Book Title: Pavitra Kalpasutra
Author(s): Bechardas Doshi
Publisher: Jashwantbhai N Shah Ahmedabad

View full book text
Previous | Next

Page 52
________________ ગઢવાળાં ગામોમાં, ક્યાંય નગરની હારમાં ન શોભે એવાં ગામોમાં, ક્યાંય જેમની આસપાસ ચારે બાજુ બબે ગાઉમાં જ કોઈ ગામ હોય છે એવા ગામડાઓમાં - મડંબોમાં, ક્યાંય જ્યાં જળમાર્ગ છે અને સ્થળમાર્ગ પણ છે એવા બંદરોમાં - દ્રોણમુખોમાં, ક્યાંય એકલો જળમાર્ગ કે સ્થળમાર્ગ છે એવાં પાટણોમાં, ક્યાંય આશ્રમોમાં એટલે તીર્થસ્થાનોમાં કે તાપસના મઠોમાં, ક્યાંય ખળાઓમાં અને ક્યાંય સંનિવેશોમાં મોટા મોટા પડાવોનાં સ્થાનોમાં દટાયેલાં હોય છે. વળી, એ ધનભંડારો ક્યાંય સિંગોડાના ઘાટના રસ્તાઓમાં દટાયેલા જડે છે, ક્યાંય ત્રિભેટાઓમાં, ક્યાંય ચાર રસ્તા ભેગા થાય એવા ચોકોમાં, ક્યાંય ચારે બાજુ ખુલ્લી હોય એવાં ચતુર્મુખ સ્થળોમાં એટલે દેવળોનાં કે છત્રીઓનાં સ્થાનોમાં, મોટા મોટા ધોરી રસ્તાઓમાં, ઉજ્જડ ગામડાઓની જગ્યાઓમાં, ઉજ્જડ નગરોની જગ્યાઓમાં, ગામની અને નગરની ખાળોવાળી જગ્યામાં, હાટો-દુકાનો-જ્યાં હોય તે જગ્યાએ, દેવળો, ચોરાઓ, પાણી પીવાની પરબો અને બાગબગીચાઓની જગ્યાઓમાં તથા ઉજાણી કરવાની જગ્યાઓમાં, વનોમાં, વનખંડોમાં, મસાણોમાં, સૂનાં ઘરોમાં, પર્વતની ગુફાઓમાં, શાંતિઘરોમાં એટલે કે જ્યાં બેસીને શાંતિકર્મ કરવામાં આવે છે તેવાં સ્થળોમાં, પર્વતમાં કોરી કાઢેલાં લેણોમાં, સભા ભરવાની જગ્યાઓમાં અને જ્યાં ખેડૂતો રહે છે એવાં ઘરોવાળી જગ્યાએ દટાયેલાં હોય છે. તે તમામ ધનભંડારોને ભૂંભક દેવો તે તે જગ્યાએથી ખોળી કાઢી લાવીને સિદ્ધાર્થ રાજ્ય ભવનમાં ઠલવે છે - મૂકે છે. ૮૫. વળી, જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર જ્ઞાતકુળમાં લાવવામાં આવ્યા તે રાતથી આખું જ્ઞાતકુળ રૂપાથી વધવા માંડ્યું, સોનાથી વધવા માંડ્યું, ધનથી, ધાન્યથી, રાયથી, રાષ્ટ્રથી, સેનાથી, વાહનથી, ભંડારોથી, કોઠારોથી, નગરથી, અંતઃપુરથી, જનપદથી અને જશકીર્તિથી વધવા લાગ્યું તેમ જ વિપુલ-બહોળાં ધન-ગોકુળ વગેરે, કનક, રતન, મણિ, મોતી, દક્ષિણાવર્તશંખ, રાજપટ્ટો-શિલા, પરવાળાં, રાતાં રતન-માણેક એવાં ખરેખરાં સાચુકલાં ધન વગેરે એ જ્ઞાતકુળમાં વધવા લાગ્યાં અને જ્ઞાતકુળમાં પરસ્પર પ્રીતિ આદર-સત્કાર પણ ઘણો ઘણો ખૂબ વધવા માંડ્યો. ૮૬. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરના માતાપિતાના મનમાં આ આ પ્રકારે વિચાર ચિતવન અભિલાષારૂપ મનોગત સંકલ્પ આવ્યો કે, જ્યારથી અમારો આ દીકરો કૂખમાં ગર્ભપણે આવેલ છે ત્યારથી અમે હિરણ્ય-ચાંદી-થી વધીએ છીએ, સોનાથી વધીએ છીએ, એ જ રીતે ધનથી, ધાન્યથી, રાજ્યથી, રાષ્ટ્રથી, સેનાથી, વાહનોથી, ધનભંડારથી, કોઠારથી, પુરથી, અંતપુરથી, જનપદથી તથા જશકીર્તિથી વધીએ છીએ તથા બહોળાં ધન, કનક, રતન, મણિ, મોતી, શંખો, શિલા, પરવાળાં અને માણેક વગેરે ખરેખરું સાચું ધન અમારે ત્યાં વધવા માંડ્યું છે તથા અમારા આખા જ્ઞાતકુળમાં પરસ્પર એકબીજામાં પ્રીતિ ખૂબ ખૂબ વધી ગઈ છે અને એક બીજા તરફનો આદર-સત્કાર પણ ભારે વધવા લાગ્યો છે તેથી જ્યારે અમારો આ દીકરો જનમ લેશે ત્યારે અમે આ દીકરાનું એ બધી વૃદ્ધિને મળતું આવે એવું, એના ગુણોને અનુસરતું, એના ગુણોથી ઉપજાવેલું એવું નામ વર્ધમાન (વર્ધમાન એટલે વધતો વધતો) કરીશું. ૮૭. ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર માતા તરફ પોતાની ભક્તિ બતાવવા માટે એટલે ગર્ભમાં પોતે હલેચલે તો માતાને દુઃખ થાય એમ સમજી માતાને પોતાના હલનચલનથી દુ:ખ ન થાય તે Jain Education International ૪૩ For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78