Book Title: Pavitra Kalpasutra
Author(s): Bechardas Doshi
Publisher: Jashwantbhai N Shah Ahmedabad

View full book text
Previous | Next

Page 39
________________ કાંતિના અંબારના ફેલાવાના લીધે સર્વ બાજુઓને દીપાવતા, જેની કાંધ જાણે કે અતિશય શોભાને લીધે હલાહલ ન થતી હોય એવી કાંતિવાળી શોભતી અને મનોહર કાંધ વાળા તથા જેની રુંવાટી ઘણી પાતળી, ચોખ્ખી અને સુંવાળી છે અને એવી રુંવાટીને લીધે જેની કાંતિ ચકચકિત થાય છે એવા, જેનું અંગ સ્થિર છે, બરાબર બંધાયેલ છે, માંસથી ભરેલ છે, તગડું છે, લટ્ટ છે અને બરાબર વિભાગવાર ઘડાયેલ છે એવા સુંદર અંગવાળા, જેનાં શિંગડાં બરાબર પૂરાં ગોળ, લઠ્ઠ, બીજા કરતાં વિશેષતાવાળાં, ઉત્કૃષ્ટ, અણીદાર અને ઘીએ ચોપડેલાં છે એવા ઉત્તમ શિંગડાવાળા તથા દેખાવમાં ગભરુ અને ઉપદ્રવ નહીં કરનાર એવા તથા જેના દાંત બધા બરાબર એકસરખા, શોભતા અને ધોળા છે એવા સુંદર દાંતવાળા, વળી, ન ગણી શકાય એટલા ગુણવાળા અને મંગલમય મુખવાળા એવા વૃષભને - બળદને ત્રિશલા દેવી બીજા સ્વપ્નામાં જુએ છે. ૨ ૩૬. પછી વળી, મોતીના હારનો ઢગલો, દૂધનો દરિયો, ચંદ્રનાં કિરણો, પાણીના બિંદુઓ અને રૂપાનો મોટો પહાડ એ બધાની સમાન ગોરા, રમણીય, દેખાવડા જેના પોંચા એટલે પંજા સ્થિર અને લઠ્ઠ-મજબૂત છે, જેની દાઢો ગોળ, ખૂબ પુષ્ટ, વચ્ચે પોલાણ વગરની, બીજા કરતાં ચડિયાતી અને અણીવાળી છે, એવી દાઢો વડે જેનું મુખ સોહામણું દેખાય છે એવા, તથા જેના બંને હોઠ ચોખ્ખાઈવાળા, ઉત્તમ કમળ જેવા કોમળ, બરાબર માપસર, શોભાયમાન અને લ છે એવા, રાતા કમળની પાંખડી જેવા કોમળ સુંવાળા તાળવાવાળા અને જેની ઉત્તમ જીભ બહાર લપલપાયમાન - લટકતી - છે, એવા, જેની બંને આંખો સોનીની મૂસમાં પડેલા તપાવેલા ઉત્તમ સોનાની પેઠે હલહલ કરે છે, બરાબર ગોળ છે તથા ચોખ્ખી વીજળીની પેઠે ઝગારા માર્યા કરે છે એવી ઉત્તમ આંખવાળા, વિશાળ અને ખુબ પુષ્ટ ઉત્તમ સાથળવાળા, બરાબર પૂર્ણપણે ભરાવદાર એવા જેનાં ચોખ્ખાં કાંધ છે એવા તથા જેની યાળ-કેસરાવળીકોમળ, ધોળી, પાતળી, સુંદર લક્ષણવાળી અને ફેલાયેલી છે એવી વાળના આડંબરથી જે શોભિત છે એવા, જેનું પૂછડું ઊંચું, પછાડીને ઊંચું કરેલ હોવાથી ગોળાકારે વળેલું અને સુંદર છે એવા, સૌમ્ય, સૌમ્ય દેખાવદાર, ગેલ કરતા, આકાશમાંથી ઊતરતા અને પોતાના મોંમાં પેસતા તથા નહોર જેના ભારે અણીવાળા છે એવા તથા જાણે કે મુખની શોભાએ પોતાનો પાલવ ન ફેલાયેલો હોય એવી સુંદર લટકતી જીભવાળા સિંહને તે ત્રિશલા ત્રીજે સ્વપ્ન જુએ છે. ૩ ૩૭ ત્યાર પછી વળી, તે પૂર્ણચંદ્રમુખી ત્રિશલા દેવી ચોથે સ્વપ્ન લક્ષ્મીદેવીને જુએ છે. એ લક્ષ્મીદેવી ઊંચા પહાડ ઉપર ઉગેલા ઉત્તમ કમળના આસન પર બરાબર બેઠેલી છે, સુંદર રૂપવાળી છે, એના બંને પગના ફણા બરાબર ગોઠવાયેલા સોનાના કાચબા જેવા ઉંચા છે. અતિ ઊંચાં અને પુષ્ટ એવાં અંગૂઠા તથા આંગળીઓમાં એના નખ જાણે રંગેલા ન હોય એવા લાલ, માંસથી ભરેલા, ઊંચા પાતળા, તાંબા સમાન રાતા અને કાંતિથી ચમકદાર છે. કમળની પાંદડીઓ જેવી સુંવાળી એના હાથ અને પગની કોમળ અને ઉત્તમ આંગળીઓ છે. એની બંને જાંઘો ચડઊતર પ્રમાણે મોથના વળાંકની પેઠે ગોળ વળાંકવાળી છે, શરીર પુષ્ટ હોવાથી એના બંને ઘુંટણ બહાર દેખાતા નથી, એના સાથળ ઉત્તમ હાથીની સૂંઢ જેવા પુષ્ટ છે તથા એણે કેડ ઉપર સોનાનો કંદોરો પહેરેલો છે એવી એણીની કેડ કાંતિવાળી અને વિશાળ ઘેરાવાવાળી છે. જેણીના શરીર ઉપરનાં રુવાટાં ઉત્તમ આંજણ, ભમરાનું ટોળું, મેઘનું જૂથ, એ બધાં જેવાં શ્યામ તથા સીધાં, બરાબર સરખાં, આંતરા વિના લગોલગ ઉગેલાં, અતિશય પાતળાં, સુંદર ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78