________________
છંટાયેલ કદંબનું ફૂલ જેમ ખિલી ઊઠે તેમ તેણીનાં રૂંવેરૂંવાં આખા શરીરમાં ખિલી ઊઠ્યાં એવી એ ત્રિશલા રાણી પોતાને આવેલાં એ સ્વપ્નોને સાધારણ રીતે યાદ કરે છે, એ રીતે બરાબર યાદ કરીને પોતાની પથારીમાંથી ઊભાં થાય છે, ઊભાં થઈને પગ મૂકવાના પાદપીઠ - પાવઠા - ઉપર ઊતરે છે, ત્યાં ઊતરીને ધીમેધીમે અચપલપણે વેગ વગરની અને વિલંબ ન થાય એવી રાજહંસ સમાન ગતિએ ચાલતાં જ્યાં ક્ષત્રિય સિદ્ધાર્થનું શયન છે અને જ્યાં ક્ષત્રિય સિદ્ધાર્થ છે ત્યાં આવી પહોંચ્યાં, આવીને તે પ્રકારની કાનને મીઠી લાગે તેવી, પ્રીતિ પેદા કરે તેવી, મનને ગમે તેવી, મનને પસંદ પડે તેવી, ઉદાર, કલ્યાણરૂપ, શિવ-શાંતિ-કરનારી, ધન્યરૂપ, મંગલ કરનારી એવી સોહામણી રૂડી રૂડી તથા હ્રદયંગમ, હૃદયને આલ્હાદ કરે તેવી, પ્રમાણસર મધુર અને મંજુલ ભાષા વડે વાતચીતો કરતાં કરતાં તેઓ ક્ષત્રિય સિદ્ધાર્થને જગાડે છે.
૫૦. ત્યાર પછી, ક્ષત્રિય સિદ્ધાર્થની અનુમતિ પામેલાં તે ત્રિશલા ક્ષત્રિયાણી વિવિધ પ્રકારનાં મણિ અને રત્નોને જડીને ભાતીગળ બનાવેલા - ચિત્રવાળા ભદ્રાસનમાં બેસે છે. બેસીને વિસામો લઈ ક્ષોભરહિત બની સુખાસનમાં સારી રીતે બેઠેલાં તે ક્ષતિયાણી સિદ્ધાર્થ ક્ષત્રિય પ્રત્યે તે તે પ્રકારની ઇષ્ટ યાવત્ મધુર ભાષા વડે વાત કરતાં કરતાં આ પ્રમાણે બોલ્યાં :
૫૧. ખરેખર એમ છે કે હે સ્વામી ! આજે હું તેવા પ્રકારના ઉત્તમ બિછાનામાં સૂતીજાગતી પડી હતી, તેવામાં ચૌદ સ્વપ્નોને જોઈને જાગી ગઈ. તે ચૌદ સ્વપ્નો હાથી, વૃષભ વગેરે હતાં. તો હે સ્વામી ! એ ઉદાર એવા ચૌદ મહાસ્વપ્નોનું કોઈ હું માનું છું તેમ કલ્યાણરૂપ વિશેષ પ્રકારનું ફળ હશે ?
૫૨. ત્યાર પછી, તે સિદ્ધાર્થ રાજા ત્રિશલા ક્ષત્રિયાણી પાસેથી એ વાત સાંભળીને સમજીને હર્ષવાળો અને સંતુષ્ટ ચિત્તવાળો થયો, આનંદ પામ્યો, તેના મનમાં પ્રીતિ થઈ, મન ઘણું પ્રસન્ન થઈ ગયું, હર્ષને લીધે તેનું હૃદય ધડકવા લાગ્યું અને મેહની ધારાથી છંટાયેલ કદંબના સુગંધી ફૂલની પેઠે તેનાં રોમ રોમ ઊભાં થઈ ગયાં. આ રીતે ખૂબ રાજી થયેલો સિદ્ધાર્થ તે સ્વપ્નો વિશે એક સામટો સામાન્ય વિચાર કરે છે, તે સ્વપ્નો વિશે એક સામટો સામાન્ય વિચાર કરી પછી તે સ્વપ્નો નોખો નોખો વિગતથી વિચાર કરે છે, એ રીતે તે સ્વપ્નોનો નોખો નોખો વિગતથી વિચાર કરીને પછી તે પોતાની સ્વાભાવિક મતિસહિતના બુદ્ધિ વિજ્ઞાન વડે તે સ્વપ્નોના વિશેષ ફળનો નોખો નોખો નિશ્ચય કરે છે, તેમના વિશેષ ફળનો નોખો નોખો નિશ્ચય કરીને તેણે પોતાની ઇષ્ટ યાવત્ મંગળરૂપ, પિરમિત મધુર અને સોહામણી ભાષા વડે વાત કરતાં કરતાં ત્રિશલા ક્ષત્રિયાણીને આ પ્રમાણે કહ્યું :
૫૩. હે દેવાનુપ્રિયે ! તમે ઉદાર સ્વપ્નો દીઠાં છે, હે દેવાનુપ્રિયે ! તમે કલ્યાણરૂપ સ્વપ્નો દીઠાં છે, એ જ પ્રમાણે તમે જોયેલાં સ્વપ્નો શિવરૂપ છે, ધન્યરૂપ છે, મંગળરૂપ છે, ભારે સોહામણાં છે, એ તમે જોયેલાં સ્વપ્નો આરોગ્ય કરનારાં, તુષ્ટિ કરનારાં, દીર્ઘાયુષ્યનાં સૂચક અને કલ્યાણકારક છે. હે દેવાનુપ્રિયે ! તમે મંગલ કરનારાં સ્વપ્નો દીઠાં છે. જેમ કે, તમે જોયેલાં સ્વપ્નોથી આપણને હે દેવાનુપ્રિયે ! અર્થનો લાભ થવો જોઈએ. હે દેવાનુપ્રિયે ! ભોગનો લાભ થવો જોઈએ, પુત્રનો લાભ થવો જોઈએ એ જ રીતે સુખનો લાભ અને રાજ્યનો લાભ થવો જોઈએ. ખરેખર એમ છે કે હે દેવાનુપ્રિયે ! તમે નવ મહિના બરાબર પૂરા થયા પછી અને તે ઉપર સાડાસાત રાતદિવસ વીત્યા પછી અમારા
Jain Education International
૩૫
For Private
Personal Use Only
www.jainelibrary.org