________________
બંધ કરવામાં આવ્યું છે. કોઈ પણ જગ્યાએ જપ્તી કરનારા રાજપુરુષોનો પ્રવેશ અટકાવી દેવામાં આવ્યો છે. રાજા તમામ લોકોનું દેવું ચૂકવી આપે છે, તેથી કોઈને દેવું કરવાની જરૂર ન રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. એ ઉત્સવમાં અનેક અપરિમિત પદાર્થો ભેગા કરવામાં આવ્યા છે. એવો એ ઉત્કૃષ્ટ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. તથા એ ઉત્સવ દરમિયાન કોઈનો થોડો કે વધુ દંડ કરવામાં આવતો નથી. અને જ્યાં ત્યાં ઉત્તમ ગણિકાઓ અને નાટકીયાઓનો નાચ ચાલુ કરવામાં આવ્યો છે તથા જ્યાં ત્યાં અનેક તમાસા ગોઠવવામાં આવ્યા છે અને મૃદંગોને નિરંતર વગાડવામાં આવે છે. એ ઉત્સવ દરમિયાન માળાઓને તાજી-કરમાયા વિનાની રાખવામાં આવી છે. અને નગરના તેમજ દેશના તમામ માણસોને પ્રમુદિત કરવામાં આવ્યા છે અને તેઓ દશે દિવસ રમતગમતમાં ગુલતાન રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
૧૦૦. ત્યારપછી તે સિદ્ધાર્થ રાજા દશ દિવસનો એ ઉત્સવ ચાલતો હતો તે દરમિયાન સેંકડો, હજારો અને લાખો યાગોને – દેવપૂજાઓને, દાયોને – દાનોને અને ભાગોને દેતો અને દેવરાવતો તથા સેંકડો, હજારો અને લાખો લંભોને - વધામણાંને સ્વીકારતો સ્વીકારતો એ પ્રમાણે રહે છે.
૧૦૧. ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીરનાં માતાપિતા પહેલે દિવસે કુલપરંપરા પ્રમાણે પુત્રજન્મ નિમિત્તે કરવામાં આવતું અનુષ્ઠાન કરે છે, ત્રીજે દિવસે ચંદ્ર અને સૂર્યના દર્શનનો ખાસ ઉત્સવ કરે છે, છન્ને દિવસે જાગરણનો ઉત્સવ એટલે રાતિજગો કરે છે, અગિયારમો દિવસ વીતી ગયા પછી અને સુવાવડનાં તમામ કાર્યો પૂરાં થયા પછી જ્યારે બારમો દિવસ આવી પહોંચે છે ત્યારે ઘણા બહોળા પ્રમાણમાં ભોજન, પીણાં, વિવિધ ખાવાની અને વિવિધ સ્વાદ કરવાની ચીજો તૈયાર કરાવે છે, ભોજન વગેરેને તૈયાર કરાવીને પોતાના મિત્રો, જ્ઞાતિજનો, પોતાનાં સ્વજનો અને પોતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારોને તથા જ્ઞાતવંશના ક્ષત્રિયોને આમંત્રણો આપે છે - પુત્રજન્મસમારંભમાં આવવાનાં નોંતરાં મોકલે છે. એમ આમંત્રણો આપીને એ બધા આવી ગયા પછી એ સૌ ન્હાયા, એ બધાએ બલિકર્મ કર્યા, ટીલાટપકાં અને દોષને નિવારનારાં મંગળરૂપ પ્રાયશ્ચિતો ક્ય. ચોખ્ખાં અને ઉત્સવમાં જવા યોગ્ય મંગળમય વસ્ત્રોને ઉત્તમ રીતે પહેર્યા અને ભોજનનો સમય થતાં ભોજનમંડપમાં તેઓ બધા આવી પહોંચ્યા, ભોજન-મંડપમાં આવ્યા પછી તેઓ બધા ઉત્તમ સુખાસનમાં બેઠા અને પછી તે પોતાનાં મિત્રો જ્ઞાતિજનો પોતાનાં સ્વજનો અને પોતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારો સાથે તથા જ્ઞાતવંશના ક્ષત્રિયો સાથે તે બહોળા ભોજન, પીણાં, વિવિધ ખાવાની અને વિવિધ સ્વાદ કરવાની વાનીઓનો આસ્વાદ લેતાં, વધારે સ્વાદ લેતાં, જમતાં અને એકબીજાને આપતાં રહે છે અર્થાત્ ભગવાનનાં માતાપિતા પોતાના પુત્રજન્મનો ઉત્સવ કરતાં આ પ્રકારનો ભોજન સમારંભ કરતાં રહે છે.
૧૦૨. જમી ભોજન કરી પરવાર્યા પછી ભગવાનાં માતાપિતા તેઓ બધા સાથે બેઠકની જગ્યામાં આવે છે, ત્યાં આવીને તેઓ ચોખ્ખા પાણી વડે કોગળા કરીને દાંત અને મુખને ચોખ્ખાં કરે છે, એ પ્રમાણે પરમશુચિ થયેલાં માતાપિતા ત્યાં આવેલા પોતાના મિત્રો જ્ઞાતિજનો પોતાનાં સ્વજનો તથા પોતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારોને અને જ્ઞાતવંશના ક્ષત્રિયોને બહોળાં ફૂલો, વસ્ત્રો, ગંધો-સુગંધી અત્તરો, માળાઓ અને આભૂષણો આપીને તે બધાંનો સત્કાર કરે છે, તે બધાંનું સન્માન કરે છે. તે બધાંનો
૪૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org