________________
વાળી દે છે, પછી માથાને ત્રણવાર ભોંયતળ ઉપર લગાડી પછી તે થોડો ટટ્ટાર બેસે છે. એ રીતે ટટ્ટાર બેસીને કડાં અને બહેરખાને લીધે ચપોચપ થઈ ગયેલી પોતાની બંને ભુજાઓને ભેગી કરે છે. એ રીતે પોતાની બંને ભુજાઓને ભેગી કરીને તથા દશ નખ એકબીજાને અડે એ રીતે બંને હથેળીઓને જોડી માથું નમાવી માથામાં – મસ્તકે અંજલિ કરીને તે આ પ્રમાણે બોલ્યો :
૧૬. અરહંત ભગવંતને નમસ્કાર થાઓ, (૧) તીર્થનો પ્રારંભ કરનારા એવા તીર્થંકરોને, પોતાની જ મેળે બોધ પામનારા સ્વયંસંબુદ્ધોને, (૨) પુરુષોમાં ઉત્તમ અને પુરુષોમાં સિંહસમાન, પુરુષોમાં ઉત્તમ કમળસમાન અને પુરુષોમાં ઉત્તમ ગંધહસ્તી જેવા, (૩) સર્વલોકમાં ઉત્તમ, સર્વલોકના નાથ, સર્વલોકનું હિત કરનારા, સર્વલોકમાં દીવા સમાન અને સર્વલોકમાં પ્રકાશ પહોંચાડનારા, (૪) અજ્ઞાનથી અંધ બનેલા લોકોને આંખ સમાન શાસ્ત્રની રચના કરનારા, એવા જ લોકોને માર્ગ બતાવનારા, શરણ આપનારા અને જીવનને આપનારા એટલે કદી મરવું ન પડે એવા જીવનને - મુક્તિને – દેનારા તથા બોધિબીજને - સમક્તિને આપનારા, (૫) ધર્મને દેનારા, ધર્મનો ઉપદેશ કરનારા, ધર્મના નાયક, ધર્મરૂપ રથને ચલાવનારા સારથી સમાન અને ચાર છેડાવાળા ધર્મરૂપ જગતના ઉત્તમ ચક્રવર્તી, (૬) અજ્ઞાનથી ડુબતા લોકોને દીપ-બેટ-સમાન, રક્ષણ આપનારા, શરણ દેનારા, આધાર સમાન અને અવલંબન આપનારા તથા ક્યાંય પણ સ્કૂલના ન પામે એવાં ઉત્તમ જ્ઞાન અને દર્શનને ધરનારા, ઘાતકર્મ તદન ખસી ગયેલ છે તેવા, (૭) જિન-રાગદ્વેષ વગેરે આંતરશત્રુઓને જીતી ગયેલા, જેઓ એ આંતરશત્રુઓને જીતવા મથે છે તેમને જિતાડનારા, સંસાર સમુદ્રને તરી ચૂકેલા, જેઓ તરવા મથે છે તેમને તારનારા, પોતે જાતે બોધને પામેલા બીજાઓને બોધ આપનારા, મુક્તિને પામેલા અને બીજાઓને મુક્તિ સુધી પહોંચાડનારા. (૮)
સર્વજ્ઞ-બધું જાણનારા, બધું જોનારા, જે પદ શિવરૂપ છે, અચલ છે, રોગ વગરનું છે, અંત વગરનું છે, ક્ષય વિનાનું છે, કોઈ પણ પ્રકારની પીડા વગરનું છે અને જયાં પહોંચ્યા પછી કદી પાછું ફરવું પડતું નથી એવા સિદ્ધિગતિ નામના પદને પહોંચેલા તથા ભયને જીતી ગયેલા એવા જિનોને નમસ્કાર થાઓ. (૯)
તીર્થની શરૂઆત કરનારા, છેલ્લા તીર્થકર, આગલા તીર્થકરોએ જેમના થવાની સૂચના આપેલી હતી એવા અને પૂર્વે વર્ણવેલા તમામ ગુણોવાળા યાવત્ જ્યાં પહોંચ્યા પછી કદી પાછું ફરવું પડતું નથી એવા સિદ્ધિગતિ નામના પદને પામવાની અભિલાષાવાળા એવા શ્રમણ ભગવંત મહાવીરને નમસ્કાર થાઓ.
અહીં સ્વર્ગમાં રહેલો હું ત્યાં એટલે દેવાનંદાની કુક્ષિમાં રહેલા ભગવંતને વંદન કરું છું, ત્યાં રહેલા ભગવંત અહીં રહેલા મને જુઓ એમ કરીને તે દેવરાજ ઇંદ્ર શ્રમણ ભગવંત મહાવીરને વંદન કરે છે, નમન કરે છે અને પોતાના ઉત્તમ સિંઘાસણમાં પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસે છે.
૧૭. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક્રને આ બે પ્રકારનો એના અંતરમાં ચિંતનરૂપ, અભિલાષરૂપ મનોગત સંકલ્પ પેદા થયો કે - “એ થયું નથી, એ થવા જોગ નથી અને એવું થનારું ય નથી કે અરહંત ભગવંતો, ચક્રવર્તી રાજાઓ, બલદેવ રાજાઓ, વાસુદેવ રાજાઓ અંત્યકુલોમાં – હલકાં કુલોમાં કે અધમ
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org