Book Title: Pavitra Kalpasutra
Author(s): Bechardas Doshi
Publisher: Jashwantbhai N Shah Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ ૫. તે ચૌદ સ્વપ્નોનાં નામ આ પ્રમાણે છે : ૧. ગજ-હાથી ૨. વૃષભ-બળદ, ૩. સિંહ, ૪. અભિષેક - લક્ષ્મીદેવીનો અભિષેક, ૫. માળા - ફૂલની માળા, ૬. ચંદ્ર, ૭. સૂર્ય - સૂરજ, ૮. ધ્વજ, ૯. કુંભ-પૂર્ણકલશ, ૧૦. પદ્મસરોવર - કમલોથી ભરેલું સરોવર, ૧૧. સાગર – સમુદ્ર ૧૨. દેવવિમાન કે દેવભવન, ૧૩. રત્નરાશિ-રત્નોનો ઢગલો અને ૧૪. અગ્નિ-ધૂમાડા વગરનો અગ્નિ. તે વખતે તે દેવાનંદા માહણી આ પ્રકારના ઉદાર, કલ્યાણરૂપ શિવરૂપ ધન્ય અને મંગલરૂપ તથા શોભાસહિત એવાં ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગી જતાં હરખી, સંતોષ પામી, ચિત્તમાં આનંદ પામી અને તેના મનમાં પ્રીતિ નીપજી, તેણીને પરમ સૌમનસ્ય થયું, હરખને લીધે તેણીનું હૃદય ધડકવા લાગ્યું - પ્રફુલ્લિત થયું, મેઘની ધારાઓ પડતાં જેમ કદંબનું ફૂલ ખીલી જાય - તેના કાંટા ખડા થઈ જાય - તેમ તેણીનાં રોમેરોમ ખડાં થઈ ગયાં. પછી તેણીએ પોતાને આવેલાં સ્વપ્નોને યાદ કર્યા. સ્વપ્નોને યાદ કરી તે પોતાની પથારીમાંથી ઊભી થઈને તેણી ધીમે ધીમે અચપલપણે વેગરહિતપણે રાજહંસની સરખી ગતિથી જ્યાં રિષભદત્ત માહણ છે ત્યાં તેની પાસે જાય છે. જઈને રિષભદત્ત માહણને “જય થાઓ. વિજય થાઓ' એમ કહીને વધાવે છે, વધાવીને ભદ્રાસનમાં બરાબર બેસીને આશ્વાસ પામેલી, વિશ્વાસ પામેલી તે દશનખસહિત બંને હથેળીઓની માથાને અડે એ રીતે આવર્ત કરીને ફેરવી અંજલિ કરીને આ પ્રમાણે બોલી : એ પ્રમાણે ખરેખરું છે કે હે દેવાણુપ્રિયા ! હું આજે જ્યારે સૂતી જાગતી ઊંઘતી ઊંઘતી પથારીમાં પડી રહી હતી ત્યારે હું આ આ પ્રકારનાં ઉદાર યાવત્ શોભાસહિત એવાં ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગી ગઈ. તે સ્વપ્નોનાં નામ આ પ્રમાણે છે : હાથી યાવત્ અગ્નિ સુધી. હે દેવાનુપ્રિયા ! એ ઉદાર યાવત્ એવાં ચૌદ મહાસ્વપ્નોનું કલ્યાણમય એવું કોઈ વિશેષ પ્રકારનું ફલ થશે એમ હું માનું છું. ૭. ત્યાર પછી તે રિષભદત્ત માહણ દેવાનંદ માણી પાસેથી સ્વપ્નોને લગતી હકીકત સાંભળીને બરાબર સમજીને રાજી થયો, સંતોષ પામ્યો. યાવત્ હરખને લીધે તેનું હૃદય પ્રફુલ્લ બન્યું અને મેઘની ધારાથી છંટકારાયેલું કદંબનું ફૂલ જેમ ખીલી ઊઠે તેમ તેનાં રોમેરોમ ઊભાં થઈ ગયાં. પછી તેણે એ સ્વપ્નોની યાદી કરી, યાદી કરીને તે, તેના ફલ વિશે વિચારવા લાગ્યો, વિચાર કરીને તેણે પોતાના સ્વાભાવિક - સહજ - મતિયુક્ત બુદ્ધિના વિજ્ઞાન દ્વારા તે સ્વપ્નોના અર્થોનો ઉકેલ કર્યો, પોતાના મનમાં એ સ્વપ્નોના અર્થોનો ઉકેલ કરી તે માહણ ત્યાં પોતાની સામે બેઠેલી દેવાનંદા માહણીને આ પ્રમાણે કહેવા લાગ્યો. ૮. હે દેવાનુપ્રિયે ! તમે ઉદાર સ્વપ્નો જોયાં છે, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય, મંગલમય અને શોભાયુક્ત સ્વપ્નો તમે જોયાં છે, તમે આરોગ્ય કરનારાં, સંતોષ પમાડે એવાં, દીર્ઘ આયુષ્ય કરે એવાં, કલ્યાણ કરનારાં અને મંગલ કરનારાં સ્વપ્નો જોયાં છે. તે સ્વપ્નોનું વિશેષ પ્રકારનું ફલ આ પ્રમાણે છે : હે દેવાનુપ્રિયે ! અર્થનો – લક્ષ્મીનો લાભ થશે, હે દેવાનુપ્રિયે ! ભોગોનો, પુત્રનો અને સુખનો લાભ થશે અને એ પ્રમાણે ખરેખર બનશે કે હે દેવાનુપ્રિયે ! તમે બરાબર પૂરા નવ માસ અને સાડા સાત રાત દિવસ વીતાવી દીધા પછી પુત્રને જન્મ આપશો. એ પુત્ર હાથેપગે સુકુમાળ થશે, પાંચ ઇંદ્રિયોએ અને શરીરે હીણો નહીં પણ બરાબર સંપૂર્ણ - પૂરો થશે, સારાં લક્ષણવાળો થશે, સારાં વ્યંજનવાળો થશે. સારા ગુણોવાળો થશે, મનમાં, વજનમાં ૨ ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78