________________
ભિન્ન પ્રકારની માન્યતા ચાલુ છે. શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રી સંઘ, જેમાં દરેકે દરેક ગચ્છોનો સમાવેશ થાય છે, એકી અવાજે એમ કહે છે અને માને છે કે – કલ્પસૂત્ર એ, કોઈ સ્વતંત્ર ગ્રંથ નથી, નવીન ગ્રંથ નથી, પરંતુ દશાશ્રુતસ્કંધ નામના છેદ આગમનો આઠમાં અધ્યયન તરીકેનો એક મૌલિક અને પ્રાચીનતમ વિભાગ છે, અને તેના પ્રણેતા ચતુર્દશપૂર્વવિદ્ સ્થવિર આર્યભદ્રબાહુસ્વામી છે. જયારે સ્થાનકવાસી અને તેરાપંથી શ્રીસંઘો, દશાશ્રુતસ્કંધસૂત્રની કેટલીક પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓમાં પ્રસ્તુત આઠમા અધ્યયનરૂપ કલ્પસૂત્રની અતિસંક્ષિપ્ત વાચનાને જોઈને એમ માની લે છે કે ચાલુ અતિવિસ્તૃત કલ્પસૂત્ર એ એક નવું સૂત્ર છે. આ બંનેય માન્યતા અંગે પ્રમાણિક અને સ્પષ્ટ સમાધાન અને ઉત્તર મેળવવાના સબળ સાધન તરીકે આપણા સામે દશાશ્રુતસ્કંધસૂત્રની નિયુક્તિ અને એ સૂત્ર ઉપરની ચૂર્ણ કે જે નિયુક્તિગ્રંથને આવરીને રચાયેલી છે, એ બે છે. આ નિર્યુક્તિ અને ચૂર્ણા એ બંને ય કલ્પસૂત્ર ઉપરના વ્યાખ્યાગ્રંથો છે. નિર્યુક્તિ ગાથારૂપે - પદ્યરૂપે પ્રાકૃત વ્યાખ્યા ગ્રંથ છે. નિર્યુક્તિ કે જે સ્થવિર અર્યભદ્રબાહુસ્વામિ વિરચિત છે અને ચૂર્ણ કે જેના પ્રણેતા કોણ? એ હજુ સુધી જાણવામાં નથી આવ્યું, તે છતાં આ બંને ય વ્યાખ્યાગ્રંથો ઓછામાં ઓછું સોળસો વર્ષ પૂર્વેની રચનાઓ છે, એમાં લેશ પણ શંકાને અવકાશ નથી. કલ્પસૂત્ર ઉપરના આ બંને ય વ્યાખ્યાગ્રંથો કે જે વ્યાખ્યાગ્રંથો મેં પ્રસ્તુત કલ્પસૂત્ર સાથે સંશોધન કરીને સંપાદિત કર્યા છે, તેનું બારીકાઈથી અધ્યયન અને તુલના કરતાં નિર્યુક્તિચૂર્ણીમાં જે હકીક્ત અને સૂત્રાશોનું વ્યાખ્યાન જોવામાં આવે છે, એ ઉપરથી સ્થાનકવાસી અને તેરાપંથી શ્રીસંઘના ગીતાર્થોને પ્રસ્તુત કલ્પસૂત્રને કલ્પિત માની લેવાને કશું જ કારણ નથી મળતું. તેમ જ દશાશ્રુતસ્કંધ સૂત્રની ચૌદમા સૈકાના પ્રારંભમાં લખાયેલી અને પ્રતિઓ આજે વિદ્યમાન છે, જેમાં પ્રસ્તુત કલ્પસૂત્ર આઠમા અધ્યયન તરીકે સળંગ અને સંપૂર્ણ લખાયેલું છે. આથી કોઈને એમ કહેવાને તો કારણ જ નથી રહેતું કે સ્થાનકવાસી અને તેરાપંથી સંપ્રદાય સામે કોઈ કલ્પિત આરોપો ઊભા કરવા માટે કે કલ્પિત ઉત્તરો આપવા માટેના સાધન તરીકે આ સૂત્ર રચી કાઢવામાં આવ્યું છે. જો આમ હોય તો સ્વતંત્ર કલ્પસૂત્રની કે એ કલ્પસૂત્રગર્ભિત દશાશ્રુતસ્કંધસૂત્રની આજે વિક્રમ સંવત ૧૨૪૭થી લઈને જે અનેકાનેક પ્રાચીન તાડપત્રીય અને કાગળ ઉપર લખાયેલી પ્રતિઓ મળે છે તે આજે મળતી જ ન હોત. તેમ જ ઉપર જણાવેલી પ્રતિઓ ઉપરાંત નિર્યુક્તિ અને ચૂર્ણમાં આ કલ્પસૂત્રનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે તે પણ ન હોત. પ્રસ્તુત કલ્પસૂત્ર સાથે પ્રસિદ્ધ કરેલી નિયુક્તિ અને ચૂર્ણ, એ કોઈ સ્વતંત્ર વ્યાખ્યાગ્રંથો નથી, પરંતુ દશાશ્રુતસ્કંધસૂત્ર ઉપરની નિર્યુક્તિ અને ચૂર્ણાઓમાંથી કલ્પસૂત્ર પૂરતો જુદો પાડી લીધેલો અંશ જ છે, એ ધ્યાનમાં રહે.
કલ્પસૂત્રનું પ્રમાણ કલ્પસૂત્ર, કેવડુ અને કેવા સ્વરૂપમાં હોવું જોઈએ, એ વિશે આજે પાશ્ચાત્ય વિદ્વાનો અને તેમના મતને માન્ય કરનાર આપણા દેશના વિદ્વાનો એક જુદી જ માન્યતા ધરાવે છે. તેમનું ધારવું છે કે કલ્પસૂત્રમાં ચૌદ સ્વપ્ર આદિને લગતાં કેટલાંક આલંકારિક વર્ણનો વગેરે કલ્પસૂત્રમાં પાછળથી ઉમેરાયેલાં છે.
વિરાવલી અને સામાચારીનો કેટલોક અંશ પણ પાછળથી ઉમેરાયેલો હોવાનો સંભવ છે. આ વિશે મારા અધ્યયનને અંતે મને જે જણાયું છે તે અહીં જણાવવામાં આવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org