________________
૬૬
પાતંજલયોગલક્ષણવિચારતાસિંશિકાશ્લોક-૧૫ વ્યાપીને રહે છે, પરંતુ ઘટ-પટાદિરૂપે પરિણમન પામતા નથી; તેમ ચિતિશક્તિ પણ પોતાના સ્થાનથી ગમન કરીને બુદ્ધિને વ્યાપીને રહેતી નથી.
આ રીતે ચિતિશક્તિ=પુરુષ, બુદ્ધિ સાથે અંગાંગિભાવરૂપે પરિણમન પામતો નથી, અને બુદ્ધિના ક્ષેત્રમાં આવીને બુદ્ધિને વ્યાપીને રહેતો નથી, તેથી આ બે અપેક્ષાએ ચિતિશક્તિ=પુરુષ, અન્યથી=બુદ્ધિથી, અસંકીર્ણ છે.
આ બે પ્રકારે અપ્રતિસંક્રમ કહેવાથી અર્થથી એ પ્રાપ્ત થાય છે કે કોઈ અન્ય પ્રકારે ચિતિશક્તિનો પ્રતિસંક્રમ છે, તેથી જેમ જલમાં ચંદ્ર પ્રતિબિંબરૂપે પ્રતિસંક્રમ પામે છે, પરંતુ અંગાગિભાવરૂપે કે ગમન દ્વારા જલમાં ચંદ્ર પ્રતિસંક્રમ પામતો નથી, તેમ ચિતિશક્તિ પણ=પુરુષ પણ, નિર્મળ એવી બુદ્ધિમાં પ્રતિબિંબરૂપે પ્રતિસંક્રમ પામે છે, પરંતુ અંગાંગિભાવરૂપે કે ગમન દ્વારા પ્રતિસંક્રમ પામતો નથી.
ચિતિશક્તિ અંગાંગિભાવ અને ગમન દ્વારા પરિણમન પામતી નથી, તેમાં યુક્તિ બતાવે છે --
ચિતિશક્તિ સદા એકરૂપે વ્યવસ્થિત છે, તેથી અંગાંગિભાવરૂપે પરિણમન પામતી નથી અર્થાત્ જેમ ઘટમાં રહેલ શ્યામરૂપ રક્તરૂપે પરિણમન પામે છે, તેમ જો ચિતિશક્તિ બુદ્ધિરૂપે પરિણમન પામતી હોય તો સદા એકરૂપ રહી શકે નહિ, અને ચિતિશક્તિ સદા એકરૂપ છે, માટે અંગાંગિભાવરૂપે પરિણમન પામતી નથી.
વળી ચિતિશક્તિ સ્વપ્રતિષ્ઠિતપણાથી રહેલી છે, તેથી ગમન દ્વારા પણ બુદ્ધિરૂપે પરિણમન પામતી નથી અર્થાત્ જેમ પ્રકાશના પરમાણુઓ વિષયદેશમાં ગમન કરીને ઘટ-પટાદિ વિષયને વ્યાપીને રહે છે, તેમ ચિતિશક્તિ બુદ્ધિના સ્થાને જઈને બુદ્ધિને વ્યાપીને રહેતી નથી; કેમ કે ચિતિશક્તિ સ્વમાં પ્રતિષ્ઠિત છે. જો ચિતિશક્તિ બુદ્ધિના સ્થાને જઈને બુદ્ધિને વ્યાપીને રહેતી હોય તો સ્વમાં પ્રતિષ્ઠિત રહી શકે નહિ.
આ રીતે ચિતિશક્તિ પુરુષ, બુદ્ધિમાં કઈ રીતે પ્રતિસંક્રમ પામે છે ?. અને કઈ રીતે પ્રતિસંક્રમ પામતો નથી ? એ બતાવ્યા પછી બુદ્ધિ કઈ રીતે અર્થને ગ્રહણ કરવા સમર્થ બને છે ? તે બતાવવા અર્થે કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org