Book Title: Pavitra Kalpasutra
Author(s): Bechardas Doshi
Publisher: Jashwantbhai N Shah Ahmedabad

View full book text
Previous | Next

Page 58
________________ ૧૧૦. શ્રમણ ભગવાન મહાવીર દક્ષ હતા, એમની પ્રતિજ્ઞા દક્ષ-ડહાપણ ભરેલી હતી, એ પોતે ભારે રૂપાળા હતા, સર્વગુણસંપન્ન હતા, અને ભદ્ર તથા વિનયવાળા હતા, પ્રખ્યાત હતા અથવા જ્ઞાતવંશના હતા, જ્ઞાતવંશના પુત્ર હતા અથવા જ્ઞાતવંશના રાજા સિદ્ધાર્થના પુત્ર હતા, જ્ઞાતવંશના કુળમાં ચંદ્રસમાન હતા, વિદેહ હતા એટલે એમનો દેહ બીજાઓના દેહ કરતાં બાંધામાં વિશેષ પ્રકારના જુદા બાંધાવાળો હતો, વિદેહદિન એટલે વિદેહદિત્રા-ત્રિશલા માતા-ના તનય હતા, વિદેહ એટલે ત્રિશલા માતાના શરીરથી જન્મેલા હતા, વિદેહસૂમાલ હતા એટલે ગૃહસ્થાવાસમાં ભારે સુકોમળ હતા અને ત્રીસ વરસ સુધી ગૃહસ્થાવાસ કરીને પોતાનાં માતાપિતા દેવગત થયાં ત્યાર પછી પોતાના વડીલ મોટા પુરુષોની અનુજ્ઞા મેળવીને પોતાની પ્રતિજ્ઞા પૂરી થતાં છતાં ફરી પણ લોકાંતિક જીતકલ્પી દેવોએ તે પ્રકારની ઇષ્ટ, મનોહર, સાંભળવી પ્રિય લાગે એવી, મનને ગમતી, મનને ખુશ કરનારી, ઉદાર, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્યરૂપ, મંગળરૂપ, પરિમિત, મધુર અને શોભાવાળી તથા હૃદયંગમ, હૃદયને આહલાદ ઉપજાવનારી, ગંભીર અને પુનરુક્તિ વગરની વાણી વડે ભગવાનને નિરંતર અભિનંદન આપ્યા અને તેમની-ભગવાનનીખુબ સ્તુતિ કરી, એ રીતે અભિનંદન આપતા તથા તેમની ખૂબ સ્તુતિ કરતા તે દેવો આ પ્રમાણે બોલ્યા : હે નંદ ! તારો જય થાઓ જય થાઓ, હે ભદ્ર ! તારો જય થાઓ જય થાઓ, તારું ભદ્ર થાઓ, હે ઉત્તમોત્તમ ક્ષત્રિય - હે ક્ષતિયનરપુંગવ ! તારો જય થાઓ જય થાઓ, હે ભગવંત લોકનાથ ! તું બોધ પામ, આખા જગતમાં તમામ જીવોને હિત સુખ અને નિઃશ્રેયસ કરનારું તું ધર્મતીર્થ-ધર્મચક્ર પ્રવર્તાવ, એ ધર્મચક્ર આખા જગતમાં તમામ જીવોને હિત સુખ અને નિઃશ્રેયસ કરનારું થશે એમ કહીને તે દેવો “જય જય' એવો નાદ કરે છે. ૧૧૧. શ્રમણ ભગવાન મહાવીરને પહેલાં પણ એટલે માનવી ગૃહસ્થ ધર્મમાં આવતાં - વિવાહિત જીવનથી - પહેલાં પણ ઉત્તમ, આભોગિક, નાશ ન પામે એવું જ્ઞાનદર્શન હતું, તેથી શ્રમણ ભગવાન મહાવીર તે પોતાનાં ઉત્તમ આભોગિક જ્ઞાનદર્શન દ્વારા પોતાનો નિષ્ક્રમણકાળ એટલે પ્રવ્રયાસમય આવી પહોંચ્યો છે એમ જુએ છે, એ રીતે જોયા જાણ્યા પછી હિરણ્યને તજી દઈને, સુવર્ણને તજી દઈને, ધનને તજી દઈને, રાજ્યને તજી દઈને, રાષ્ટ્રને તજી દઈને, એ જ પ્રમાણે સેનાને, વાહનોને, ધનભંડારને, કોઠારને તજી દઈને, પુરને તજી દઈને, અન્તઃપુરને તજી દઈને, જનપદને તજી દઈને, બહોળાં ધન કનક રતન મણિ મોતી શંખ રાજપટ્ટ કે રાજાવત પરવાળાં માણેક વગેરે સત્ત્વવાળું સારવાળું એ તમામ દ્રવ્ય વિશેષ પ્રકારે તજી દઈને, પોતે નિમેલા દેનારાઓ દ્વારા એ તમામ ધનને ખુલ્લું કરીને તે તમામને દાનરૂપે દેવોનો વિચાર કરીને અને પોતાના ગોત્રના લોકોમાં એ તમામ ધન ધાન્ય હિરણ્ય રતન વગેરેને વહેંચી આપીને હેમંત ઋતુનો જે તે પહેલો માસ અને પહેલો પક્ષ એટલે માગશરનો વ.દિ. પક્ષ આવતાં તથા તે માગશર મહિનાની વ.દિ. દશમનો દિવસ આવતાં જયારે છાયા પૂર્વદિશા તરફ ઢળતી હતી અને બરાબર પ્રમાણ પ્રમાણે ન ઓછી કે ન વધુ એવી પૌરુષી થવા આવી હતી તે સમયે સુવ્રતનામને દિવસે વિજય નામના મુહૂર્ત ભગવાન ચંદ્રપ્રભા નામની પાલખીમાં બેઠા અને તેમની પાછળ પાછળ દેવો માનવો અને અસુરોનાં મોટાં ટોળાં મારગમાં ચાલતાં હતાં તથા આગળ કેટલાક શંખ વગાડનારા હતા, કેટલાક ચક્રધારી હતા, કેટલાક હળધારી હતા એટલે ગળામાં સોનાનું હળ લટકતું રાખનારા ખાસ પ્રકારના ભાટ લોકો હતા, કેટલાક મુખમંગળિયા-મુખે મીઠું બોલનારા - હતા, વર્ધમાનકો એટલે પોતાના ખભા ૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78