Book Title: Pavitra Kalpasutra
Author(s): Bechardas Doshi
Publisher: Jashwantbhai N Shah Ahmedabad

View full book text
Previous | Next

Page 45
________________ કુલમાં ધ્વજ સમાન, અમારા કુલમાં દવા સમાન એ જ પ્રમાણે કુલમાં પર્વત સમાન અચળ, કુલમાં મુગટ સમાન, કુલમાં તિલક સમાન, કુલની કીર્તિ કરનાર, કુલનો બરાબર નિર્વાહ કરનાર, કુલમાં સૂરજ સમાન, કુલના આધારરૂપ, કુલની વૃદ્ધિ કરનાર, કુલનો જશ વધારનાર, કુલને છાંયો આપનાર વૃક્ષ સમાન અને કુલની વિશેષ વૃદ્ધિ કરનાર, એવા પુત્રને જન્મ આપશો. વળી, તે જન્મનાર પુત્ર હાથે પગે સુકુમાર, શરીરે અને પાંચ ઇન્દ્રિયોથી પૂરો તથા જરાપણ ખોડ વગરનો હશે. તથા એ, શરીરનાં તમામ ઉત્તમ લક્ષણોથી એટલે હાથપગની રેખાઓ વગેરેથી અને વ્યંજનોથી એટલે તલ, મસ વગેરેથી યુક્ત હશે. એના શરીરનું માન, વજન અને ઊંચાઈ એ પણ બધું બરાબર હશે તથા એ પુત્ર સર્વાગે સુજાત, સુંદર, ચંદ્રસમાન સૌમ્યકાંતિવાળો, કાંત, પ્રિય લાગે એવો અને દર્શન કરવું ગમે એવો હશે અર્થાત્ હે દેવાનુપ્રિયે! તમે ઉપર વર્ણવ્યા તેવા ઉત્તમ પુત્રને જન્મ આપશો. ૫૪. વળી, તે પુત્ર જયારે પોતાનું બાળપણ પૂરું કરી ભણીગણી બરાબર ઘડાઈ–તૈયાર થઈ યૌવન અવસ્થાએ પહોંચશે ત્યારે શૂર થશે, વીર થશે, પરાક્રમી થશે, એની પાસે વિશાળ સેના તથા વાહનો વિપુલ થશે, અને તમારો એ પુત્ર રાયનો ધણી એવો રાજા થશે. માટે હે દેવાનુપ્રિયે ! તમે જે મહાસ્વપ્નો દીઠાં છે તે બધાં ભારે ઉત્તમ છે એમ કહીને યાવતું બે વાર પણ અને ત્રણ વાર પણ એમ કહીને તે સિદ્ધાર્થ રાજા, ત્રિશલા ક્ષત્રિયાણીની ભારે પ્રશંસા કરે છે. ૫૫. ત્યારપછી તે ત્રિશલા ક્ષત્રિયાણી સિદ્ધાર્થ રાજા પાસેથી એ વાત સાંભળી – સમજી ભારે હરખાણી, સંતોષ પામી યાવત્ તેનું હૃદય પ્રફુલ્લ થઈ ગયું અને તે હાથની બંને હથેળીની દશે નખ ભેગા થાય એ રીતે મસ્તકમાં શિરસાવર્ત કરવા સાથે અંજલિ કરીને આ પ્રમાણે બોલી : પ૬. હે સામી ! એ એ પ્રમાણે છે, તે સામી ! એ તમે કહ્યું તે પ્રમાણે છે, તે સામી ! તમારું કહેણ સાચું છે, તે સામી ! તમારું વચન સંદેહ વિનાનું છે, તે સામી ! હું એ તમારા કથનને વાંછું છું, હે સામી ! મેં તમારા એ કથનને તમારા મુખથી નીકળતાં જ સ્વીકારી લીધું છે, તે સામી ! તમારું મને ગમતું એ કથન મેં ફરી ફરીને વાંછેલ છે, જેમ તમે સ્વપ્નોના એ અર્થને બતાવો છો તેમ એ સાચા છે, એમ કરીને ત્રિશલા ક્ષત્રિયાણી સ્વપ્નોના અર્થને સારી રીતે સ્વીકારે છે, એ પ્રમાણે સ્વપ્નોના અર્થને • સારી રીતે સ્વીકારીને સિદ્ધાર્થ રાજાની રજા લઈ તે વિવિધ પ્રકારનાં જડેલાં મણિ અને રત્નોની ભાતવાળા અભુત ભદ્રાસન ઉપરથી ઊભી થાય છે, ઊભી થઈને ધીમે ધીમે અચપલપણે, ઉતાવળ વગરની વિલંબ કર્યા વગરની રાજહંસની જેવી ચાલથી ચાલતી એવી તે ત્રિશલા ક્ષત્રિયાણી જ્યાં પોતાનું બિછાનું છે ત્યાં આવી પહોંચે છે, ત્યાં આવી તે એમ કહેવા લાગી : * ૫૭. મને આવેલાં એ ઉત્તમ પ્રધાન મંગલરૂપ મહાસ્વપ્નો, બીજાં પાપસ્વપ્નો આવી જવાને લીધે નિષ્ફળ ન બને માટે મારે જાગતું રહેવું જોઈએ એમ કરીને તે, દેવ અને ગુરુજનને લગતી પ્રશંસાપાત્ર મંગલરૂપ ધાર્મિક અને સરસ વાતો વડે પોતાનાં એ મહાસ્વપ્નોની સાચવણ માટે જાગતી જાગતી રહેવા લાગી છે. ૫૮. ત્યાર બાદ સિદ્ધાર્થ ક્ષત્રિય પ્રભાતના સમયમાં પોતાના કૌટુંબિક પુરુષોને સાદ દે છે, પોતાના કૌટુંબિક પુરુષોને સાદ દઈ તે આ પ્રમાણે બોલ્યો : હે દેવાનુપ્રિયે ! આજે બહારની આપણી બેઠકને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78