Book Title: Pavitra Kalpasutra
Author(s): Bechardas Doshi
Publisher: Jashwantbhai N Shah Ahmedabad

View full book text
Previous | Next

Page 36
________________ વચનને તે, વિનયપૂર્વક સ્વીકારે છે, આજ્ઞાના વચનને વિનયપૂર્વક સ્વીકારીને તે હરિભેગમેલી દેવ, દેવેન્દ્ર દેવરાજ શક્રની પાસેથી નીકળે છે, નીકળીને ઉત્તરપૂર્વની દિશાના ભાગમાં એટલે ઈશાનખૂણા તરફ જાય છે, ત્યાં જઈને વૈક્રિયસમુઘાતવડે પોતાના શરીરને બદલવાનો પ્રયત્ન કરે છે, એમ કરીને તે પોતાના શરીરમાં રહેલા આત્માના પ્રદેશોના સમૂહને અને કર્મયુગલના સમૂહને સંખ્યય યોજનાના લાંબા દંડના આકારે શરીરમાંથી બહાર કાઢે છે, તેમ કરતાં તે દેવ, ભગવંતને એક ગર્ભમાંથી ખસેડીને બીજા ગર્ભમાં સ્થાપિત કરવા સારુ પોતાના શરીરને નિર્મળ-ઘણું સારું બનાવવા માટે એ શરીરમાં રહેલા સ્કૂલ પુદ્ગલ પરમાણુઓને ખંખેરી કાઢે છે અર્થાત્ એ પુદ્ગલ પરમાણુઓ જેમ કે રતનનાં, વજન, વૈડૂર્યનાં, લોહિતાક્ષનાં, મસારગલ્લનાં, હંસગર્ભનાં, પુલકનાં, સૌગંધિકનાં, જયોતિરસનાં, અંજનનાં, અંજનપુલકનાં, રજતનાં, જાતરૂપનાં, સુભગનાં, અંકનાં, ફટિકનાં અને રિષ્ટનાં એ તમામ જાતનાં રત્નોની જેવાં સ્થૂલ છે તો એવાં પોતાના શરીરમાં જે સ્થૂલ પુદ્ગલ પરમાણુઓ છે તેને ખેરવી નાખે છે અને તેની જગ્યાએ સૂક્ષ્મ પુદ્ગલોને એટલે સારરૂપ એવાં સારાં પુદ્ગલોને ગ્રહણ કરે છે. ૨૭. એ રીતે ભગવંતની પાસે જવા માટે પોતાના શરીરને સરસ બનાવવા સારુ સારાં સારાં સૂક્ષ્મ પુદ્ગલોનું ગ્રહણ કરીને ફરીવાર પણ વૈક્રિયસમુદ્દાત કરે છે, એમ કરીને પોતાના મૂળ શરીર કરતાં જુદું એવું બીજું ઉત્તર વૈક્રિય શરીર - પોતાનું બીજું રૂપ બનાવે છે, એવું બીજું રૂપ બનાવીને ઉત્તમ પ્રકારની, તરાવાળી, ચપળ, વેગને લીધે પ્રચંડ બીજી બધી ગતિઓ કરતાં વિશેષ વેગવાળી, ધમધમાટ કરતી, શીધ્ર દિવ્ય દેવગતિ વડે ચાલતો ચાલતો એટલે નીચે આવતો નીચે આવતો તે, તીરછે અસંખ્ય દ્વીપો અને સમુદ્રોની વચ્ચોવચ્ચ જે બાજુએ બૂદ્વીપ આવેલો છે, તેમાં જ્યાં ભારતવર્ષ આવેલું છે અને તેમાં જયાં માહણકુંડગ્રામ નગર આવેલું છે, તેમાં જ્યાં રિષભદત્ત બ્રાહ્મણનું ઘર આવેલું છે અને એ ઘરમાં જ્યાં દેવાનંદા બ્રાહ્મણી છે તે બાજુએ આવે છે. તે બાજુએ આવતાં ભગવંતને જોતાં જ શ્રમણ ભગવંત મહાવીરને પ્રણામ કરે છે. તેમને પ્રણામ કરીને તે દેવ. પરિવારસહિત દેવાનંદા માહણીને અવસ્થાપિની નિદ્રામાં મૂકે છે એટલે પરિવાર સહિત દેવાનંદા માહણી ઉપર ઘેનનું ઘારણ મૂકે છે, એ બધાંને ગાઢનિદ્રામાં મૂકીને ત્યાં રહેલાં અસ્વચ્છ પરમાણુ – પુદ્ગલોને દૂર કરે છે, દૂર કરીને ત્યાં સ્વચ્છ પરમાણ પદગલોને ફેંકે છે - વેરે છે - ફેલાવે છે. એમ કર્યા પછી ભગવાન ! મને અનુજ્ઞા આપો' એમ કહી પોતાની હથેળીના સંપુટ દ્વારા શ્રમણ ભગવંત મહાવીરને કોઈ જાતની લેશ પણ પીડા ન થાય એ રીતે ગ્રહણ કરે છે. એ રીતે એ દેવ, શ્રમણ ભગવંત મહાવીરને ગ્રહણ કરીને જે બાજુ ક્ષત્રિયકુંડગ્રામ નગર છે, તે નગરમાં જે બાજુ સિદ્ધાર્થ ક્ષત્રિયનું ઘર છે, તે ઘરમાં જયાં ત્રિશલા ક્ષત્રિયાણી રહે છે તે બાજુએ વે છે. તે બાજએ આવીને પરિવારસહિત ત્રિશલા ક્ષત્રિયાણીને ગાઢ ઊંધના ઘારણમાં મૂકે છે, તેમ કરીને ત્યાં રહેલાં અસ્વચ્છ પરમાણુ યુગલોને દૂર કરે છે, અસ્વચ્છ પરમાણુ યુગલ કરીને સ્વચ્છ પરમાણુ યુગલોને ફેકે છે - વેરે છે, તેમ કરીને તે શ્રમણ ભગવંત મહાવીરને લેશ પણ પીડા ન થાય એ રીતે ત્રિશલા ક્ષત્રિયાણીની કુખમાં ગર્ભપણે ગોઠવે છે અને વળી જે-તે ત્રિશલા ત્રિયાણીનો ગર્ભ છે તેને પણ જાલંધર ગોત્રવાળી દેવાનંદા બ્રાહ્મણીની કંખમાં ગર્ભપણે ગોઠવે છે. આ રીતે બધું બરાબર ગોઠવીને તે દેવ, જે દિશામાંથી આવ્યો હતો તે જ દિશા તરફ પાછો ચાલ્યો ગયો. ૨૮. હવે જે ગતિથી આવ્યો હતો, તે ઉત્તમ પ્રકારની, તરાવાળી, ચપળ, વેગને લીધે પ્રચંડ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78