Book Title: Pavitra Kalpasutra
Author(s): Bechardas Doshi
Publisher: Jashwantbhai N Shah Ahmedabad

View full book text
Previous | Next

Page 63
________________ અરહા થયા એટલે તેમનાથી કશું રહસ્ય છૂપું રહી શકે એમ નથી એવા થયા, અરહસ્યના ભાગી થયા - તેમની પાસે કરોડો દેવો નિરંતર સેવા માટે રહેવાને લીધે હવે તેઓને રહસ્યમાં -- એકાંતમાં રહેવાનું બનતું નથી એવા થયા, એ રીતે અરહા થયેલા ભગવાન તે તે કાળે માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિઓમાં વર્તતા સમગ્ર લોકના તમામ જીવોના તમામ ભાવોને જાણતા-જોતા-વિહરતા રહે છે. ૧૨૨. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરે અસ્થિક ગ્રામને અવલંબીને પ્રથમ વર્ષાવાસ - ચોમાસું - કર્યું હતું અર્થાત્ ભગવાન પ્રથમ ચોમાસામાં અસ્થિક ગ્રામમાં રહ્યા હતા. ચંપા નગરીમાં અને પૃષ્ઠ ચંપામાં ભગવાને ત્રણ ચોમાસાં કર્યાં હતાં – ભગવાન ચંપામાં અને પૃષ્ઠચંપામાં ચોમાસું રહેવા ત્રણ વાર આવ્યા હતા, વૈશાલી નગરીમાં અને વાણિયા ગામમાં ભગવાન બાર વાર ચોમાસું રહેવા આવ્યા હતા. રાજગૃહનગરમાં અને તેની બહારના નાલંદા પાડામાં ભ ચૌદ વાર ચોમાસું રહેવા આવ્યા હતા, મિથિલા નગરીમાં ભાવાન છ વાર ચોમાસું રહેવા આવ્યા હતા, ભદિયા નગરીમાં બે વાર, આલબિકા નગરીમાં એક વાર, સાવત્થી નગરીમાં એકવાર, પ્રણીતભૂમિમાં એટલે વજભૂમિ નામના અનાર્ય દેશમાં એકવાર ભગવાન ચોમાસું રહેવા આવ્યા હતા અને તદન છેલ્લે ચોમાસું રહેવા ભગવાન મધ્યમા પાવા નગરીમાં હસ્તિપાલ રાજાની મોજણી કામદારોની કચેરીવાળી જગ્યામાં આવ્યા હતા. ૧૨૩. ભગવાન જ્યારે છેલ્લું ચોમાસું રહેવા ત્યાં મધ્યમા પાવા નગરીમાં હસ્તિપાલ રાજાની મોજણી કામદારોની કચેરીવાળી જગ્યામાં આવેલા ત્યારે તે ચોમાસાની વર્ષાઋતુનો ચોથો મહિનો અને સાતમો પક્ષ ચાલતો હતો, સાતમો પક્ષ એટલે કાર્તિક માસનો વ. દિ. પક્ષ, તે કાર્તિક માસના વ. દિ. પખવાડિયાની પંદરમી તિથિ એટલે અમાસ આવી અને ભગવાનની તે છેલ્લી રાત હતી. તે રાતે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા - દુનિયા છોડીને ચાલ્યા ગયા, ફરીવાર જનમ ન લેવો પડે એ રીતે ચાલ્યા ગયા, તેમનાં જન્મ જરા-મરણનાં તમામ બંધનો છેદાઈ ગયાં અર્થાત્ ભગવાન સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા, દુ:ખોના અંતકૃત-નાશ કરનારા - થયા, પરિનિર્વાણ પામ્યા અને તેમનાં તમામ દુઃખો હમણાં થઈ ગયાં – ચાલ્યાં ગયાં. ભગવાન જ્યારે કાળધર્મને પામ્યા ત્યારે ચંદ્ર નામનો બીજો સંવત્સર ચાલતો હતો, પ્રીતિવર્ધન નામે માસ હતો, નંદિવર્ધન નામે પખવાડિયું હતું, અગ્નિવેસ-અશ્મિ - નામે તે દિવસ હતો જેનું બીજું નામ “ઉવસમ' એમ કહેવાય છે અને દેવાણંદા નામે તે રાત્રિ હતી જેનું બીજું નામ “નિરઇ કહેવાય છે, એ રાતે અર્થ નામનો લવ હતો, મુહૂર્ત નામનો પ્રાણ હતો, સિદ્ધ નામનો સ્ટોક હતો, નાગ નામે કરણ હતું, સર્વાર્થસિદ્ધ નામે મુહૂર્ત હતું અને બરાબર સ્વાતિ નક્ષત્રનો યોગ આવેલો હતો. એવે સમયે ભગવાન કાળધર્મને પામ્યા, દુનિયા છોડીને ચાલ્યા ગયા અને યાવત્ તેમનાં તમામ દુઃખો તદન હમણાં થઈ ગયાં – તદન છેદાઈ ગયાં. ૧૨૪. જે રાતે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવત્ તેમનાં તમામ દુઃખો તદન છેદાઈ ગયાં તે રાતે ઘણા દેવો અને દેવીઓ નીચે આવતાં હોવાથી અને ઉપર જતાં હોવાથી ખૂબ ઉદ્યોત ઉદ્યોત પ્રકાશ પ્રકાશ થઈ રહ્યો હતો. ૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78