Book Title: Patanjalyoglakshanvichar Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 185
________________ ઉપર પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૩૦ પરમ ઉપેક્ષા હોય છે અને સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય બુદ્ધિ હોય છે, તેથી તેઓ કાયરોધવાળા છે; અને યતનાપૂર્વક ગમન કરે છે, ત્યારે એકાગ્રતાપૂર્વકની ઇર્યાસમિતિવાળા છે. જો યોગનું લક્ષણ ચિત્તવૃત્તિનિરોધ માત્ર કરવામાં આવે તો અસંગભાવવાળા મુનિ પણ જ્યારે કાયવ્યાપારવાળા હોય ત્યારે તેઓના વર્તતા કાયરોધમાં અને ઇર્યાસમિતિમાં યોગનું લક્ષણ ઘટે નહિ. વસ્તુતઃ તેઓ કાયાનો રોધ કરીને જ્યારે ઇર્યાસમિતિપૂર્વક ગમન કરે છે, ત્યારે વીતરાગભાવને અભિમુખ નિરુદ્ધ અવસ્થાવાળા તેઓ હોય છે, માટે તેમનામાં યોગ વિદ્યમાન છે; છતાં પતંજલિ ઋષિએ કરેલું ચિત્તવૃત્તિનિરોધ એ યોગનું લક્ષણ તેમાં જતું નથી. વળી કોઈ યોગી સંસારભાવથી તદ્દન નિરુદ્ધ પરિણામવાળા હોય અને ભગવાનના વચનથી ભાવિત મતિવાળા હોય, તે વખતે જગતના જીવમાત્ર પ્રત્યે આત્મતુલ્ય બુદ્ધિ તેમને છે; અને કોઈ યોગ્ય જીવના ઉપકાર અર્થે ઉપદેશાદિ આપતા હોય ત્યારે તેમનો વચનપ્રયોગ આત્માના શુદ્ધ ભાવોમાં આત્મા નિરુદ્ધ રહે તે રીતે પ્રવર્તે છે, તેથી તે મહાત્માઓ વચનગુપ્તિવાળા છે. વળી કોઈ ફળની આશંસા વગર યોગ્ય જીવોના ઉપકારની બુદ્ધિથી વચનયોગ બોલે છે ત્યારે ભાષાસમિતિવાળા છે, તેવા યોગી વાન્ગુપ્તિ અને ભાષાસમિતિ દ્વારા શુદ્ધ આત્માના આવિર્ભાવને અનુકૂળ વ્યાપારવાળા છે, તેથી તેમનામાં મોક્ષનું કારણ એવો યોગ પ્રવર્તે છે; આમ છતાં પતંજલિ ઋષિએ “ચિત્તવૃત્તિનિરોધ એ યોગનું લક્ષણ કર્યું, તે આવા યોગી પુરુષોના યોગમાં જતું નથી. આ પ્રકારના દોષના પરિવાર માટે પતંજલિ ઋષિ રોધનો અર્થ એકાગ્રતા સુધી ગ્રહણ કરે તો જે સાધુ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિમાં સુદઢ વ્યાપારવાળા છે, તેમનામાં જો એકાગ્રતાપૂર્વકની ગુપ્તિઓ અને સમિતિઓ વર્તતી હોય, તો યોગનું લક્ષણ સંગત થાય; પરંતુ કોઈ સાધુ ભગવંતો હજુ તેવી એકાગ્રતાપૂર્વક સમિતિ-ગુપ્તિમાં પ્રવૃત્તિ ન કરી શકતા હોય, આમ છતાં તેઓમાં અધ્યાત્મની કે ભાવનાની શુદ્ધિ વર્તતી હોય, તો તેઓ મોક્ષને અનુકૂળ યત્નવાળા છે, તેથી તેઓમાં મોક્ષને અનુકૂળ એવો યોગ છે; આમ છતાં પતંજલિ ઋષિએ કરેલું ચિત્તવૃત્તિનિરોધ એ યોગનું લક્ષણ તેમનામાં જતું નથી, માટે પતંજલિ ઋષિએ કરેલું યોગનું લક્ષણ સંપૂર્ણ નિર્દોષ નથી. l૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200