૧૩૫. શ્રમણ ભગવાન મહાવીરને શંખ શતક વગેરે એકલાખ ઓગણસાઠ હજાર શ્રાવકોની ઉત્કૃષ્ટી શ્રમણોપાસક સંપદા હતી. ૧૩૬. શ્રમણ ભગવાન મહાવીરને સુલસા રેવતી વગેરે ત્રણ લાખ અઢાર હજાર શ્રમણોપાસિકાઓની – શ્રાવિકાઓની ઉત્કૃષ્ટી શ્રાવિકા સંપદા હતી. ૧૩૭. શ્રમણ ભગવાન મહાવીરને જિન નહિ છતાં જિનની જેવા સર્વાપર સન્નિપાતી અને જિનની પેઠે સાચું સ્પષ્ટીકરણ કરનારા એવા ત્રણસો ચતુર્દશપૂર્વધરોની - ચૌદપૂર્વીઓની ઉત્કૃષ્ટી સંપદા હતી. ૧૩૮, શ્રમણ ભગવાન મહાવીરને વિશેષ પ્રકારની લબ્ધિવાળા એવા તેરસો અવધિજ્ઞાનીઓની ઉત્કૃષ્ટી સંપદા હતી. ૧૩૯. શ્રમણ ભગવાન મહાવીરને સંપૂર્ણ ઉત્તમ જ્ઞાન ને દર્શનને પામેલા એવા સાતસો કેવળજ્ઞાનીઓની ઉત્કૃષ્ટી સંપદા હતી. ૧૪૦. શ્રમણ ભગવાન મહાવીરને દેવ નહિ છતાં દેવની સમૃદ્ધિને પામેલા એવા સાતસો વૈક્રિયલબ્ધિવાળા શ્રમણોની ઉત્કૃષ્ટી સંપદા હતી. ૧૪૧. શ્રમણ ભગવાન મહાવીરને અઢીદ્વીપમાં અને બે સમુદ્રમાં રહેનારા, મનવાળા, પૂરી પર્યાપ્તિવાળા એવા પંચેન્દ્રિય પ્રાણીઓનાં મનના ભાવોને જાણે એવા પાંચસો વિપુલમતિ જ્ઞાની શ્રમણોની ઉત્કૃષ્ટી સંપદા હતી. ૧૪૨. શ્રમણ ભગવાન મહાવીરને દેવ, મનુષ્ય ને અસુરોવાળી સભાઓમાં વાદ કરતાં પરાજય ન પામે એવા ચારસો વાદીઓની એટલે શાસ્ત્રાર્થ કરનારાઓની ઉત્કૃષ્ટી સંપદા હતી. ૧૪૩. શ્રમણ ભગવાન મહાવીરના સાતસો શિષ્યો સિદ્ધ થયા વાવંત તેમનાં સર્વદુઃખો છેદાઈ ગયાં - નિર્વાણને પામ્યા અને શ્રમણ ભગવાન મહાવીરની ચૌદસો શિષ્યાઓ સિદ્ધ થઈ – નિર્વાણ પામી. ૧૪૪. શ્રમણ ભગવાન મહાવીરને ભવિષ્યની ગતિમાં કલ્યાણ પામનારા, વર્તમાન સ્થિતિમાં કલ્યાણ અનુભવનારા અને ભવિષ્યમાં ભદ્ર પામનારા એવા આઠસો અનુત્તરપપાતિક મુનિઓની ઉત્કૃષ્ટી સંપદા હતી. એટલે કે એમના એવા સાતસો મુનિઓ હતા કે જે અનુત્તર વિમાનમાં જનારા હતા. ૧૪૫. શ્રમણ ભગવાન મહાવીરના સમયમાં મોક્ષે જનારા લોકોની બે પ્રકારની ભૂમિકા હતી. જેમ કે યુગાન્તકૃતભૂમિકા અને પર્યાયાંતકૃતભૂમિકા. યુગાન્તકુતભૂમિકા એટલે જે લોકો અનુક્રમે મુક્તિ પામે એટલે કે ગુરુ મુક્તિ પામે એ પછી એનો શિષ્ય મુક્તિ પામે પછી એનો પ્રશિષ્ય મુક્તિ પામે, એ ૫૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78