________________
ક્ષત્રિયાણી પોતાના તે તેવા પ્રકારના વાસઘરમાં રહેલી હતી, જે વાસઘર – સૂવાનો ઓરડો - અંદરથી ચિત્રામણવાળું હતું, બહારથી ધોળેલું, ઘસીને ચકચકિત કરેલું અને સુંવાળું બનાવેલું હતું તથા એમાં ઊંચે ઉપરના ભાગની છતમાં ભાતભાતનાં ચિત્રો દોરેલાં હતાં, ત્યાં મણિ અને રતનના દીવાને લીધે અંધારું નાસી ગયેલું હતું, એ વાસઘરની નીચેની ફરસબંધી તદન સરખી હતી અને તે ઉપર વિવિધ પ્રકારના સાથિયા વગેરે કોરીને તેને વધુ સુંદર બનાવવામાં આવેલી હતી, ત્યાં પાંચે રંગનાં સુંદર સુગંધી ફૂલો
જ્યાં ત્યાં વેરીને તે ઓરડાને સુગંધિત બનાવેલો હતો, કાળો અગર, ઉત્તમ કુદરૂ, તુરકધૂપ વગેરે વિવિધ પ્રકારના ધૂપો ત્યાં સળગતા રહેતા હોવાથી એ ઓરડો મઘમઘી રહ્યો હતો અને તે ધૂપોમાંથી પ્રગટ થતી સુગંધીને લીધે તે ઓરડો સુંદર બનેલો હતો, બીજા પણ સુગંધી પદાર્થો ત્યાં રાખેલા હોવાથી તે, સુગંધ સગંધ થઈ રહ્યો હતો અને જાણે કે કોઈ ગંધની વાટની પેઠે અતિશય મહેકી રહ્યો હતો.
તે ત્રિશલા ક્ષત્રિયાણી તેવા ઉત્તમ સુશોભિત ઓરડામાં તે તેવા પ્રકારની પથારીમાં પડી હતી. જે પથારી ઉપર સૂનારના આખા શરીરના માપનું ઓશીકું મૂકી રાખેલ હતું, બંને બાજુએ માથા તરફ અને પગ તરફ – પણ ઓશીકાં ગોઠવેલાં હતાં, એ પથારી બંને બાજુથી ઊંચી હતી અને વચ્ચે નમેલી તથા ઊંડી હતી, વળી ગંગા નદીના કાંઠાની રેતી પગ મૂકતાં જેમ સુંવાળી લાગે એવી એ પથારી સુંવાળી હતી, એ પથારી ઉપર ધોએલો એવો અળસીના કાપડનો ઓછાડ બીછાવેલો હતો, એમાં રજ ન પડે માટે આખી પથારી ઉપર એક મોટું કપડું ઢાંકેલું હતું, મચ્છરો ન આવે માટે તેની ઉપર રાતા કપડાની મચ્છરદાની બાંધેલી હતી, એવી એ સુંદર, કમાવેલું ચામડું, રૂનાં પૂમડાં, બૂરની વનસ્પતિ, માખણ અને આકડાનું રૂ એ તમામ સુંવાળી વસ્તુઓની જેવી સુંવાળી તથા સેજ-પથારી સજવાની કળાના નિયમ પ્રમાણે પથારીની આસપાસ અને ઉપર પણ સુગંધી ફૂલો, સુગંધી ચૂર્ણો વેરેલાં હોવાથી સુગંધિત બનેલી તે પથારીમાં પડેલી સૂતી-જાગતી અને ઊંઘતી ઊંઘતી ત્રિશલા ક્ષત્રિયાણી આગલી રાતનો અંત આવતાં અને પાછલી રાતની શરૂઆત થતાં બરાબર મધરાતે આ બે પ્રકારનાં ઉદાર ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગી ગઈ. તે ચૌદ મહાસ્વપ્નો આ પ્રમાણે છે: ૧. હાથી, ૨. વૃષભ, ૩. સિંહ, ૪. અભિષેક, ૫. માળા, ૬. ચંદ્ર, ૭. સૂર્ય, ૮. ધ્વજ, ૯. કુંભ, ૧૦. પક્વોથી ભરેલું સરોવર, ૧૧. સમુદ્ર, ૧૨. વિમાન કે ભવન, ૧૩. રતનોનો ઢગલો અને ૧૪. અગ્નિ.
૩૪. હવે તે ત્રિશલા ક્ષત્રિયાણીએ સૌથી પહેલાં સ્વપ્નામાં હાથીને જોયો, એ હાથી ભારે ઓજવાળો, ચાર દાંતવાળો, ઊંચો, ગળી ગયેલા ભારે મેઘની સમાન ધોળો તથા ભેગો કરેલો મોતીનો હાર, દૂધનો દરિયો, ચંદ્રનાં કિરણો, પાણીનાં બિંદુઓ, રૂપાનો મોટો પહાડ એ બધા પદાર્થો જેવો ધોળો હતો. એ હાથીના ગંડસ્થળમાંથી સુગંધી મદ ઝર્યા કરે છે અને સુગંધથી ખેંચાયેલા ભમરાઓ ત્યાં ટોળે મળ્યા છે એવું એના કપોળનું મૂળ છે, વળી, એ હાથી દેવોના રાજાના હાથી જેવો છે - ઐરાવણ હાથી જેવો છે, તથા પાણીથી પરિપૂર્ણ રીતે ભરેલા વિપુલ મેઘની ગર્જના જેવો ગંભીર અને મનોહર એવો એ હાથીનો ગુલગુલાટ છે તથા એ હાથી શુભ છે, તમામ જાતનાં શુભ લક્ષણોથી અંકિત છે તથા એ હાથીના સાથળ ઉત્તમ છે એવા હાથીને ત્રિશલાદેવી સ્વપ્નામાં જુએ છે. ૧
૩૫. ત્યાર પછી વળી, ધોળાં કમળની પાંખડીઓના ઢગલાથી પણ વધારે રૂપની પ્રભાવાળા,
૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org