________________
૪૫. ત્યારપછી વળી, માતા બારમે સ્વપ્ન ઉત્તમ દેવવિમાનને જુએ છે, એ દેવવિમાન ઊગતા સૂર્યમંડલની જેવી ચમકતી કાંતિવાળું છે, ઝળહળતી શોભાવાળું છે, એ વિમાનમાં ઉત્તમ સોનાના અને મહામણિઓના સમૂહમાંથી ઘડેલા ઉત્તમ એક હજાર અને આઠ ટેકા-થાંભલા મૂકેલા છે તેથી એ ચમકતું દેખાતું વિમાન આકાશને વિશેષ ચમકતું બનાવે છે, એવું એ વિમાન સોનાના પતરામાં જડેલા લટકતા મોતીઓના ગુચ્છાઓથી વિશેષ ચમકિલું દેખાય છે, તથા એ વિમાનમાં ચળકતી દિવ્યમાળાઓ લટકાવેલી છે, વળી એમાં વૃક, વૃષભ, ઘોડો, પુરુષ, મગર, પક્ષી, સાપ, કિન્નરો, સમૃગો, શરભ, ચમરી ગાય, વિશેષ પ્રકારનાં જંગલી જનાવરો, હાથી, વનની વેલડી, કમળવેલ વગેરેનાં વિવિધ ભાતવાળાં ચિત્રો દોરેલાં છે તથા એમાં ગંધર્વો ગાઈ રહ્યા છે અને વાજાં વગાડી રહ્યા છે તેથી એમના અવાજોથી એ પૂરેપૂરું ગાજતું દેખાય છે, વળી પાણીથી ભરેલા વિપુલ મેઘની ગર્જનાના જેવા અવાજવાળા નિત્ય ગાજતા દેવદુંદુભિના મોટા અવાજવડે જાણે આખાય જીવલોકને એ વિમાન ન ભરી દેતું હોય એવું એ ગાજે છે, કાળો અગર, ઉત્તમ કંદરૂ-કિન્નરૂ, તુરકી ધૂપ વગેરે બળતા ધૂપોને લીધે મઘમઘી રહેલું એ વિમાન ગંધના ફેલાવાને લીધે મનોહર લાગે છે અને એ નિત્ય પ્રકાશવાળું, ધોળું, ઊજળી પ્રભાવાળું, દેવોથી શોભાયમાન, સુખોપભોગરૂપ એવું ઉત્તમોત્તમ વિમાન તે ત્રિશલાદેવી સ્વપ્નામાં જુએ છે. ૧૨
૪૬. ત્યાર પછી, માતા ત્રિશલા તેરમે સ્વપ્ન તમામ પ્રકારના રત્નોના ઢગલાને જુએ છે. એ ઢગલો ભોંતળ ઉપર રહેલો છે, છતાં ગગનમંડળના છેડાને પોતાના તેજથી ચકચકિત કરે છે, એમાં પુલક, વજ, ઇંદ્રનીલ, સાગ, કર્કેતન, લોહિતાક્ષ, મરકત, મારગલ, પ્રવાલ, સ્ફટિક, સૌગંધિક, હંસગર્ભ, અંજન, ચંદનપ્રભ વગેરે ઉત્તમ રત્નોનો રાશિ સરસ રીતે ગોઠવાયેલો છે, રત્નોનો એ ઢગલો ઊંચો મેરુપર્વત જેવો લાગે છે, એવાં રત્નોના રાશિ-ઢગલાને તે ત્રિશલા દેવી તેરમે સ્વપ્ન જુએ છે. ૧૩
૪૭. પછી વળી, ચૌદમે સ્વપ્ન માતા ત્રિશલા અગ્નિને જુએ છે. એ અગ્નિની વાલાઓ ખૂબખૂબ ફેલાયેલ છે તથા એમાં ધોળું ઘી અને પીળાશ પડતું મધ વારંવાર છંટાતું હોવાથી એમાંથી મુદલ ધૂમાડો નીકળતો નથી એવો એ અગ્નિ ધખધખી રહ્યો છે, એની ધખધખતી જલતી જવાલાઓને લીધે એ સુંદર લાગે છે, વળી, એની નાની મોટી ઝાળો - વાલાઓનો સમૂહ એક બીજીમાં મળી ગયા જેવો જણાય છે તથા જાણે કે ઊંચે ઊંચે સળગતી ઝાળો વડે એ અગ્નિ કોઈ પણ ભાગમાં આકાશને પકવતો ન હોય એવો દેખાતો એ અતિશય વેગને લીધે ચંચળ દેખાય છે. તે ત્રિશલા માતા ચૌદમે સ્વપ્ન એવા અગ્નિને જુએ છે. ૧૪
૪૮. એ પ્રમાણે ઉપર વર્ણવ્યાં એવાં એ શુભ, સૌમ્ય, જોતાં પ્રેમ ઊપજે એવાં, સુંદર રૂપવાળાં રૂપાળાં સ્વપ્નોને જોઈને, કમળની પાંખડી જેવાં નેત્રવાળાં અને હરખને લીધે અંગ ઉપરનું જેમનું રૂંવેરૂવું ખડું થયેલ છે તેવાં દેવી ત્રિશલા માતા પોતાની પથારીમાં લાગી ગયાં.
જે રાતે મોટા જશવાળા અરિહંત - તીર્થંકર, માતાની કૂખમાં ગર્ભરૂપે આવે છે તે રાતે તીર્થંકરની બધી માતાઓ એ ચૌદે સ્વપ્નોને જુએ છે.
૪૯. ત્યાર પછી, આ એ પ્રકારના ઉદાર ચૌદ એવાં મહાસ્વપ્નો જોઈને જાગેલી છતી તે ત્રિશલા ક્ષત્રિયાણી ભારે હરખ પામી, યાવત્ તેનું હૃદય આનંદને લીધે ધડકવા લાગ્યું તથા મેહની ધારાઓથી
૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org