________________
તથા પ્રમાણે કરીને એટલે ઊંચાઈમાં બરાબર પૂરો થશે, ઘાટીલાં અંગોવાળો તથા સર્વાગ સુંદર-સર્વઅંગોએ સુંદર-હશે, ચંદ્ર જેવો સૌમ્ય હશે તથા મનોહર-નમણો, દેખાવે વહાલો લાગે તેવો, સુંદર રૂપવાળો અને દેવકુમારની સાથે સરખાવી શકાય તેવો હશે.
૯. વળી, તે પુત્ર, જયારે બાલવય વટાવી સમજણો થતાં મેળવેલી સમજણને પચાવનારો થઈ જુવાન વયમાં પહોંચશે ત્યારે તે ઋવેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદને – એ ચારે વેદોને અને તે ઉપરાંત પાંચમા ઈતિહાસને – મહાભારતને - છઠ્ઠા નિઘંટુ નામના શબ્દકોશને જાણનારો થશે.
તે, એ બધાં પૂર્વોક્ત શાસ્ત્રોને સાંગોપાંગ જાણનારો થશે, રહસ્યસહિત સમજનારો થશે, ચારે પ્રકારના વેદોનો પારગામી થશે, જેઓ વેદ વગેરેને ભૂલી ગયા હશે તેમને એ તમારો પુત્ર યાદ કરાવનાર થશે, વેદનાં છએ અંગોનો વેત્તા-જાણકાર થશે, ષષ્ટિતંત્ર નામના શાસ્ત્રનો વિશારદ થશે, તથા સાંખ્ય શાસ્ત્રમાં કે ગણિતશાસ્ત્રમાં, આચારના ગ્રંથોમાં, શિક્ષાના-ઉચ્ચારણના શાસ્ત્રમાં, વ્યાકરણશાસ્ત્રમાં, છંદશાસ્ત્રમાં, વ્યુત્પત્તિશાસ્ત્રમાં, જયોતિષશાસ્ત્રમાં અને એવાં બીજાં પણ ઘણાં બ્રાહ્મણશાસ્ત્રોમાં અને પરિવ્રાજકશાસ્ત્રોમાં એ તમારો પુત્ર ઘણો જ પંડિત થશે.
૧૦. તો હે દેવાનુપ્રિયે ! તમે ઉદાર સ્વપ્નો જોયાં છે યાવતુ આરોગ્ય કરનારાં, સંતોષ પમાડનારાં, દીર્ઘઆયુષ્ય કરનારાં, મંગલ અને કલ્યાણ કરનારાં સ્વપ્નો તમે જોયાં છે.
૧૧. પછી તે દેવાનંદા માહણી રિષભદત્ત માહણ પાસેથી સ્વપ્નોના ફલને લગતી આ વાત સાંભળીને, સમજીને હરખાઈ, સુઠી યાવત્ દશ નખ ભેગા થાય એ રીતે આવર્ત કરીને, અંજલિ કરીને રિષભદત્ત માહણને આ પ્રમાણે કહેવા લાગી :
૧૨. હે દેવાનુપ્રિય ! જે તમે ભવિષ્ય કહો છો એ એ પ્રમાણે છે, હે દેવાનુપ્રિય ! તમારું કહેલું એ ભવિષ્ય તે પ્રમાણે છે, હે દેવાનુપ્રિય ! તમારું ભાખેલું એ ભવિષ્ય સાચું છે, હે દેવાનુપ્રિય ! એ સંદેહ વગરનું છે, હે દેવાનુપ્રિય ! મેં એવું ઇચ્છેલું છે, હે દેવાનુપ્રિય! તમારા એ વચનને સાંભળતાં જ સ્વીકારેલું છે – પ્રમાણભૂત માનેલ છે, હે દેવાનુપ્રિય ! એ તમારું વચન મેં ઇશ્કેલ છે અને મને માન્ય પણ છે, હે દેવાનુપ્રિય ! જે એ હકીકત તમે કહો છો તે એ સાચી જ હકીકત છે, એમ કહીને તે સ્વપ્નોનાં ફલોને એ દેવાનંદા માહણી બરાબર સ્વીકારે છે, તે સ્વપ્નોનાં ફલોને બરાબર સ્વીકારીને એટલે એ સ્વપ્નોનાં ફલોને બરાબર જાણી-સમજી રિષભદત્ત માહણની સાથે ઉદાર-વિશાલ એવા માનવોચિત અને ભોગવવા યોગ્ય ભોગોને ભોગવતી તે દેવાનંદા માહણી રહે છે.
૧૩. હવે તે કાલે તે સમયે શક્ર, દેવોનો ઇંદ્ર દેવોનો રાજા, વજપાણિ-હાથમાં વજને રાખનારો, અસુરોના પુરોનો - નગરોનો નાશ કરનાર - પુરંદર, સો ક્રતુ-પ્રતિમા કરનાર - શતકતુ, હજાર આંખવાળો સહસ્રાક્ષ, મોટા મોટા મેઘોને તાબે રાખનાર-મઘવા, પાક નામના અસુરને સજા કરનાર – પાકશાસન, દક્ષિણ બાજુના અડધા લોકોનો માલિક-દક્ષિણાર્ધલોકાધિપતિ બત્રીસ લાખ વિમાનોનો સ્વામી અને ઐરાવણ હાથીના વાહન ઉપર બેસનાર એવો સુરેન્દ્ર પોતાના સ્થાનમાં બેઠેલો હતો.
એ સુરેન્દ્ર રજ વગરનાં અંબર-ગગન જેવાં ચોખાં વસ્ત્રો પહેરેલાં, યથોચિત રીતે માળા અને
૨ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org