________________
પાતંજલયોગલક્ષણવિચારદ્વાઢિશિકા/શ્લોક-૧-૨ નિરુદ્ધ ચિત્તનું સ્વરૂપ :
સંસારી જીવનું ચિત્ત અવિકારી થાય છે, ત્યારે તે સંસારી જીવરૂપ પુરુષનું ચિન્માત્રરૂપતામાં ચિન્માત્રસ્વરૂપમાં અવસ્થાન થાય છે અર્થાત્ મોહના વિકારરહિત, ઇન્દ્રિયોના વિકારરહિત આત્માના અવિકારી સ્વરૂપમાં અવસ્થાન થાય છે, તે ચિત્તવૃત્તિનિરોધકાળમાં વર્તતું ચિત્ત છે. 'અહીં પ્રશ્ન થાય કે સંસારી જીવ અવિકારી ક્યારે થાય છે કે જેથી તેનું ચિત્ત સ્વરૂપમાં અવસ્થાન પામે ? તેથી કહે છે -- વિવેકખ્યાતિથી પુરુષનું ચિત્માત્રસ્વરૂપમાં અવસ્થાન :
જે જીવને ઉપદેશાદિ દ્વારા પુરુષ અને પ્રકૃતિના ભેદનું જ્ઞાન થાય છે, તે પુરુષ વિવેકખ્યાતિવાળો છે. તે વિવેકખ્યાતિ પ્રારંભ કક્ષાની હોય ત્યારે તે પુરુષ વ્યુત્પન્ન વિવેકખ્યાતિવાળો નથી, પરંતુ પુનઃ પુનઃ ભેદજ્ઞાનમાં દઢ યત્ન કરીને જ્યારે તે પુરુષ વ્યુત્પન્ન વિવેકખ્યાતિવાળો થાય છે, ત્યારે તે પુરુષના ચિહ્નાવનો પ્રકૃતિમાં સંક્રમ થતો નથી, તેથી કર્મની પ્રકૃતિથી નિષ્પન્ન થયેલી શરીરાદિની ક્રિયાઓમાં તે યોગી પુરુષને કર્તુત્વનું અભિમાન થતું નથી અર્થાત્ દેહાદિની ક્રિયામાં “આ ક્રિયા હું કરું છું' એવું અભિમાન થતું નથી, તેથી દેહના કે ઇંદ્રિયોના ભાવોથી તે પુરુષનું ચિત્ત પ્રોબ્યુક્ત પરિણામવાળું બને છે=દેહના કે ઇંદ્રિયોના ભાવોને નહિ સ્પર્શનારા પરિણામવાળું થાય છે, તેથી તે યોગી પુરુષનું ચિત્ત અવિકારી પરિણામવાળું થાય છે, અને જ્યારે તે યોગીપુરુષનું ચિત્ત અવિકારી થાય છે, ત્યારે દૃષ્ટા એવા પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન થાય છે. IIII
અવતરણિકા -
પતંજલિ ઋષિએ યોગનું લક્ષણ શ્લોક-૧માં બતાવ્યું અને ચિત્તવૃતિનો નિરોધ હોય ત્યારે ચિત્ત કેવું હોય તે બતાવ્યું. હવે તે ચિત્ત વ્યુત્થાનદશાવાળું હોય અર્થાત્ ચિત્તવૃત્તિના વિરોધવાળું ન હોય ત્યારે કેવું હોય? તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org