Book Title: Pavitra Kalpasutra
Author(s): Bechardas Doshi
Publisher: Jashwantbhai N Shah Ahmedabad

View full book text
Previous | Next

Page 54
________________ લઈને બેસે છે, સૂવે છે, ઊભી રહે છે, આસન ઉપર બેસે છે, પથારીમાં આળોટે છે, એ રીતે તે, તે ગર્ભને સુખે સુખે ધારણ કરે છે. ૯૩. તે કાલે તે સમયે ગ્રીષ્મઋતુ ચાલતી હતી તેનો જે તે પ્રથમ માસ એટલે ચૈત્ર માસ અને તે ચૈત્ર માસનો બીજો પક્ષ એટલે ચૈત્ર માસનો શુદ્ધ પક્ષ પ્રવર્તતો હતો, તે ચૈત્ર માસના શુદ્ધ પક્ષનો તેરમો દિવસ એટલે ચૈત્ર શુ. દિ. તેરશને દિવસે બરાબર નવ મહિના તદ્દન પૂરા થયા હતા અને તે ઉપર સાડાસાત દિવસ વીતી ગયા હતા, ગ્રહો બધા ઉચ્ચ સ્થાનમાં આવેલા હતા, ચંદ્રનો પ્રથમ યોગ ચાલતો હતો, દિશાઓ બધી સૌમ્ય, અંધકાર વિનાની અને વિશુદ્ધ હતી, શુકનો બધાં જયવિજયનાં સૂચક હતાં,પવન જમણી તરફનો અનુકૂળ અને ભોંને અડીને ધીરે ધીરે વાતો હતો, મેદિની બરાબર ધાન પાકી જવા ઉ૫૨ આવવાને લીધે નીપજેલી હતી, દેશના તમામ લોકો પ્રમોદવાળા બની રમતગમતમાં ગુલતાન હતા તેવે સમયે લગભગ મધરાતના વખતે હસ્તોત્તરા નક્ષત્રનો એટલે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનો યોગ આવતાં ત્રિશલા ક્ષત્રિયાણીએ આરોગ્ય આરોગ્યપૂર્વક પુત્રને જન્મ આપ્યો. ૯૪. જે રાતે શ્રમણ ભગવાન મહાવીર જન્મ્યા તે રાત, ઘણા દેવો અને દેવીઓ નીચે આવતા તથા ઉપર જતા હોવાથી ભારે ઘોંઘાટવાળી અને કોલાહલવાળી પણ હતી. ૯૫. જે રાતે શ્રમણ ભગવાન મહાવીર જન્મ્યા તે રાતે કુબેરની આજ્ઞામાં રહેતા તિરછા લોકમાં વસતા ઘણા ભૂંભક દેવોએ સિદ્ધાર્થરાજાના ભવનમાં હિરણ્યનો વરસાદ અને સુવર્ણનો વરસાદ, રતનોનો વરસાદ અને વજોનો વરસાદ, વસ્ત્રોનો વરસાદ અને ઘરેણાંનો વરસાદ, પાંદડાંનો વરસાદ અને ફૂલોનો વરસાદ, ફળોનો વરસાદ અને બીજોનો વરસાદ, માળાઓનો વરસાદ અને સુગંધોનો વરસાદ, વિવિધ રંગોનો વરસાદ અને સુગંધિત ચૂર્ણોનો વરસાદ વરસાવ્યો, વસુધા૨ા વરસાવી એટલે ધનનો રેલમછેલ વરસાદ વરસાવ્યો. ૯૬. ત્યાર પછી તે સિદ્ધાર્થ ક્ષત્રિય, ભવનપનિ વાનવ્યંતર જ્યોતિષિક અને વૈમાનિક દેવોએ તીર્થંકરનો જન્માભિષેક મહિમા કર્યા પછી, સવારના પહોરમાં નગરના રખેવાળોને બોલાવે છે, નગરના રખેવાળોને બોલાવીને તે આ પ્રમાણે બોલ્યો : ૯૭. તરત જ હે દેવાનુપ્રિયો ! કુંડપુર નગરની જેલને સાફ કરી નાખો એટલે તમામ બંદીવાનોને છોડી મૂકી જેલને ખાલીખમ ચોખ્ખી કરી નાખો, જેલને સાફ કર્યા પછી તોલમાપને માપાં અને તોલાંને - વધારી ઘો, તોલમાપને વધાર્યા પછી કુંડપુર નગરમાં અંદર અને બહાર પાણી છંટાવો, સાફ કરાવો અને લિંપાવો - ગુંપાવો, કુંડપુર નગરના સિંગોડાના ઘાટના રસ્તાઓમાં, તરફેટાઓમાં, ચોરસ્તાઓમાં ચારે બાજુ ખુલ્લાં દેવળોમાં, ધોરી માર્ગોમાં અને બીજા અવરજવરના રસ્તાઓમાં તમામ ઠેકાણે પાણી છંટાવો, ચોખ્ખું કરાવો અને જ્યાં ત્યાં તમામ શેરીઓમાં તમામ બજારોમાં પાણી છંટાવો, સાફસૂફ કરાવો, તે તમામ ઠેકાણે જોવા આવનારા લોકોને બેસવા માટે ઉપરાઉપર માંચડા બંધાવો, વિવિધ રંગથી સુશોભિત ધજા અને પતાકાઓ બંધાવો, આખા નગરને લિપાવો, ધોળાવો અને સુશોભિત બનાવો, નગરનાં ધરોની ભીંતો ઉપર ગોશીર્ષ ચંદનના, સરસ રાતા ચંદનના તથા દર્દર ચંદનના પાંચ આંગળી ઊઠેલી દેખાય એવા થાપા લગાડાવો, ઘરની અંદર ચોકમાં ચંદનના કલશ મુકાવો, બારણે બા૨ણે ચંદનના તે ૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78