Book Title: Pavitra Kalpasutra
Author(s): Bechardas Doshi
Publisher: Jashwantbhai N Shah Ahmedabad

View full book text
Previous | Next

Page 47
________________ શરીરે અને અવયવે અવયવે માલિશ કરવામાં નિપુણ, હાથે પગે સંપૂર્ણપણે કોમળ તળિયાંવાળા સુંવાળા, તેલ ચોપડવામાં, તેલની માલિશ કરવામાં, માલિશ કરેલું તેલ પરસેવા વાટે બહાર કાઢી નાખવામાં જે કાંઈ શરીરને ફાયદા છે તે તમામ ફાયદાના બરાબર જાણનારા, સમયના જાણકાર, કોઈ પણ કાર્યને વિના વિલંબે કરનારા, શરીરે પટ્ટા, કુશલ, બુદ્ધિશાળી અને થાકને જીતી ગયેલા એવા પુરુષોએ હાડકાંનાં સુખ માટે, માંસનાં સુખ માટે, ચામડીનાં સુખ માટે તથા રોમેરોમમાં સુખ થાય એ માટે એ ચારે પ્રકારની સુખકર અંગસેવા થાય તે નિમિત્તે તેલ વગેરેની માલિશ કરી અને સિદ્ધાર્થ ક્ષત્રિયનો તમામ થાક દૂર કરી નાખ્યો એટલે તે વ્યાયામશાળામાંથી બહાર નીકળે છે. ૬૨. વ્યાયામશાળામાંથી બહાર નીકળીને તે જ્યાં સ્નાનઘર છે ત્યાં આવે છે ત્યાં આવીને સ્નાનઘરમાં પેસે છે, સ્નાનઘરમાં પેસીને મોતીથી ભરેલાં અનેક જાળિયાંને લીધે મનોહર અને ભોંતળમાં વિવિધ મણિ અને રત્નો જડેલાં છે એવા રમણીય સ્નાનમંડપની નીચે ગોઠવવામાં આવેલા વિવિધ મણિ અને રત્નોના જડતરને લીધે ભાતવાળા બનેલા અદ્ભુત સ્નાનપીઠ ઉપર સુખે બેઠેલા સિદ્ધાર્થ ક્ષત્રિયને ફૂલોના રસથી ભરેલાં એટલે અત્તર નાખેલાં પાણી વડે, ચંદન વગેરે નાખીને સુગંધવાળાં બનાવેલાં પાણી વડે, ઊનાં પાણી વડે, પવિત્ર તીર્થોમાંથી આણેલાં પાણી વડે અને ચોખ્ખાં પાણી વડે કલ્યાણકારી ઉત્તમ રીતે સ્નાનવિધિ પ્રમાણે સ્નાન કરાવવામાં કુશળ પુરુષોએ નવરાવ્યો તથા ત્યાં નાહતી વખતે બહુપ્રકારનાં રક્ષા વગેરેનાં સેંકડો કૌતુક તેના શરીર ઉપર કરવામાં આવ્યાં એ રીતે કલ્યાણકારી ઉત્તમ પ્રકારનો સ્નાનવિધિ પૂરો થતાં પુંછડાંવાળા, સુંવાળા સુગંધિત રાતા અંગોછા વડે તેના શરી૨ને લૂછી નાખવામાં આવ્યું. પછી તેણે ચોખ્ખું, ક્યાંય પણ ફાટ્યા તૂટ્યા વિનાનું ઘણું કિંમતી ઉત્તમ વસ એટલે ધોતિયું પહેર્યું, શરીર ઉપર સરસ સુગંધિત ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો, પવિત્ર માળા પહેરી તથા શરીર ઉપર કેસર મિશ્રિત સુગંધિત ચૂર્ણ છાંટ્યું, મણિથી જડેલાં સોનાનાં આભૂષણો પહેર્યાં એટલે અઢાર સેરવાળો હાર, નવ સેરો અર્ધહાર, ત્રણ સે૨વાળું ડોકિયું. લટકતું ઝૂમણું અને કેડમાં કંદોરો વગેરે પહેરીને એ સુશોભિત બન્યો. વળી, તેણે ડોકમાં આવનારાં તમામ ઘરેણાં પહેર્યાં, આંગળીમાં સુંદર વીંટીઓ પહેરી, ફૂલો ભરાવીને વાળને સુશોભિત બનાવ્યા, ઉત્તમ કડાં અને બાજુબંધ પહેરવાથી તેની બંને ભુજાઓ સજ્જડ થઈ ગઈ, એ રીતે તે, અધિકરૂપને લીધે શોભાવાળો બન્યો, કુંડળો પહેરવાથી મુખ ચમકવા લાગ્યું, મુગટ મૂકવાથી માથું દીપતું થયું, હૃદય હારથી ઢંકાયેલું હોઈ તે સવિશેષ દેખાવડું થયું, વીંટીઓ પહેરવાથી પીળી લાગતી આંગળીઓ ચમકવા લાગી, આ બધું પહેર્યા પછી તેણે લાંબા લટકતા કપડાનો ખેસ પોતાના અંગ ઉપર સરસ રીતે નાખ્યો અને છેક છેલ્લે તે સિદ્ધાર્થ ક્ષત્રિયે નિપુણ કારીગરે બનાવેલા વિવિધ મણિ સુવર્ણ અને રત્નોથી જડેલાં વિમળ બહુમૂલાં, ચચકતાં બનાવેલાં, મજબૂત સાંધાવાળાં ઉત્તમ પ્રકારનાં ઘણાં સુંદર વીરવલયો પહેર્યાં. વધારે વર્ણન શું કરવું ? જાણે કે તે રાજા-સિદ્ધાર્થ ક્ષત્રિય – સાક્ષાત્ કલ્પવૃક્ષ જ હોય એમ અલંકૃત અને વિભૂષિત બન્યો. આવા સિદ્ધાર્થ રાજાના માથા ઉપર છત્રધરોએ કોરંટના ફૂલોની માળાઓ લટકાવેલું છત્ર ધર્યું અને સાથે જ તે ધોળાં ઉત્તમ ચામરોથી વીંજાવા લાગ્યો, તેને જોતાં જ લોકો ‘જય જય’ એવો મંગળનાદ કરવા લાગ્યા. એ રીતે સજ્જ થયેલો, અનેક ગણનાયકો, દંડનાયકો, રાજાઓ, ઈશ્વરો - યુવરાજો, રાજાએ પ્રસન્ન થઈને જેમને પટ્ટો બંધાવેલો છે તે તલવરોરાજસ્થાનીય પુરુષો, મડંબના માલિકો, કૌટુંબિકો, મંત્રીઓ, મહામંત્રીઓ, ગણકો, દ્વારપાળો, અમાત્યો, Jain Education International ૩૮ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78