Book Title: Pavitra Kalpasutra
Author(s): Bechardas Doshi
Publisher: Jashwantbhai N Shah Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ હોય ! એટલે આ વિશે ચોક્કસાઈભર્યું અન્વેષણ કરવાની આપણી ફરજ ઊભી જ રહે છે. આટલું વિચાર્યા બાદ સામાચારી આવે છે. તેમાં શરૂઆતનાં પર્યુષણાવિષયક જે સુત્રો છે તે પૈકી સુત્રાંક ૨૩૧માં અંતર વિ ચ સે . નો સે \M; નં ર ૩વાથવિત્તા આ પ્રમાણે જે સૂત્રાશ છે તે પંચમીની ચતુર્થી કરાઈ તે પછીનો છે, એમ આપણને સ્વાભાવિક જ લાગે છે. આ સૂત્રાશનો આપણે કેવો અર્થ કરવો જોઈએ અને ઉત્સર્ગ-અપવાદની મર્યાદાને લક્ષમાં રાખીને એની સંગતિ કેવી રીતે સાધવી જોઈએ ?, એ વિચારવા જેવી બાબત છે. મને લાગે છે, અને ઉત્સર્ગ-અપવાદની મર્યાદાને મારી અલ્પ બુદ્ધિએ હું સમજયો છું ત્યાં સુધી “સંવત્સરીપર્વની આરાધના કારણસર ભાદ્રપદ શુદિ પંચમી પહેલાં થઈ શકે, પરંતુ તે પછી નહિ” આ વચન સ્થવિર ભગવંતે તે સમયની મર્યાદાને લક્ષીને જ જણાવ્યું છે, પરંતુ તેટલા માત્રથી ઉત્સર્ગ-અપવાદની મર્યાદા જાણનાર ગીતાર્થોએ આ સૂત્રને સદા માટે એકસરખું વ્યાપક કરવું ન જોઈએ. અર્થાત ભગવાન શ્રીકાલકાર્ય સમક્ષ જે પ્રકારનો પ્રસંગ ઉપસ્થિત થયો તે જ પ્રકારનો તેથી ઉલટો પ્રસંગ કોઈ સમર્થ ગીતાર્થ સમક્ષ આવી પડે તો તે, પંચમી પછી પણ સંવત્સરીની આરાધના કરીને આરાધક થઈ શકે અને બીજાઓને પણ આરાધક બનાવી શકે. અને તેમ કરવામાં તે ગીતાર્થ સૂત્રાજ્ઞાન અને ઉત્સર્ગ-અપવાદની મર્યાદાને સંપૂર્ણ રીતે આરાધે છે, એમ આપણે સમજવું જોઈએ. આ ઉપરાંત સામાચારીનું વ્યાખ્યાન સંક્ષેપમાં નિર્યુક્તિકારે અને સમગ્રભાવે ચૂર્ણકારે કરેલ હોવાથી તેના અસ્તિત્વની પ્રાચીનતા સ્વયંસિદ્ધ છે, એટલે એ વિશે મારે ખાસ વધારે કહેવા જેવું કશું જ રહેતું નથી. કલ્પસૂત્રમાં પાઠભેદો અને સૂત્રોનું ઓછાવત્તાપણું કલ્પસૂત્રની પ્રાચીન પ્રતિઓમાં પાઠભેદો અને સૂત્રોનું ઓછાવત્તાપણું ઘણે સ્થળે છે અને વિવિધ રીતે આવે છે. આ બધું ય અમે કલ્પસૂત્રની પાદટિપ્પણીમાં વિસ્તૃત રીતે આપેલું છે. આમ છતાં ચૂર્ણાકાર અને તેમને પગલે ચાલનાર ટિપ્પનકકારે તેમના યુગની પ્રાચીન પ્રતિઓને આધારે જે પાઠો સ્વીકારીને વ્યાખ્યાન કર્યું છે તે પાઠભેદોનો સમાવેશ ઉપર જણાવેલ પાદટિપ્પણીમાં મોટે ભાગે થતો નથી. એટલે તે પાઠભેદોને તારવીને આ નીચે આપવામાં આવે છે. ચૂર્ણકારે સ્વીકારેલા પાઠભેદો सूत्रांक मुद्रित सूत्रपाठ चूर्णीपाठ ३ पुव्वरत्तावरत्तकालसमयंसि पुव्वरत्तावरत्तंसि १४ -મુડું -મુરવपट्टेहि कुसलेहिं मेहावीहिं जिय. पढेहिं णिउणेहिं जिय. ६२ उण्होदएहिय (નથી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78