________________
વાસણમાં પાણી ચોંટતું નથી તેમ તેમનામાં કોઈ મળ ચોંટતો નથી એવા એ નિરૂપલેપ થયા, જેમ શંખની ઉપર કોઈ રંગ ચડતો નથી એમ એમની ઉપર રાગદ્વેષની કશી અસર પડતી નથી એવા એ ભગવાન જીવની પેઠે અપ્રતિહત કોઈ પ્રકારનો પ્રતિબંધ રાખ્યા વિના અખ્ખલિતપણે વિહરવા લાગ્યા, જેમ આકાશ બીજા કોઈ આધારની ઓશિયાળ રાખતું નથી તેમ ભગવાન બીજા કોઈની સહાયતાની ગરજ રાખતા નથી એવા નિરાલંબન થયા, વાયુની પેઠે પ્રતિબંધ વગરના બન્યા એટલે જેમ વાયુ એક જ સ્થળે રહેતો નથી પણ બધે રોકટોક વિના ફર્યા કરે છે તેમ ભગવાન એક જ સ્થળે બંધાઈને ન રહેતાં બધે નિરીહભાવે ફરનારા થયા, શરદઋતુના પાણીની પેઠે એમનું હૃદય નિર્મળ થયું, કમળપત્રની પેઠે નિરૂપલેપ થયા એટલે પાણીમાંથી ઉગેલા કમળના પત્રને જેમ પાણીનો છાંટો ભીંજાડી શકતો નથી તેમ ભગવાનને સંસારભાવ - પ્રપંચભાવ ભીંજાડી શકતો નથી, કાચબાની પેઠે ભગવાન ગુન્હેંદ્રિય થયા, મહાવરાહના મુખ ઉપર જેમ એક જ શિંગડું હોય છે તેમ ભગવાન એકાકી થયા, પક્ષીની પેઠે ભગવાન તદન મોકળા થયા, ભારંડપક્ષીની પેઠે ભગવાન અપ્રમત્ત બન્યા, હાથીની પેઠે ભારે શૂર થયા, બળદની પેઠે પ્રબળ પરાક્રમી થયા, સિંહની પેઠે કોઈથી પણ ગાંજયા ન જાય એવા બન્યા, મેરુની પેઠે અડગ અકંપ સુનિશ્ચળ બન્યા, તથા ભગવાન સાગર જેવા ગંભીર, ચંદ્ર જેવી સૌમ્યતાવાળા, સૂરજ જેવા ઝળહળતા તેજવાળા, ઉત્તમ સોનાની પેઠે ચમકતી દેહકાંતિવાળા અને પૃથ્વીની પેઠે તમામ સ્પર્શોને સહનારા સર્વસહ અને ઘી હોમેલા અગ્નિની પેઠે તેજથી જાજવલ્યમાન થયા.
૧૧૮. નીચેની બે ગાથાઓમાં ભગવાનને જેની જેની ઉપમા આપવામાં આવેલ છે તે તે અર્થવાળા શબ્દોનાં નામ આ પ્રમાણે ગણાવવામાં આવેલ છે.
કાંસાનું વાસણ, શંખ, જીવ, ગગન-આકાશ, વાયુ, શરદઋતુનું પાણી, કમળનું પત્ર, કાચબો, પક્ષી, મહાવરાહ અને ભારંડપક્ષી. ૧
હાથી, બળદ, સિહ, નગરાજ મેરુ, સાગર, ચંદ્ર, સૂરજ, સોનું, પૃથ્વી અને અગ્નિ. ૨
તે ભગવંતને ક્યાંય પ્રતિબંધ નથી એટલે ભગવાનના મનને હવે કોઈ રીતે બંધાવાપણું રહ્યું નથી. એવો તે પ્રતિબંધ-બંધાવાપણું - ચાર પ્રકારે હોય છે : ૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૩. કાળથી અને ૪. ભાવથી.
૧. દ્રવ્યથી એટલે સજીવ, નિર્જીવ તથા મિશ્ર એટલે નિર્જીવસજીવ એવા કોઈ પ્રકારના પદાર્થોમાં હવે ભગવાનને બંધાવાપણું રહ્યું નથી.
- ૨. ક્ષેત્રથી એટલે ગામમાં, નગરમાં, અરણ્યમાં, ખેતરમાં, ખળામાં, ઘરમાં, આંગણામાં કે આકાશમાં એવા કોઈ પણ સ્થાનમાં ભગવાનને બંધાવાપણું રહ્યું નથી.
૩. કાળથી એટલે સમય, આવલિકા, આનપ્રાણ, સ્તોક, ક્ષણ, લવ, મુહૂર્ત, અહોરાત્ર, પખવાડિયું, મહિનો, ઋતુ, અયન, વરસ કે બીજો કોઈ દીર્ધકાળનો સંયોગ, એવા કોઈ પ્રકારના સૂક્ષ્મ કે સ્કૂલ વા નાના-મોટા કાળનું બંધન રહ્યું નથી.
પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org