Book Title: Pavitra Kalpasutra
Author(s): Bechardas Doshi
Publisher: Jashwantbhai N Shah Ahmedabad

View full book text
Previous | Next

Page 41
________________ એ ચંદ્ર છે તથા પક્ષ પૂરો થતાં એટલે શુક્લપક્ષ પૂરો થતાં છેલ્લે દિવસે જેની આનંદ આપનારી તમામ કળાઓ પૂરેપૂરી રીતે ખિલી નીકળે છે એવો, કુમુદનાં વનોને ખિલવનાર, રાત્રિને શોભાવનાર, ચોખ્ખા કરેલા દર્પણના કાચ જેવો ચમકતો, હંસ સમાન ધોળા વર્ણવાળો, તારા અને નક્ષત્રોમાં પ્રધાન, તથા તેમને શોભાવનાર, અંધારાંનો શત્રુ, કામદેવના બાણોને ભરવાના ભાથા સમાન, દરિયાનાં પાણીને ઊછાળનારો, ઘૂમણી અને પતિ વગરની વિરહીસ્ત્રીઓને ચંદ્ર પોતાનાં કિરણો વડે સૂકવી નાખે છે એવો, વળી, એ ચંદ્ર સૌમ્ય અને સુંદર રૂપવાળો છે, વળી વિશાળ ગગનમંડળમાં સૌમ્ય રીતે ફરતો તે, જાણે ગગનમંડળનું હાલતું-ચાલતું તિલક ન હોય એવો, રોહિણીના મનને સુખકર એવો એ રોહિણીનો ભરથાર છે એવા, સારી રીતે ઉલ્લસતા એ પૂર્ણચંદ્રને તે ત્રિશલાદેવી સ્વપ્નમાં જુએ છે. ૬ ૪૦. ત્યાર પછી વળી, અંધારાં પડળોને ફોડી નાખનાર, તેજથી જળહળતો, રાતો આસોપાલવ, ખિલેલાં કેસુડાં, પોપટની ચાંચ, ચણોઠીંનો અડધો લાલભાગ એ બધાનાં રંગ જેવો લાલચોળ, કમળનાં વનોને ખિલવનાર, વળી, જ્યોતિષચક્ર ઉપર ફરનારો હોવાથી તેના લક્ષણને જણાવનાર, આકાશતળમાં દીવા જેવો, હિમનાં પડળોને ગળે પકડનાર એટલે ગાળી નાખનાર, ગ્રહમંડળનો મુખ્ય નાયક, રાત્રિનો નાશ કરનાર, ઊગતાં અને આથમતાં ઘડીભર બરાબર સારી રીતે જોઈ શકાય એવો, બીજે વખતે જેની સામે જોઈ જ ન શકાય એવા રૂપવાળો તથા રાત્રિમાં ઝપાટાબંધ દોડતા ચોર જાર વગેરેને અટકાવનાર, ઠંડીના વેગને હઠાવી નાખનાર, મેરુપર્વતની આસપાસ નિરંતર ફેરા ફરનાર, વિશાળ અને ચમકતા ચંદ્ર તારા વગેરેની શોભાને પોતાનાં હજાર કિરણો વડે દાબી દેનાર એવા સૂર્યને માતા સાતમે સ્વપ્ન જુએ છે. ૭ ૪૧. ત્યારપછી વળી, ઉત્તમ સોનાના દંડની ટોચ ઉપર બરાબર બેસાડેલો, ભેગાં મળેલાં નીલાં રાતાં પીળાં અને ધોળાં તથા સુંવાળાં, વળી, પવનને લીધે લહેરખીઓ લેતાં જેને માથે મોરપીંછાં વાળની પેઠે શોભી રહ્યાં છે એવા ધ્વજને માતા આઠમે સ્વપ્ને જુએ છે, એ ધ્વજ અધિક શોભાવાળો છે. જે ધ્વજને મથાળે - ઉપરના ભાગમાં - સ્ફટિક અથવા તોડેલો શંખ, અંકરત્ન, મોગરો, પાણીનાં બિંદુઓ અને રૂપાનો કળશ એ બધાની જેવા ધોળા રંગનો શોભતો સિંહ શોભી રહેલ છે જાણે કે એ સિંહ ગગનતળને ફાડી નાખવાને ફાળ ભરતો ન હોય એવો દેખાય છે એવો એ ધ્વજ છે તથા એ ધ્વજ, સુખકારી મંદમંદ પવનને લીધે ફરફરી રહેલ છે, ઘણો મોટો છે અને માણસોને એ ભારે દેખાવડો લાગે છે. ૮ ૪૨. ત્યાર પછી વળી, ઉત્તમ કંચનની જેવા ઉજળા રૂપવાળો, ચોખ્ખા પાણીથી ભરેલો, ઉત્તમ, ઝગારા મારતી કાંતિવાળો કમળોના જથ્થાથી ચારે બાજુ શોભતો એવો રૂપાનો કળશ માતાને નવમે સ્વપ્ન દેખાય છે, તમામ પ્રકારના મંગલના ભેદો એ કળશમાં ભેગા થયેલા છે એવો એ સર્વ મંગલમય છે, ઉત્તમ રત્નોને જડીને બનાવેલા કમળ ઉપર એ કળશ શોભી રહેલ છે, જેને જોતાં જ આંખ ખુશખુશ થઈ જાય છે એવો એ રૂપાળો છે, વળી, એ પોતાની પ્રભાને ચારે કોર ફેલાવી રહ્યો છે, તમામ દિશાઓને બધી બાજુએ ઊજળી કરી રહ્યો છે, પ્રશસ્ત એવી લક્ષ્મીનું એ ઘર છે, તમામ પ્રકારનાં દૂષણો વિનાનો છે, શુભ છે, ચમકિલો છે, શોભાવડે ઉત્તમ છે, તથા તમામ ઋતુનાં સુગંધી ફૂલોની માળાઓ એ કળશના Jain Education International ૩૨ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78