________________
૪૧
પાતંજલ યોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/શ્લોક-૧૧-૧૨ અભાવ હોય તો યોગમાર્ગને સેવીને શાની પ્રાપ્તિ કરવાની છે ? તે પ્રશ્ન થાય; કેમ કે યોગમાર્ગને સેવીને સંસારનો અભાવ કરવાનો છે અને મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરવાની છે; અને જો આત્મા મુક્ત જેવો સંસાર અવસ્થામાં હોય તો મુક્ત થવા માટે યોગમાર્ગનું સેવન આવશ્યક રહે નહિ, માટે પતંજલિ ઋષિએ કહેલ પૂર્વોક્ત કથન અપરિણામી આત્મામાં સંગત થતું નથી.
વળી આત્મા સંસારી અવસ્થામાં પ્રકૃતિ સાથે જોડાયેલો અને તેના વિકારોથી ઉપરંજિત સ્વભાવવાળો દેખાય છે, અને તેવો એકાંતિક સ્વભાવ આત્માનો માનવામાં આવે તો યોગમાર્ગના સેવનથી પણ તે સ્વભાવનો નાશ થઈ શકે નહિ; અને જો યોગમાર્ગના સેવનથી મોક્ષની પ્રાપ્તિ સ્વીકારવામાં આવે તો આત્માના કૂટસ્થ સ્વભાવનો નાશ થાય અને આત્મા પરિણામી સિદ્ધ થાય.
વળી જો પતંજલિ ઋષિ આત્માને કથંચિત્ પરિણામી સ્વીકારે તો જ પૂર્વમાં વર્ણન કરાયેલ યોગનું લક્ષણ અને યોગના ઉપાયો સુસંગત થાય. II૧૧ાા અવતારણિકા -
શ્લોક-૧૧માં કહ્યું કે આત્માને એકાંતે અપરિણામી સ્વીકારીએ તો પતંજલિ ઋષિએ કહેલ યોગનું સેવન અને યોગના ઉપાયોનું સેવન ઘટી શકે નહિ. હવે પતંજલિ ઋષિની માન્યતા અનુસાર પ્રકૃતિને એક સ્વીકારીએ તો શું દોષ પ્રાપ્ત થાય છે, તે ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક :
प्रकृतेरपि चैकत्वे मुक्तिः सर्वस्य नैव वा ।
जडायाश्च पुमर्थस्य कर्तव्यत्वमयुक्तिमत् ।।१२।। અન્વયાર્થ:
ર=અને પ્રવૃત્તેિપિ=પ્રકૃતિનું પણ પ્રત્વેએકત્વ સ્વીકાર કરાયે છતે સર્વચ=સર્વતી મુવિ =મુક્તિ થાય નૈવ વા=અથવા નહિ જ=કોઈની મુક્તિ થાય નહિ.
વળી પતંજલિ ઋષિ આત્માના ભોગસંપાદન માટે પ્રકૃતિ પ્રવૃત્ત થાય છે, તેમ સ્વીકારે છે તે અસંગત છે. તે બતાવતાં કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org