Book Title: Pavitra Kalpasutra
Author(s): Bechardas Doshi
Publisher: Jashwantbhai N Shah Ahmedabad

View full book text
Previous | Next

Page 37
________________ બીજી બધી ગતિઓ કરતાં વિશેષ વેગવાણી, ધમધમાટ કરતી, શીધ્ર દિવ્ય દેવગતિ વડે પાછો તીરછે અસંખ્ય દ્વીપો અને સમુદ્રોની વચ્ચોવચ્ચ થતો અને હજાર હજાર જોજનની મોટી ફાળો ભરતો – એ રીતે ઊંચે ઊપડતો તે દેવ જે તરફ સૌધર્મ નામના કલ્પમાં સૌધર્માવલંસક નામના વિમાનમાં શક્ર નામના સિંધાસણમાં દેવેન્દ્ર દેવરાજ શક્ર બેઠેલો છે તે જ બાજુ તેની પાસે આવે છે, પાસે આવીને દેવેન્દ્ર દેવરાજ શક્રની એ આજ્ઞાને તરત જ પાછી સોંપી દે છે અર્થાત આપે જે આજ્ઞા કરેલી તેનો મેં અમલ કરી દીધો છે એમ જણાવે છે. ૨૯, તે કાલે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા. (૧) મને ફેરવીને બીજે લઈ જવામાં આવશે એમ તેઓ જાણે છે. (૨) પોતે પોતાને ફેરવાતા જાણતા નથી. (૩) પોતે ફેરવાઈ ચૂક્યા છે એ પ્રમાણે જાણે છે. ૩૦. તે કાલે તે સમયે જયારે વર્ષાઋતુ ચાલતી હતી અને વર્ષાઋતુનો જે તે પ્રસિદ્ધ એવો ત્રીજો મહિનો અને પાંચમો પખવાડો ચાલતો હતો એટલે આસો મહિનાનો વદિ પક્ષ ચાલતો હતો તથા તે સમયે તે વદિ પક્ષની તેરમી તિથિ એટલે તેરશની તિથિ આવેલી હતી. ભગવાનને સ્વર્ગમાંથી વ્યાને . અને દેવાનંદા માહણીના ગર્ભમાં આવ્યાને એકંદરે કુલ વાશી રાત દિવસો વીતી ગયાં હતાં અને તેરશને દિવસે વ્યાશીમો રાતદિવસ ચાલતો હતો, તે વ્યાશીમા દિવસની બરાબર મધરાતે એટલે આગલી રાતનો છેડો અને પાછલી રાતની શરૂઆત થતી હતી એવે સમયે ઉત્તરાફાલ્યુની નક્ષત્રનો યોગ આવતાં હિતાનુકમ્પક એવા હરિણેગમેલી દેવે શકની આજ્ઞાથી માહણકુંડગ્રામ નગરમાંથી કોડાલ ગોત્રના રિષભદત્ત બ્રાહ્મણની ભારજા જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુખમાંથી ભગવંતને ખસેડીને ક્ષત્રિયકંડગ્રામ નગરમાં જ્ઞાતવંશના ક્ષત્રિયોમાંના કાશ્યપગોત્રના સિદ્ધાર્થ ક્ષત્રિયની ભારજા વાસિષ્ઠ ગોત્રની ત્રિશલા. ક્ષત્રિયાણીની કુખમાં લેશ પણ પીડા ન થાય એ રીતે બરાબર ગોઠવી દીધા. ૩૧. શ્રમણ ભગવંત મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા. (૧) ‘હું લઈ જવાઈશ” એમ તેઓ જાણે છે, (૨) “હું લઈ જવાઉં છું’ એમ તેઓ જાણતા નથી અને (૩) “હું લઈ જવાઈ ચૂક્યો' એમ તેઓ જાણે છે. - ૩૨. જે રાત્રે શ્રમણ ભગવંત મહાવીરને જાલંધર ગોત્રવાળી દેવાનંદા માહણીની કૂખમાંથી ઉપાડીને વાસિષ્ઠ ગોત્રવાળી ત્રિશલા ક્ષત્રિયાણીની કુખમાં ગર્ભપણે ગોઠવી દીધા તે રાત્રે એ દેવાનંદા માહણી પોતાની પથારીમાં સૂતીજાગતી ઉંઘતી ઉંઘતી પડી હતી અને તે દિશામાં એણીએ, પોતાને આવેલાં આ એ પ્રકારનાં ઉદાર કલ્યાણરૂપ શિવરૂપ ધન્ય મંગલ કરનારાં શોભાવાળાં એવાં ચૌદ મહાસ્વપ્નો ત્રિશલા ક્ષત્રિયાણી હરી ગઈ એવું જોયું અને એમ જોઈને તેણી જાગી ગઈ. તે ચૌદ સ્વપ્નો આ પ્રમાણે છે. હાથી, વૃષભ વગેરે ઉપર પ્રમાણેની ગાથામાં કહેલાં છે. ૩૩. હવે જે રાત્રે શ્રમણ ભગવંત મહાવીરને જાલંધર ગોત્રવાળી દેવાનંદા માહણીની કૂખમાંથી ઉપાડીને વાસિષ્ટ ગોત્રવાળી ત્રિશલા ક્ષત્રિયાણીની કુખમાં ગર્ભપણે ગોઠવવામાં આવ્યા તે રાત્રે તે ત્રિશલા ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78