Book Title: Pavitra Kalpasutra
Author(s): Bechardas Doshi
Publisher: Jashwantbhai N Shah Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ સમગ્ર અને પ્રતિપૂર્ણ એવું કેવલ વરજ્ઞાન અને કેવલ વરદર્શન પેદા થયું. (૬) સ્વાતિનક્ષત્રમાં ભગવાન પરિનિર્વાણ પામ્યા. ૨. તે કાલે તે સમયે જ્યારે ઉનાળા-ગ્રીષ્મનો ચોથો મહિનો અને આઠમો પક્ષ (આઠમું પખવાડીયું) એટલે આષાઢ મહિનાનો શુક્લપક્ષ (અજવાળીયું) ચાલતો હતો, તે આષાઢ શુક્લ છઠને દિવસે સ્વર્ગમાં રહેલા મહાવિજય પુષ્પોત્તર પ્રવરપુંડરીક નામના મહાવિમાનમાંથી ચવીને શ્રમણ ભગવાન મહાવીર માહણકંડગામ નગરમાં રહેતા કોડાલગોત્રના રિષભદત્ત માહણ-બ્રાહ્મણ-ની પત્ની જાલંધરગોત્રની દેવાનંદા માહણી-બ્રાહ્મણી-ની કુખમાં ગર્ભરૂપે ઉપજ્યા જે મહાવિમાનમાંથી ભગવાન ચવ્યા તે વિમાનમાં વીસ સાગરો પમ જેટલી આયુષ્યની સ્થિતિ હતી - ચવતી વેળાએ ભગવાનનું તે આયુષ્ય ક્ષીણ થયેલ હતું, ભગવાનનો દેવભવ તદન ક્ષીણ થયેલ હતો, ભગવાનની દેવવિમાનમાં રહેવાની સ્થિતિ ક્ષીણ થયેલ હતી. આ બધું ક્ષીણ થતાં જ તરત ભગવાન તે દેવવિમાનમાંથી ચવીને અહીં દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભરૂપે આવ્યા. જ્યારે ભગવાન દેવાનંદાની કૂખમાં ગર્ભરૂપે આવ્યા ત્યારે અહીં જંબુદ્વીપ નામના દ્વીપમાં, ભારતવર્ષમાં, દક્ષિણા ભરતમાં આ અવસર્પિણીના સુષમસુષમા, સુષમા અને સુષમદુઃષમા નામના આરાઓનો સમય તદન પૂરો થઈ ગયો હતો. દુઃષમસુષમા નામનો આરો લગભગ વીતી ગયો હતો એટલે એક કોડાકોડી સાગરોપમ પ્રમાણ-દુઃષમસુષમા નામનો આરો વીતી ચૂક્યો હતો, હવે માત્ર તે દુઃષમસુષમા આરાનાં બેતાલીશ હજાર અને પંચોતેર વરસ તથા સાડા આઠ માસ જ બાકી રહ્યા હતા, તે વખતે ભગવાન ગર્ભરૂપે આવ્યા હતા. વળી, ભગવાન ગર્ભરૂપે આવ્યા પહેલાં ઇક્વાકુકુલમાં જનમ અને કાશ્યપગોત્રવાળા એકવીશ તીર્થકરો ક્રમે ક્રમે થઈ ચૂક્યા હતા, હરિવંશકુલમાં જનમ પામેલા ગૌતમ ગોત્રવાળા બીજા બે તીર્થંકરો થઈ ચૂક્યા હતા અર્થાત્ એ રીતે કુલ તેવીશ તીર્થંકરો થઈ ચૂક્યા હતા તે વખતે ભગવાન ગર્ભરૂપે આવ્યા હતા. વળી, આગળના તીર્થકરોએ “હવે પછી શ્રમણ ભગવાન મહાવીર છેલ્લા તીર્થંકર થશે’ એ પ્રમાણે ભગવાન મહાવીર વિશે નિર્દેશ કરેલો હતો. આ રીતે ઉપર કહ્યા પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર આગલી રાતની છેવટમાં અને પાછલી રાતની શરૂઆતમાં એટલે બરાબર મધરાતને સમયે હસ્તોત્તરા-ઉત્તરાફાગુની નક્ષત્રનો યોગ થતાં જ દેવાનંદાની કૂખમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયા. વળી ભગવાન જ્યારે કૂખમાં ગર્ભરૂપે આવ્યા ત્યારે તેમનો આગલા દેવભવને યોગ્ય આહાર, દેવભવની હયાતી અને દેવભવનું શરીર છૂટી ગયાં હતાં અને વર્તમાન માનવભવને યોગ્ય આહાર, માનવભવની હયાતી અને માનવભવનું શરીર તેમને સાંપડી ગયાં હતાં. ૩. શ્રમણ ભગવાન મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા – “હવે દેવભવમાંથી હું ચવીશ” એમ તેઓ જાણે છે. વર્તમાનમાં દેવભવમાંથી હું ચ્યવમાન છું' એમ તેઓ જાણતા નથી. “હવે દેવભવથી હું ચુત થયેલો છું એમ તેઓ જાણે છે. ૪. જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર જાલંધરગોત્રની દેવાનંદા માણીની કૂખમાં ગર્ભરૂપે આવ્યા તે રાત્રે સૂતી જાગતી તે દેવાનંદા માહણી સેજ-પથારીમાં સૂતાં સૂતાં આ પ્રકારનાં ઉદાર, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય અને મંગલરૂપ તથા શોભાસહિત એવાં ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગી ગઈ. ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78