________________
આ પરિસ્થિતિમાં કલ્પસૂત્રની મૌલિક ભાષા અને તેના મૌલિક પાઠોની ચિંતાને જતી કરીને, માત્ર એની અત્યારે મળી શકતી પ્રાચીન પ્રતિઓ અને ચૂર્ણ, ટિપ્પનક, ટીકાકાર વગેરેનો આશ્રય લઈ મૌલિક પાઠોની નજીકમાં આવી શકે તેવી આવૃત્તિ તૈયાર કરવા પ્રયત્ન કર્યો છે અને તે સાથે વિવિધ પાઠભેદો અને પ્રત્યુત્તરોની નોંધ પણ તે તે સ્થળે આપી છે. શ્રી ચૂર્ણાકાર ભગવાન સામે જે કેટલાક પાઠો હતા તે આજની અમે તપાસેલી સંખ્યાબંધ પ્રતિઓ પૈકી કોઈ પણ પ્રતિમાંથી મળી શક્યા નથી. ટિપ્પનકકાર શ્રી પૃથ્વીચન્દ્રસૂરિ પણ કેટલીક વાર ચૂર્ણાકારને જ અનુસરે છે, પણ તેટલા માત્રથી એમ માની લેવું ન જોઈએ કે તેમણે એ બધા પાઠો પ્રત્યન્તરોમાં નજરે જોયા જ હશે. કલ્પકિરણાવલિકાર મહોપાધ્યાય શ્રીધર્મસાગરજી અનેકાનેક પાઠભેદોની નોંધ સાથે ચૂર્ણકારે સ્વીકારેલા પાઠોની નોંધ આપે છે, પરંતુ તેથી ચૂર્ણાકાર ભગવાને માન્ય કરેલા પાઠો તેમણે કોઈ પ્રતિમાં જોયા હોય તેમ માનવાને કશું જ કારણ નથી. એક વાત ખાસ નોંધપાત્ર છે કે - ખંભાતની સં. ૧૨૪૭ વાળી પ્રતિ, જે મારા‘પ્રસ્તુત સંશોધનમાં સામેલ છે તે, કિરણાવલી ટીકાકાર સામે પણ જરૂર હાજર હતી. આ પ્રતિના પાઠભેદોની નોંધ કિરણાવલીકારે ઠેક-ઠેકાણે લીધી છે. ચૂર્ણકાર મહારાજ સામે જે કેટલાક પાઠો હતા તે આજની ટીકાઓ વાંચનારને નવા જ લાગે તેવા છે. એ પાઠભેદોની નોંધ અમે ચૂર્ણો અને ટિપ્પનકમાં તે તે સ્થળે પાદટિપ્પણીમાં આપી છે અને આગળ ઉપર આ પ્રાસ્તાવિકમાં પણ આપીશું.
પ્રતિઓમાં શબ્દપ્રયોગોની વિભિન્નતાઃ (૧) આજે કલ્પસૂત્રની જે સંખ્યાબંધ પ્રતિઓ આપણા સમક્ષ વિદ્યમાન છે તે પૈકી મોટાભાગની પ્રાચીન પ્રતિઓમાં, જ્યાં શબ્દોચ્ચારમાં કઠિનતા ઊભી થતી હોય તેવાં સ્થળોમાં અસ્પષ્ટ “ ' શ્રુતિવાળા જ પાઠો વ્યાપકરીતે જોવામાં આવે છે. જેમ કે - કળિયા, તત્થરે, નાથયાં, કયાડંશુ, સવ્વીડય ઇત્યાદિ. જ્યારે કોઈ કોઈ પ્રાચીન પ્રતિઓમાં અને કેટલીક અર્વાચીન પ્રતિઓમાં ‘' શ્રુતિ વિનાના જ પાઠો વ્યાપકરીતે જોવામાં આવે છે. આ વિશે પ્રાચીનતા કયા પ્રયોગની એ નિર્ણય કરવો મુશ્કેલ છે. તે છતાં એટલી વાત તો ચોક્કસ જ છે કે આમાં , મારૂં વમળ વગેરે શબ્દો જે રીતે લખાય છે તે રીતે બોલવા ઘણા મુશ્કેલીભર્યા આપણી જીભને લાગે છે. સંભવ છે અતિપ્રાચીન કાળમાં આ શબ્દો આ રીતે જ લખાતા હોય અને ઉચ્ચારમાં ‘' શ્રુતિ કરાતી હોય. એ “' શ્રુતિને જ વૈયાકરણોએ સૂત્ર તરીકે અપનાવી લીધી હોય. આ વિશે ગમે તે હો, પણ આપણી જીભ તો આવા પ્રયોગોના ઉચ્ચારણમાં વિષમતા જરૂર અનુભવે છે અને આવા પ્રયોગો સ્પષ્ટ ઉચ્ચારણ માટે આપણી ધીરજ પણ માગી લે છે. એ ધીરજ વ્યાપકરીતે દુર્લભ હોવાથી અર્વાચીન પ્રાકૃત ભાષામાં “વ' શ્રુતિએ વ્યાપકપણું લીધું હોવાનો વધારે સંભવ છે.
(૨) પ્રાકૃત ભાષામાં જયાં અસ્પષ્ટ “' શ્રુતિ કરવામાં આવે છે, ત્યાં કલ્પસૂત્રની કેટલીક પ્રતિઓમાં રૂ કરાયેલો પણ જોવામાં આવે છે, જેમ કે વડું વત્તા વગેરે. આવા પ્રયોગો પ્રાચીન પ્રાકૃત ગ્રંથમાં ઘણે સ્થળે જોવામાં આવે છે. આચાર્ય શ્રી ધર્મઘોષ સૂરિએ ચૈત્યવંદનભાષ્ય ઉપરની સંઘાચારટીકામાં આપેલી પ્રાકૃત કથાઓમાં આવા પ્રયોગો જ વ્યાપકરીતે આપેલા છે, જેને લીધે ક્યારેક ક્યારેક અર્થ મેળવવામાં ગૂંચવણ પણ ઊભી થાય છે. એ ગમે તેમ હો, પ્રયોગોની પસંદગી એ ગ્રંથકારોની ઇચ્છા ઉપર જ આધાર રાખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org