________________
૧૫૮
પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૩૨
અવતરણિકા :
યોગનો આરંભ અલક્ષ્ય હોવાથી અઘ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં યોગનું લક્ષણ જતું નથી, તેમાં અવ્યાપ્તિ દોષ નથી, એમ જે પાતંજલ મતાનુસાર કોઈ કહે છે તે બરાબર નથી. એમ જે શ્લોક-૩૧ના અંતમાં કહ્યું, તે કેમ બરાબર નથી ? તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે
શ્લોક ઃ
Jain Education International
योगारम्भेऽपि योगस्य निश्चयेनोपपादनात् ।
मदुक्तं लक्षणं तस्मात् परमानन्दकृत् सताम् ।।३२।। અન્વયાર્થ :
યોરમેઽપિ=યોગના આરંભમાં પણ નિશ્ચયેન=નિશ્ચયનયથી, યોગસ્ય= યોગનું પપાવના ઉપપાદન હોવાને કારણે=વ્યવસ્થાપન હોવાને કારણે, પાતંજલ મતાનુસારી કોઈએ શ્લોક-૩૧માં કહ્યું કે યોગનો આરંભ અલક્ષ્ય છે, તે કથન બરોબર નથી, એમ શ્લોક-૩૧ સાથે સંબંધ છે. તસ્મા તે કારણથી=યોગનો પ્રારંભ યોગ નથી, એમ જે પાતંજલ મતાનુસારી કોઈ કહે છે તે બરોબર નથી તે કારણથી, મનુવર્ત્ત નક્ષળ=મારા વડે કહેવાયેલ લક્ષણ અર્થાત્ ગ્રંથકારશ્રી વડે દસમી યોગલક્ષણ બત્રીશીમાં કહેવાયેલ ‘મોક્ષમુખ્યતંતુવ્યાપાર:' એ યોગનું લક્ષણ સત્તામ્=સજ્જન પુરુષોને=વ્યુત્પન્ન પુરુષોને, પરમાનન્દ્ર=પરમાનંદને કરનારું છે અર્થાત્ અદુષ્ટપણાના સ્વીકાર દ્વારા ક્રમે કરીને મોક્ષની પ્રાપ્તિને કરનાર છે. ।।૩૨।।
શ્લોકાર્થ :
યોગના આરંભમાં પણ નિશ્ચયનયથી યોગનું ઉપપાદન હોવાને કારણે પાતંજલ મતાનુસારી કોઈએ શ્લોક-૩૧માં કહ્યું કે યોગનો આરંભ અલક્ષ્ય છે, તે કથન બરોબર નથી, એમ શ્લોક-૩૧ સાથે સંબંધ છે, તે કારણથી ગ્રંથકારશ્રી વડે દસમી યોગલક્ષણબત્રીશીમાં કહેવાયેલ યોગનું લક્ષણ વ્યુત્પન્ન પુરુષોને પરમાનંદને કરનારું છે. II૩૨।।
-
For Private & Personal Use Only
www.jainelibrary.org