________________
આજે આપણા સમક્ષ કલ્પસૂત્રની જે પ્રતિઓ છે, તે પૈકી ખંભાતના શ્રી શાંતિનાથના તાડપત્રીય ભંડારની પ્રતિ વિ.સં. ૧૨૪૭માં લખાયેલી હોઈ સૌ કરતાં પ્રાચીન છે; તેમાં ચૌદ સ્વપ્રને લગતો વર્ણક ગ્રંથ બિલકુલ છે જ નહિ. તેમ જ મેં મારા સંશોધન માટે જે છ પ્રતિઓનો સંપૂર્ણપણે ઉપયોગ કર્યો છે તે પૈકી અને છ એ બે પ્રતિઓમાં સ્વપ્રને લગતો વર્ણકગ્રંથ પ્રકારાન્તરે અને અતિ સંક્ષિપ્ત છે. જ્યારે બીજી પ્રતિઓમાં વર્તમાનમાં પ્રચલિત સ્વમ વિશેનો વર્ણકગ્રંથ અક્ષરશઃ મળે છે. આ રીતે ચૌદ સ્વ વિશે ત્રણ વાચનાત્તરો મારા જોવામાં આવ્યાં છે. શ્રીમાનું ચૂર્ણાકાર અને તેમને પગલે ચાલનાર ટિપ્પનક્કાર પણ સ્વપ્ન સંબંધી વર્ણકગ્રંથ માટે સર્વથા ચૂપ જ છે, સ્વપ્ન સંબંધી વર્ણકગ્રંથના એક પણ શબ્દની તેઓ વ્યાખ્યા નથી કરતા. આ બધું જોતાં સ્વપ્ન સંબંધી પ્રચલિત વર્ણકગ્રંથ અંગેના મૌલિકપણા વિશે જરૂર શંકાને સ્થાન છે. પરંતુ તે સાથે બીજો પ્રશ્ન એ ઊભો થાય છે કે ત્રિશલા ક્ષત્રિયાણી ચૌદ સ્વપ્રોને જોઈને જાગે છે, એ ચૌદ સ્વપ્રોના નામ પછી તરત જ ત ાં ના ઉતસતા વરિયાળી રૂપે અયાવે ગોરાત્રે વસ મહાસુને પfસત્તા જ પડવું સૂત્ર આવે છે, અર્થાત્ “ત્રિશલા ક્ષત્રિયાણી આ અને આ પ્રકારનાં ઉદાર ચૌદ મહાસ્વપ્રને જોઈને જાગી” એ સૂત્રમાં “આ અને આ પ્રકારના ઉદાર” એ વાક્ય જોતાં આપણને સહેજે એ પ્રશ્ન થાય છે કે “આ પ્રકારનાં ઉદાર એટલે કેવાં ઉદાર ?” આ જાતનો પ્રશ્ન કે જિજ્ઞાસા, આપણને ચૌદ સ્વપ્નને લગતા વર્ણકગ્રંથના અસ્તિત્વની કલ્પના તરફ ખેંચી જાય છે. અને આ કારણસર આ ઠેકાણે ચૌદસ્વપ્નને લગતા કોઈને કોઈ પ્રકારના વર્ણકગ્રંથનું હોવું એ અનિવાર્ય બની જાય છે. પરંતુ જ્યાં સુધી આપણા સામે બીજી પ્રાચીન પ્રતિઓ ન હોય ત્યાં સુધી એ વર્ણકગ્રંથ કેવો હોવો જોઈએ, એનો નિર્ણય કરવાનું કામ ઘણું કઠિન છે. અત્યારના પ્રચલિત વર્ણકગ્રંથના મૌલિકપણા વિશે શંકાને સ્થાન છે, તે છતાં એટલું ધ્યાનમાં રાખવું અતિ આવશ્યક છે કે પ્રચલિત સ્વપ્રવિષયક વર્ણકગ્રંથ અર્વાચીન હોય તો પણ તે અનુમાન હજાર વર્ષથી અર્વાચીન તો નથી જ.
આ ઉપરાંત ઈન્દ્ર, ગર્ભાપહાર, અટ્ટણશાલા, જન્મ, પ્રીતિદાન, દીક્ષા, કેવલજ્ઞાન, ચાતુર્માસ, નિર્વાણ, અંતકદૂભૂમિ આદિ વિષયક સૂત્રપાઠ અને વર્ણકગ્રંથના અસ્તિત્વની સાક્ષી તો ચૂર્ણાકાર પોતે પણ આપે છે. એ પછીનાં જિનચરિતો કે જેમાં ત્રેવીસ જિનેશ્વરોનાં ચરિત્ર અને અંતરો વિશેના સૂત્રપાઠનો સમાવેશ થાય છે. તેની તથા ગણધરાદિ સ્થવિરોની આવલી અને સામાચારીગ્રંથ હોવાની સાક્ષી નિયુક્તિકાર અને ચૂર્ણાકાર એમ બંને ય સ્થવિરો પરિવરિયા ખો. નિ, ગ. દર અને તેની ચર્થી દ્વારા આપે છે. ગણધરાદિ સ્થવિરોની આવલી આજે કલ્પસૂત્રમાં જે રૂપે જોવામાં આવે છે તેવી અને તેટલી તો ચતુર્દશપૂર્વધર ભગવાન શ્રી આર્યભદ્રબાહુસ્વામિપ્રણીત કલ્પસૂત્રમાં હોઈ જ ન શકે. એટલે જયારે પ્રસ્તુત કલ્પસૂત્રને અથવા આગમોને પુસ્તકારુઢ કરવામાં આવ્યાં તે જમાનાના સ્થવિરોએ એ ઉમેરેલી છે, એમ કહેવું એ જ સવિશેષ ઉચિત છે. આમ છતાં એક પ્રશ્ન તો આપણા સામે આવી ઊભો જ રહે છે કે આજની અતિઅર્વાચીન અર્થાત સોળમા સત્તરમા સૈકામાં લખાયેલી પ્રતિઓમાં જે સ્થવિરાવલી જોવામાં આવે છે, એ ક્યાંથી આવી? કારણ કે ખંભાત, અમદાવાદ, પાટણ, જેસલમેર વગેરેની સંખ્યાબંધ તાડપત્રીય પ્રતિઓ તપાસી, તેમાંથી મને પાછળના સ્થવિરોને લગતી સ્થવિરાવલી કોઈ પણ પ્રતિમાંથી મળી નથી. આમ છતાં એમ માનવાને તો આપણું મન જરા યે કબૂલ નથી થતું કે એ અંશ નિરાધાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org