Book Title: Pavitra Kalpasutra
Author(s): Bechardas Doshi
Publisher: Jashwantbhai N Shah Ahmedabad

View full book text
Previous | Next

Page 40
________________ મનોહર, સુંવાળામાં સુંવાળાં નરમ અને રમણીય છે, નાભિમંડળને લીધે જેણીનાં જઘન સુંદર વિશાળ અને સરસ લક્ષણવાળાં છે એવી, હથેળીમાં સમાઈ જાય તેવો પાતળો સુંદર ત્રિવલીવાળો જેણીના શરીરનો મધ્યભાગ છે એવી, અંગે અંગે વિવિધ મણિનાં રતનનાં, પીળા સોનાનાં, ચોખ્ખા લાલ સોનાનાં જેણીએ આભરણો અને ભૂષણો સજેલાં છે એવી, જેણીના સ્તનયુગલ ઝળહળતા છે, નિર્મળ કળની સમાન ગોળ અને કઠણ છે, મોતીના હારથી તથા કુંદ-મોગરા વગેરેનાં ફૂલોની માળાથી સજેલાં છે એવી, વચ્ચે વચ્ચે જયાં શોભે ત્યાં પન્નાનાં નંગો જડેલાં હોઈને શોભાયમાન બનેલા તથા આંખને ગમે તેવી રીતે મોતીનાં ઝુમખાં લટકતાં હોઈને વિશેષ ચમકતા એવા મોતીના હારથી સુશોભિત એવી, છાતી ઉપર પહેરેલી ગીનીની માળાથી વિરાજિત એવી તથા ગળામાં પહેરેલા મણિસૂત્રથી સોહામણી એવી તે લક્ષ્મીદેવીએ ખભા સુધી લટકતાં ચમકતાં બે કુંડલને પહેરેલાં છે તેથી વધારો સોહામણા તથા સરસ કાંતિવાળા બનેલા અને જાણે કે મુખનો કુટુંબી - સગો જ ન હોય એવી રીતે મુખ સાથે એકાકાર થયેલા એવા શોભાગુણના સમુદાય વડે તે વધુ શોભીતી લાગે છે, તેનાં લોચન કમળ જેવાં નિર્મળ વિશાળ અને રમણીય છે એવી, કાંતિને લીધે ઝગારા મારતા બંને હાથમાં કમળો રાખેલાં છે અને કમળોમાંથી મકરંદનાં પાણીનાં ટીપાં ટપક્યા કરે છે એવી, ગરમી લાગે છે માટે નહીં પણ માત્ર મોજને ખાતર વીંજાતા પંખાવડે શોભતી એવી, એકદમ છૂટા છૂટા ગૂંચ વિનાના, કાળા, ઘટ્ટ, ઝીણા-સુંવાળા અને લાંબાવાળ વાળો એનો કેશકલાપ છે એવી, પદ્મદ્રહના કમળ ઉપર નિવાસ કરતી અને હિમવંત પર્વતના શિખર ઉપર દિગ્ગજોની વિશાળ અને પુષ્ટ સૂંઢમાંથી નીકળતા પાણી વડે જેણીનો અભિષેક થયા કરે છે એવી ભગવતી લક્ષ્મીદેવીને ત્રિશલા રાણી ચોથે સ્વપ્ન જુએ છે. ૪ ૩૮. પછી વળી, પાંચમે સ્વપ્ન આકાશમાંથી નીચે પડતી માળાને જુએ છે. મંદારનાં તાજાં ફૂલો ગુંથેલાં હોઈને એ માળા સુંદર લાગે છે, એમાં ચંપો, આસોપાલવ, પુનાગ, નાગકેસર, પ્રિયંગુ, સરસડો, મોગરો, મલ્લિકા, જાઈ, જૂઈ, અંકોલ, કૂજો, કોરંટકપત્ર, મરવો-ડમરો, નવમાલિકા, બકુલ, તિલક, વાસંતીવેલ, સૂર્યવિકાસી કમળો ચંદ્રવિકાસી કમળો, પાટલ, કુંદ, અતિમુક્તક, સહકાર - આંબો એ બધાં કેટલાંક વૃક્ષો અને કેટલીક વેલડી – લતા-ઓ તથા કેટલાક ગુચ્છાઓનાં ફૂલો ગૂંથીને એ માળા બનેલી હોવાથી ઘણી જ સુગંધવાળી છે તથા એ માળાની અનોપમ મનોહર સુગંધને લીધે દશે દિશાઓ મહેક મહેક થઈ રહી છે. વળી, એ માળામાં તમામ ઋતુમાં ખિલતાં સુગંધી ફૂલો ગૂંથેલાં છે, અર્થાત્ એમાં છએ ઋતુમાં ખિલતાં ફૂલોની માળાઓ મળેલી છે, માળાનો મુખ્યવર્ણ ધોળો છે છતાં તેમાં બીજાં બીજાં રંગબેરંગી ફૂલો ભળેલાં હોવાથી તે વિવિધ રંગી શોભાયમાન અને મનોહર દીસે છે તથા એમાં વિવિધ ભાતો પડે એ રીતે ફૂલો ગોઠવેલાં છે, એથી એ અચરજ પમાડે એવી લાગે છે, વળી, એ માળામાં ઉપર - નીચે - આગળ પાછળ એમ બધી બાજુઓમાં ગણગણાટ કરતાં પદિ, મધમાખી અને ભમરાઓનાં ટોળાં મળેલાં છે એથી એ માળાના તમામ ભાગો ગુંજતા જણાય છે એવી એ માળા આકાશમાંથી નીચે આવતી દેખાય છે. ૫ ૩૯. હવે છ સ્વપ્ન માતા ચંદ્રને જુએ છે. એ ચંદ્ર ગાયનું દૂધ, પાણીનાં ફીણ, પાણીનાં બિંદુઓ અને રૂપનો ઘડો એ બધાની જેવો વ-રંગે ધોળો છે, શુભ છે, હૃદય અને નયન એ બંનેને ગમે એવો છે, બરાબર સંપૂર્ણ-પૂરેપૂરો છે, ગાઢાં અને ઘેરાં અધારાવાળાં સ્થળોને અંધારાં વગરનાં બનાવનાર એવો ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78