Book Title: Pavitra Kalpasutra
Author(s): Bechardas Doshi
Publisher: Jashwantbhai N Shah Ahmedabad

View full book text
Previous | Next

Page 42
________________ કાંઠા ઉપર મૂકેલી છે એવા રૂપાના પૂર્ણકલશને તે માતા જુએ છે. ૯ ૪૩. ત્યાર પછી વળી, પદ્મસરોવર નામના સરોવરને માતા દસમા સ્વપ્નમાં જુએ છે, તે સરોવ૨, ઊગતા સૂર્યનાં કિરણોથી ખિલેલાં હજાર પાંખડીવાળાં - સહસ્રદલ - મોટાં કમળોને લીધે સુગંધિત બનેલ છે, એમાં કમળોનાં રજણો પડેલાં હોવાથી એનું પાણી પિંજરા રંગનું એટલે પીળું તથા રાતું દેખાય છે, એ સરોવરમાં ચારે કોર ઘણા બધા જળચર જીવો ફરી રહ્યા છે, માછલાં એ સરોવરનું અઢળક પાણી પીધા કરે છે, વળી ઘણું લાંબું, પહોળું અને ઊંડું એ સરોવર સૂર્યવિકાસી કમળો, ચંદ્રવિકાસી કુવલયો, રાતાં કમળો, મોટાં કમળો, ઊજળાં કમળો, એવાં એક પ્રકારનાં કમળોની વિસ્તારવાળી ફેલાતી વિવિધરંગી શોભાઓને લીધે જાણે કે ઝગારા મારતું હોય એવું દેખાય છે, સરોવરની શોભા અને રૂપ ભારે મનોહર છે, ચિત્તમાં પ્રમોદ પામેલા ભમરાઓ, માતેલી-મત્ત-મધમાખીઓ એ બધાનાં ટોળાં કમળો ઉપર બેસી તેમનો રસ ચૂસી રહ્યાં છે એવા એ સરોવ૨માં મીઠો અવાજ કરનારા કલહંસો, બગલાંઓ, ચકવાઓ, રાજહંસો, સારસો ગર્વથી મસ્ત બનીને તેના પાણીનો ઉપયોગ કરે છે તથા વિવિધ પ્રકારનાં પક્ષીઓનાં નરમાદાનાં જોડકાં એ સરોવરનાં પાણીનો હોંશે હોંશે ઉપયોગ કરે છે એવું એ સરોવર કમલિનીનાં પાંદડાં ઉપર બાઝેલાં મોતી જેવાં દેખાતાં પાણીનાં ટીપાંઓ વડે ચિત્રોવાળું દેખાય છે, વળી એ સરોવર, જોનારનાં હૃદયોને અને લોચનોને શાંતિ પમાડે છે એવું છે એવા અનેક કમળોથી રમણીય દેખાતા એ સરોવરને માતા દસમે સ્વપ્ન દેખે છે. ૧૦ ૪૪. ત્યાર પછી વળી, માતા અગિયારમે સ્વપ્ને ક્ષીરોદ સાગરને દૂધના દરિયાને જુએ છે. એ ક્ષીરોદસાગરનો મધ્યભાગ, જેવી ચંદ્રનાં કિરણોના સમૂહની શોભા હોય તેવી શોભાવાળો છે એટલે અતિઊજળો છે, વળી એ ક્ષીરોદસાગરમાં ચારે બાજુ પાણીનો ભરાવો વધતો વધતો હોવાથી એ બધી બાજુએ ઘણો ઊંડો છે, એનાં મોજાં ભારે ચપળમાં ચપળ અને ઘણાં ઊંચાં ઊછળતાં હોવાથી એનું પાણી ડોલ્યા જ કરે છે, તથા જ્યારે ભારે પવનનું જોર હોય છે ત્યારે પવન એનાં મોજાંની સાથે જોરથી અથડાય છે તેથી મોજાં જાણે જોરજોરથી દોડવા લાગે છે, ચપળ બને છે, એથી એ સ્પષ્ટ દીસતા તરંગો આમતેમ નાચતા હોય એવો દેખાવ થાય છે તથા એ તરંગો ભયભીત થયા હોય એમ અતિક્ષોભ પામેલા જેવા દેખાય છે એવા એ સોહામણા નિર્મળ ઉદ્ધત કલ્લોલોના મેળાપને લીધે જોનારને એમ જણાય છે કે જાણે ઘડીકમાં એ દરિયો કાંઠા તરફ દોડતો આવે છે અને ઘડીકમાં વળી એ પોતા તરફ પાછો હઠી જાય છે એવો એ ક્ષીરોદસાગર ચમકતો અને રમણીય દેખાય છે, એ દરિયામાં રહેતા મોટા મોટા મગરો, મોટા મોટા મચ્છો, તિમિ, તિમિંગલ, નિરુદ્ધ અને તિલતિલિય નામના જળચરો પોતાનાં પૂછડાંને પાણી સાથે અફળાવ્યા કરે છે એથી એનાં ચારે બાજુ કપૂરની જેવાં ઊજળાં ફીણ વળે છે અને એ દરિયામાં મોટી મોટી ગંગા જેવી મહાનદીઓના પ્રવાહો ભારે ધસારાબંધ પડે છે, એ વેગથી પડતા પ્રવાહોને લીધે એમાં ગંગાવર્ત નામની ભમરીઓ પેદા થાય છે, એ ભમરીઓને લીધે ભારે વ્યાકુળ થતાં દરિયાનાં પાણી ઊછળે છે, ઊછળીને પાછાં ત્યાં જ પડે છે, ભમ્યા કરે છે - ઘુમરી લે છે, એવાં ઘુમરીમાં ચક્કર ચક્કર ફરતાં એ પાણી ભારે ચંચળ જણાય છે એવા એ ક્ષીરસમુદ્રને શરદઋતુના ચંદ્રસમાન સૌમ્યમુખવાળી તે ત્રિશલા માતા અગિયારમે સ્વપ્ન જુએ છે. ૧૧ Jain Education International ૩૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78