________________
સ્વપ્નોમાંથી ગમે તે ચાર મોટાં સ્વપ્નોને જોઈને જાગી જાય છે.
૭૪. માંડલિક રાજાની માતાઓ વળી, જ્યારે માંડલિક રાજા ગર્ભમાં આવેલ હોય છે ત્યારે એ ચૌદ મોટાં સ્વપ્નોમાંથી ગમે તે એક મહાસ્વપ્નને જોઈને જાગી જાય છે.
૭૫. હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ આ એ ચૌદ મહાસ્વપ્નો જોયેલાં છે તો તે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ એ ઉદાર સ્વપ્નો જોયાં છે, હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ યાવતું મંગલકારક સ્વપ્નો જોયાં છે. તો જેમકે, હે દેવાનુપ્રિય ! અર્થનો લાભ થવાનો, હે દેવાનુપ્રિય ! ભોગનો લાભ થવાનો, હે દેવાનુપ્રિય ! પુત્રનો લાભ થવાનો, હે દેવાનુપ્રિય ! સુખનો લાભ થવાનો, હે દેવાનુપ્રિય ! રાજયનો લાભ થવાનો, હે દેવાનુપ્રિય ! એમ ખરેખર છે કે ત્રિશલા ક્ષત્રિયાણી નવ માસ બરાબર પૂરા થયા પછી અને તે ઉપર સાડાસાત દિવસ વીતી ગયા પછી તમારા કુલમાં ધ્વજ સમાન, કુલમાં દીવા સમાન, કુલમાં પર્વત સમાન, કુલમાં મુગટ સમાન, કુલમાં તિલક સમાન તથા કુલની કીર્તિ વધારનાર, કુલમાં સમૃદ્ધિ લાવનાર, કુલનો જશ ફેલાવનાર, કુલના આધાર સમાન, કુલમાં વૃક્ષ સમાન અને કુલની વિશેષ વૃદ્ધિ કરનાર એવા તથા હાથે-પગે સુકુમાળ, પૂરેપૂરી પાંચ ઇંદ્રિયોવાળા શરીરથી યુક્ત-જરા પણ ખોડખાંપણ વિનાના, લક્ષણ વ્યંજન અને ગુણોથી યુક્ત, માન વજન અને ઊંચાઈમાં પૂરેપૂરા, સર્વાંગસુંદર, ચંદ્ર સમાન સૌમ્ય આકારવાળા, મનોહર, જોતાં જ ગમી જાય તેવા સુંદર રૂપવાળા પુત્રને જન્મ આપશે.
૭૬. વળી, તે પુત્ર પણ બાળપણ વીતાવ્યા પછી જયારે ભણીગણીને પરિપક્વ જ્ઞાનવાળો થશે અને યૌવનને પામેલો હશે ત્યારે એ શૂરો વીર અને ભારે પરાક્રમી થશે, એની પાસે વિશાળ વિસ્તારવાળાં સેના અને વાહનો હશે અને તે, ચારે સમુદ્રના છેડાથી સુશોભિત એવા આ ભૂમંડળનો ચક્રવર્તી રાજયપતિ રાજા થશે અથવા ત્રણલોકનો નેતા, ધર્મનો ચક્રવર્તી-ધર્મચક્ર પ્રવર્તાવનાર એવો જિન થશે. તો તે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ ઉદાર સ્વપ્નો જોયેલાં છે યાવત્ હે દેવાનુપ્રિય ! એ સ્વપ્નો આરોગ્ય કરનારાં, તુષ્ટિ કરાવે એવાં, દીર્ઘ આયુષ્યનાં સૂચક, કલ્યાણ અને મંગળ કરનારાં એવાં ત્રિશલા ક્ષત્રિયાણીએ જોયેલાં છે.
૭૭. ત્યારપછી તે સિદ્ધાર્થ રાજા તે સ્વપ્નલક્ષણપાઠકો પાસેથી સ્વપ્નોને લગતી એ વાતને સાંભળીને સમજીને રાજી રાજી થઈ ગયો, ખુબ તુષ્ટિ પામ્યો અને હર્ષને લીધે એનું હૃદય ધડકવા લાગ્યું. તેણે પોતાના બંને હાથ જોડીને તે સ્વપ્નલક્ષણપાઠકોને આ પ્રમાણે કહ્યું :
૭૮. હે દેવાનુપ્રિયો ! જે તમે કહેલ છે એ એમ જ છે, તે પ્રકારે જ છે, એમાં કશી વિતથા નથી જ. હે દેવાનુપ્રિયો ! તમારું એ કથન અમે ઇચ્છેલું જ હતું, સ્વીકારેલું જ હતું, તમારું એ કથન અમને ગમે એવું જ થયું છે અને અમે એને બરાબર એ રીતે કબુલ કરેલ છે, હે દેવાનુપ્રિયો ! એ વાત સાચી છે જે તમોએ કહેલી છે, એમ કરીને તે, એ સ્વપ્નોને લગતી કહેલી બધી હકીકતને વિનય સાથે સારી રીતે સ્વીકારે છે, એમ સ્વીકારીને તે સ્વપ્નલક્ષણપાઠકોનો તેણે ઘણો આદરસત્કાર કર્યો એટલે તેમને વિપુલ ભોજન આપ્યું.
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org