________________
કુલોમાં કે તુચ્છ કુલોમાં કે દળદરિયા કુલોમાં કે કંજુસી કુલોમાં કે ભિખારી કુલોમાં કે માહણ કુલોમાં એટલે બ્રાહ્મણનાં કુલોમાં આજ સુધી કોઈવાર આવેલ નથી કે આવતા નથી કે હવે પછી કોઈવાર આવનારા નથી, એ પ્રમાણે ખરેખર છે કે અરહંત ભગવંતો કે ચક્રવર્તી રાજાઓ કે બલદેવ રાજાઓ કે વાસુદેવ રાજાઓ ઉગ્રવંશનાં કુલોમાં કે ભોગવંશનાં કુલોમાં કે રાજન્યવંશનાં કુલોમાં કે ઇક્વાકુવંશનાં કુલોમાં કે ક્ષત્રિયવંશનાં કુલોમાં કે હરિવંશનાં કુલોમાં કે કોઈ બીજાં તેવા પ્રકારનાં વિશુદ્ધ જાતિ, કુલ અને વંશવાળાં કલોમાં આજ પહેલાં આવેલા છે, વર્તમાનમાં આવે છે અને ભવિષ્યમાં પણ તેઓ બધા તેવા ઉત્તમ કુલોમાં આવનારા છે.
૧૮. વળી, એવો પણ લોકમાં અચરજરૂપ બનાવ, અનંત અવસર્પિણીઓ અને ઉત્સર્પિણીઓ વીતી ગયા પછી બની જાય છે કે જયારે તે અરહંત ભગવંતો વગેરેએ નામગોત્ર કર્મનો ક્ષય નથી કરેલો હોતો, એ કર્મનું વેદન નથી કરેલું હોતું અને એમનું એ કર્મ એમના આત્મા ઉપરથી ખરી પડેલું નથી હોતું એટલે કે એમને એ કર્મનો ઉદય હોય છે ત્યારે તે અરહંત ભગવંતો કે ચક્રવર્તી રાજાઓ કે બલદેવ રાજાઓ કે વાસુદેવ રાજાઓ અંત્ય કુલોમાં કે અધમ કુલોમાં કે તુચ્છ કુલોમાં કે દળદરિયાં કુલોમાં કે ભિખારીનાં કુલોમાં અને કંજુસનાં કુલોમાં પણ આવેલા છે કે આવે છે કે આવશે એટલે એવાં હલકાં કુલોવાળી માતાઓની કૂખમાં ગર્ભપણે ઉપજેલા છે કે ઉપજે છે કે ઉપજશે છતાં તે કુલોમાં તેઓ કદી જન્મ્યા નથી કે જનમતા નથી કે હવે પછી જનમવાના પણ નથી.
૧૯. અને આ શ્રમણ ભગવંત મહાવીર જંબૂઢીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં માહણકુંડગ્રામ નામના નગરમાં કોડાલગોત્રવાળા રિષભદત્ત માહણની ભારજા-પત્ની જાલંધરગોત્રની દેવાનંદા માહણીબ્રાહ્મણીની કૂખમાં ગર્ભપણે ઉપજેલા છે.
૨૦. તો થઈ ગયેલા, વર્તમાન સમયના અને હવે પછી થનારા તમામ દેવેન્દ્ર દેવરાજ શક્રોના એ આચાર છે કે અરહંત ભગવંતોને તેવા પ્રકારનાં અંતકુલોમાંથી કે અધમકુલોમાંથી કે તુચ્છકુલોમાંથી કે દળદરિયાં કુલોમાંથી કે ભિખારીનાં કુલોમાંથી કે કંજૂસનાં કુલોમાંથી ખસેડીને ઉગ્રવંશનાં કુલોમાં કે ભોગવંશનાં કુલોમાં કે રાજન્યવંશનાં કુલોમાં કે જ્ઞાતવંશનાં કુલોમાં કે ક્ષત્રિયવંશનાં કુલોમાં કે હરિવંશનાં કુલોમાં કે વિશુદ્ધ જાતિ કુલ અને વંશનાં તેવા પ્રકારનાં કોઈ બીજાં ઉત્તમ કુલોમાં ફેરવી નાખવા ઘટે.
તો મારે સારુ ખરેખર શ્રેયસ્કર પ્રવૃત્તિ છે કે, આગળના તીર્થકરોએ જેમના થવાની સૂચના આપેલી છે એવા છેલ્લા તીર્થકર શ્રમણ ભગવંત મહાવીરને માહણકુંડગ્રામ નામના નગરમાંથી કોડાલગોત્રના માહણ રિષભદત્તની ભારજા - પત્ની જાલંધરગોત્રની માહણી દેવાનંદાની કૂખમાંથી ખસેડીને ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરમાં રહેતા જ્ઞાતિ નામના ક્ષત્રિયોના વંશમાં થયેલા કાશ્યપગોત્રવાળા સિદ્ધાર્થ ક્ષત્રિયની ભારજા વાસિષ્ઠગોત્રની ક્ષત્રિયાણી ત્રિશલાની કુખમાં ગર્ભપણે સ્થાપિત કરવા ઘટે, અને વળી જે-તે ત્રિશલા ક્ષત્રિયાણીનો ગર્ભ છે તેને પણ જાલંધરગોત્રની દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભપણે સ્થાપિત કરવો ઘટે એમ કરીને એમ વિચારે છે, એમ વિચારીને પાયદળસેનાના સેનાપતિ હરિપ્લેગમેસિ નામના દેવને સાદ દે છે, હરિસેગમેસિ નામના દેવને સાદ દઈ તેને એ ઇન્દ્ર આ પ્રમાણે કહ્યું :
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org