________________
છે. જાણીતા પાત્રનું વિનુતન ચિત્રણ કરવાનો તેમનો “અંદાજે-બય' કોઈ ઓર જ છે !) કથાઓ અને પ્રસંગો, પુનરાવર્તન પામીને તેમની ધાર ગુમાવી બેસતાં હોય છે. એવા પ્રસંગોની, ઝીણી-ઝીણી, ઓછી જાણીતી વિગતો પ્રસ્તુત કરીને પ્રસંગને ઉઠાવ આપવાની પ્રદ્યુમ્નસૂરિજીની હથોટી ધ્યાનપાત્ર છે. આ સહેલું નથી; કારણ કે, નવલકથાકારની જેમ ઘટનાઓ કલ્પવાની છૂટ અહીં લેવાતી નથી. અહીં તો જે છે તે પ્રસંગ-કથા-ઘટનાના પ્રારંભિક સ્રોતરૂપ, મૂળ ગ્રંથ-લેખદસ્તાવેજને વફાદાર રહેવાની પાબંદી સ્વયં સ્વીકારી લેવાઈ છે. જે, આમ કરવા જતાં, ખાંખાંખોળાવાચન-નોંધ કરવા વગેરેની જફા વહોરવાની થાય છે. સ્મરણ-શક્તિને કામે લગાડવી પડે એ પણ ખરું. સૌથી વધુ તો, પ્રસંગની અણપ્રીછી બાજુને પકડી પાડવાની દૃષ્ટિ વિકસાવવી પડે. લેખક તરીકેની તેમની આગવી મુદ્રાના લક્ષણોમાં, માધુર્ય, પ્રતિબદ્ધતા ઉપરાંત વિગતનિષ્ઠ જેવાં લક્ષણ પણ ગણાવી શકાય.
પાઠશાળા'માં પ્રદ્યુમ્નસૂરિજીની કલમે ઊતરી આવેલું ચિંતન પણ મધમીઠું જ. અરીસાના એકલદોકલ ટુકડા પરથી ઊછળીને આંખ પર ઝિલાતા તેજકિરણની જેમ, તેમનાં વાક્યો ક્યારેક સૂત્ર બનીને ચિત્તને ચમકાવી દે છે. ક્યાંક તો ચિંતનની આતશબાજી પણ રચાઈ છે. “મૌન' વિશેની વાત કરતાં વિસ્તરેલા વાક્ય-તણખા સ્વયંમાં એક-એક આતશ સંઘરીને બેઠા છે. “એક વિચાર અને બીજા વિચાર વચ્ચે અંતર વધે તો ઓજસ પ્રગટે છે” લેખકની આ વાત –વાચનમાં પણ પ્રયોજવી) જોઈએ. ચમકારો ચિત્તની તકતી પર ઝિલાય એ માટે એક વાક્ય પરથી બીજા વાક્ય પર જતાં, વચ્ચે અવકાશ રહેવો જોઈએ; નહિ તો વિચાર-ચિનગારીને તેનું અજવાળું પાથરવાનો વખત શી) રીતે મળે?
પ્રદ્યુમ્નસૂરિજીને કવિઓ પ્રિય છે. પ્રત્યેક અંકમાં એકાદ કવિતા મૂકે છે ને તેનો ભાવ, ગદ્યમાં ગોઠવી આપે છે. એ, વિવેચન નથી કરતા, મુદાની વાત પર આંગળી મૂકી વાચકને સચેત કરવા ચાહે છે. કવિઓનાં નામ છાપવાનું તેઓ ચૂકતા નથી. કેટલીક જાણીતી કવિતાઓના રચયિતાનાં નામ, મેં તો “પાઠશાળા'નાં પાનાંઓમાં પહેલી વાર વાંચ્યા છે. મધ્યકાલીન ગુજરાતી પદ્યોદુહાની મજા તથા સંસ્કૃત સુભાષિતોનો રસ, આજનો ગુજરાતીભાષી માણે એવો પ્રયાસ તેઓશ્રી ચોપ રાખીને કરે છે.
લેખક-આચાર્યશ્રી પાસે કહેવા જેવું ઘણું છે. “આંસુ”ને વિષય બનાવીને લખાયેલા ૧૮-૨૦ પાનાં આ ગ્રંથમાં મળશે. “પાઠશાળા'નો એક આખો અંક, ‘ના’ની વાતો કરવા માટે કર્યો હતો. “શબ્દ” વિશે ચાર-પાંચ લેખ પણ આ સંપુટમાં છે. શત્રુંજયના અઢાર અભિષેકનું રસભર્યું, વિગતભર્યું વર્ણન કેટલાંય પાનાં પર પથરાયું છે. લેખકની દ્રષ્ટિ, કેટ-કેટલું અને કેવું-કેવું નોંધે છે અને લેખકનું ચિત્ત, કેટ-કેટલાં ને કેવા-કેવા સંદર્ભો સાથે તેને સાંકળે છે તે આપણે નોંધવા જેવું છે. વાતમાંથી વાર્તા પર અને વાર્તા પરથી વાત પર, વાચકને તેઓશ્રી કેવી નજાકતથી લઈ જાય છે એ ય સમજવા જેવું છે. સુજ્ઞ લેખકશ્રીએ ઘણું બધું ગાંઠે બાંધી રાખ્યું છે એ, દીવા જેવી વાત છે. આપણે હરખવા જેવું ત્યાં એ છે કે, આચાર્ય પ્રદ્યુમ્નસૂરિજી સમજણની ગાંઠડી ખોલીને બેઠા છે. ના, એ 'sale' કરવા નથી બેઠા, એ તો 'share' કરવા બેઠા છે; હા, આપણી આંગળી પકડીને આંબાવાડિયાની સહેલ કરાવવા નીકળ્યા છે.
આશા છે કે આજનો વાચક -આજનો જૈન, સમજણની આ વાતોને ગાંઠે બાંધશે અને પોતાના તથા આસપાસના જગતને ઝાકમઝોળ બનાવશે.
ઉપાધ્યાયશ્રી ભુવનચન્દ્ર મુનિ દુર્ગાપુર -કચ્છ ફાગણ સુદ ૧૧, સં. ૨૦૬૧
નિવેદન : પંદર
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only