Book Title: Pavitra Kalpasutra
Author(s): Bechardas Doshi
Publisher: Jashwantbhai N Shah Ahmedabad

View full book text
Previous | Next

Page 46
________________ સવિશેષ રીતે જલદી સજાવવાની છે એટલે કે તેમાં સુગંધી પાણી છાંટવાનું છે, બરાબર સાફ કરીને તેને લીપવાની છે, ત્યાં ઉત્તમ સુગંધવાળાં પાંચ પ્રકારનાં પુષ્પો વેરવાનાં છે, કાળો અગર, ઉત્તમ કિંદરું અને તુર્કી ધૂપ સળગાવી તે આખી બેઠકને મઘમઘતી કરવાની છે તથા ઊંચે જતી સુગંધને લીધે તેને સુંદર બનાવવાની છે, જ્યાં ત્યાં સુગંધવાળાં ઉત્તમ ચૂર્ણો છાંટી તેને સુગંધ સુગંધ કરી મૂકવાની છે જાણે કે એ, કોઈ સુગંધી વસ્તુની ગોટી-ગોળી જ હોય એવી તેને સમજવાની છે; આ બધું ઝટપટ કરો, કરાવો અને કરીને તથા કરાવીને ત્યાં એક મોટું સિંઘાસણ મંડાવો, સિંઘાસણ મંડાવી તમે “મેં જે જે કહ્યું છે તે બધું કરી નાખ્યું છે. એ રીતે મારી આ આજ્ઞા મને તરત જ પાછી વાળો. ૫૯. ત્યાર પછી, સિદ્ધાર્થ રાજાએ એ પ્રમાણે હુકમ કરેલા તે કૌટુંબિક પુરુષો રાજી રાજી થતા થાવત્ હૃદયમાં ઉલ્લાસ પામતા હાથ જોડીને વાવત્ અંજલિ કરીને “સ્વામી ! જેવી આપની આજ્ઞા' એમ કરીને રાજાની આજ્ઞાને વિનયપૂર્વકના વચનથી સ્વીકારે છે, એ પ્રમાણે રાજાની આજ્ઞાને વિનયપૂર્વકના વચનથી સ્વીકારીને તેઓ સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી બહાર નીકળે છે, બહાર નીકળી જ્યાં બહારની બેઠક છે ત્યાં આવે છે, ત્યાં આવીને તરત જ એ બેઠને સવિશેષપણે સજાવવા મંડી પડે છે એટલે કે તે બેઠકમાં સુગંધી પાણીને છાંટવાથી માંડીને મોટું સિંઘાસણ મંડાવવા સુધીની તમામ સજાવટ કરી નાખે છે અને એ બધી સજાવટ પૂરી કરીને તે કૌટુંબિક પુરુષો જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે ત્યાં આવે છે, ત્યાં આવીને દશે નખ ભેગા થાય એ રીતે બંને હથેળીઓને ભેળી કરી માથા ઉપર શિરસાવર્ત સાથેની અંજલિ કરી સિદ્ધાર્થ ક્ષત્રિયાની તે આજ્ઞા પાછી આપે છે એટલે હે સ્વામી ! અમે જેમ તેમ ફરમાવેલું તેમ બધું કરી આવ્યા છીએ એમ કહે છે. ૬૦. પછી, વળતે દિવસે સવારના પહોરમાં જયારે પોયણાં કોમળપણે પાંદડીએ પાંદડીએ ખીલવા માંડ્યાં છે, હરણાની આંખો કોમળપણે ધીરે ધીરે ઉઘડવા લાગી છે, ઊજળું પ્રભાત થવા આવ્યું છે, વળી, રાતા અશોકની પ્રજાના પુંજ સમાન, કેસુડાંના રંગ જેવો, પોપટની ચાંચ જેવો અને ચણોઠીના અડધા લાલ રંગ જેવો લાલચોળ તથા મોટાં મોટાં જળાશયોમાં ઉગેલાં કમળોને ખિલવનાર હજાર કિરણોવાળો તેજથી ઝળહળતો દિનકર સૂર્ય ઊગી ગયો છે ત્યારે સિદ્ધાર્થ ક્ષત્રિય બિછાનામાંથી ઊભા થાય છે. ૬૧. બિછાનામાંથી ઊભા થઈને પાવઠા ઉપર ઉતરે છે, પાવઠા ઉપરથી ઊતરીને જ્યાં વ્યાયામશાળા છે ત્યાં આવે છે, ત્યાં આવીને વ્યાયામશાળામાં પ્રવેશ કરે છે, વ્યાયામશાળામાં પ્રવેશ કરીને અનેક પ્રકારના વ્યાયામો કરવા માટે શ્રેમ કરે છે, શરીરને ચોળે છે, પરસ્પર એકબીજાના હાથ પગ વગેરે અંગોને મરડે છે, મલ્લયુદ્ધ કરે છે અને વિવિધ પ્રકારનાં આસનો કરે છે, એ રીતે શ્રમ કરીને આખે શરીરે અને હાથ-પગ - ડોક – છાતી વગેરે અંગે અંગે થાકી ગયેલા તે સિદ્ધાર્થ ક્ષત્રિયને આખે શરીરે અને શરીરના અવયવે અવયવે પ્રીતિ ઉપજાવનારાં, સુંઘવા જેવાં સુગંધથી મઘમઘતાં, જઠરને તેજ કરનારાં, બળ વધારનાર, માદક, માંસ વધારનારા અને તમામ ઇન્દ્રિયોને તથા તમામ ગાત્રોને સુખમાં તરબોળ કરે તેવાં, સોવાર અને હજારવાર પકવેલાં એવાં શતપાક સહસ્રપાક વગેરે અનેક જાતનાં ઉત્તમ સુગંધવાળાં તેલો ચોપડવામાં આવ્યાં, પછી તળાઈ ઉપર ચામડું પાથરીને તે ઉપર બેઠેલા સિદ્ધાર્થ ક્ષત્રિયને આપે ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78