________________
આ ઉપરાંત પ્રત્યંતરોમાં ઓછાવત્તાં સૂત્રો, ઓછાવત્તા પાઠો, પાઠભેદો અને સૂત્રોના પૂર્વાપરને લગતાં જે વિવિધ પાઠાંતરો છે તે અને તે તે સ્થળે પાદટિપ્પણીમાં આપેલા છે, તેનું અવલોકન કરવા વિદ્વાનોને ભલામણ છે.
કલ્પસૂત્રનિર્યુક્તિ આદિની પ્રતિઓ પ્રસ્તુત કલ્પસૂત્રની આવૃત્તિ સાથે કલ્પનિર્યુક્તિ, કલ્પચૂર્ણ અને પૃથ્વીચંદ્રાચાર્યવિરચિત કલ્પટિપ્પનક આ ત્રણ વસ્તુ પ્રકાશિત કરવામાં આવી છે એ ઉપર કહેવાઈ ગયું છે. આ ત્રણે ગ્રંથોની પાંચ પાંચ પ્રતિઓનો મેં આદિથી અંત સુધી સળંગ ઉપયોગ કર્યો છે. એ પ્રતિઓ ખંભાત અને જેસલમેરના જ્ઞાનભંડારની હતી. આ પ્રતિઓનો મેં ખાસ કોઈ સંકેત કે તેની સંજ્ઞા રાખી નથી. પણ જે પાઠ એક પ્રતિમાં હોય તેને પ્રત્ય. કે પ્રત્યરે થી જણાવેલ છે કે જે પાઠ ઘણી પ્રતોમાં હોય ત્યાં પ્રત્યુત્તરવું એમ પાઠભેદ સાથે જણાવ્યું છે. ઉપરોક્ત બધી જ પ્રતિઓ તાડપત્રીય પ્રતિઓ છે અને તે તેરમા અને ચૌદમાં સૈકામાં લખાયેલી છે. અર્થાત મેં મારા સંશોધન માટે પ્રાચીન પ્રતિઓ કામમાં લીધી છે.
નિર્યુક્તિ અને ચૂર્ણની ભાષા ઉપર જેમ કલ્પસૂત્ર માટે કહેવામાં આવ્યું છે તેમ નિર્યુક્તિ - ચૂર્ણાની જે પ્રાચીન પ્રતિ મારા સામે છે તેમાં ભાષાપ્રયોગોનું વૈવિધ્ય ઘણું છે. આ ભાષાવૈવિધ્ય અને તેના મૌલિક સ્વરૂપને વિસરી જવાને કારણે આજની જેમ પ્રાચીન કાળના સંશોધકોએ પણ ગ્રંથોમાં ઘણા ઘણા ગોટાળા કરી નાખ્યા છે. આ ગોટાળાઓનો અનુભવ પ્રાચીન પ્રતિઓ ઉપરથી ગ્રંથોનું સંશોધન કરનારને બહુ સારી રીતે હોય છે. આવા પાઠોનાં ઢગલાબંધ ઉદાહરણો આપી શકાય તેમ છે. તે છતાં હું અહીં માત્ર પ્રસ્તુત કલ્પચૂર્ણમાંથી એક જ ઉદાહરણ આપું છું, જે ઉપરથી વિદ્વાનોને ખ્યાલ આવશે કે આવા પાઠોના સંશોધકોને શાબ્દિકશુદ્ધિ સિવાય અર્થસંગતિ વિશે કશું ય ધ્યાન નથી હોતું. પ્રસ્તુત કલ્પસૂત્રની ચૂર્ણમાં (પૃ. ૯૪માં) માં પતિનર્સ તિ આ શુદ્ધ પાઠ લેખકોના લિપિદોષથી ના પ્રતિનિતિ પાઠ બની ગયો અને ઘણી પ્રતિઓમાં આ પાઠ મળે પણ છે. આ પાઠ કોઈ ભાગ્યવાને સુધારવા પ્રયત્ન કર્યો અને તેને બદલે તેમણે ગોળ નિર્ણ fત પાઠ કર્યો, જેની અર્થદષ્ટિએ સંગતિ કશી જ નથી. ખરે રીતે પત્તિનને (. મા નિયષ્યન
તો એનો અર્થ “નિગોદ અથવા ફૂગ ન વળે” એ છે. આવા અને આથીય લિપિદોષ આદિના મોટા ગોટાળાઓ ચૂર્ણાગ્રંથોમાં ઘણા જ થયા છે. અને આ બધા ગોટાળાઓ આજના મુદ્રિત ચૂર્ણાગ્રંથોમાં આપણને જેમના તેમ જોવા મળે છે.
અહીં પ્રસંગોપાત જૈન મુનિવરોની સેવામાં સવિનય પ્રાર્થના છે કે જૈન આગમો અને તે ઉપરના નિર્યુક્તિ-ભાષ્ય-ચૂર્ણ આદિ વ્યાખ્યાગ્રંથોનું વાસ્તવિક અધ્યયન અને સંશોધન કરવા ઇચ્છનારે પ્રાકૃતાદિ ભાષાના ગંભીર જ્ઞાન માટે શ્રમ લેવો જોઈએ. આ જ્ઞાન માટે માત્ર ભગવાન શ્રી હેમચન્દ્રાચાર્યકૃત પ્રાકૃત વ્યાકરણ જ બસ નથી. પ્રાકૃતભાષાના અગાધ સ્વરૂપને જોતાં આચાર્ય શ્રી હેમચંદ્રકૃત પ્રાકૃત વ્યાકરણ એ તો પ્રાકૃતભાષાની બાળપોથી જ બની જાય છે. એટલે આ માટે નિયુક્તિ-ભાગ્ય-ચૂર્ણા આદિ ગ્રંથોનું ભાષાજ્ઞાનના વિવેક અને પૃથક્કરણ પૂર્વક અધ્યયન કરવું અતિ આવશ્યક છે. આ અધ્યનને પરિણામે
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org