Book Title: Patanjalyoglakshanvichar Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 198
________________ ૧૬૫ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/બ્લોક-૩૨ અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં યોગ સ્વીકારે છે; કેમ કે મોક્ષનો અર્થી સાધક મોક્ષના ઉપાયને જાણીને પ્રવૃત્તિ કરે, અને જે મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરે તેને વ્યવહારનય યોગરૂપે સ્વીકારે છે, તેથી મોક્ષના અર્થી જીવો જ્યારે અધ્યાત્માદિ યોગમાં પ્રવૃત્તિ કરતા હોય ત્યારે યોગ નથી, પરંતુ યોગનો પ્રારંભ છે, અને માત્ર એકાગ્ર અને નિરુદ્ધ ચિત્તમાં યોગ છે, તેમ વ્યવહારનય સ્વીકારે નહિ, તેથી રત્નત્રયીના પ્રારંભ સ્વરૂપ પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકમાં વર્તતા અધ્યાત્માદિ ભાવોમાં પણ વ્યવહારનય યોગ સ્વીકારે છે. I૩શા इति पातञ्जलयोगलक्षणविचारद्वात्रिंशिका ।।११।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200