________________
પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૧૯
૮૩
બુદ્ધિ એક હોવા છતાં બુદ્ધિના વ્યાપારના ભેદથી દરેક પુરુષના જુદા જુદા ભોગો લોકમાં પ્રતીત છે, તે પ્રતીતિની સંગતિ થાય છે; તેમ બુદ્ધિના વ્યાપારના ભેદથી કોઈ એક પુરુષ યોગનું સેવન કરે તો તેની મુક્તિ થવા છતાં સર્વની મુક્તિની આપત્તિ આવશે નહિ. આ રીતે શ્લોક-૧૧ અને ૧૨ના પૂર્વાર્ધમાં આપેલા દૂષણોનું પતંજલિ ઋષિ દ્વારા નિરાકરણ કર્યા પછી શ્લોક-૧૨ના ઉત્તરાર્ધમાં ગ્રંથકારશ્રીએ દૂષણ આપેલ કે પ્રકૃતિ જડ છે, તેથી જડ પ્રકૃતિ પુરુષના અર્થને કરનારી છે, તેમ સ્વીકારી શકાય નહિ. તેનું નિરાકરણ કરતાં પતંજલિ ઋષિ કહે છે
-
શ્લોક ઃ
कर्तव्यत्वं पुमर्थस्यानुलोम्यप्रातिलोम्यतः ।
प्रकृतौ परिणामानां शक्ती स्वाभाविके उभे ।।१९।।
અન્વયાર્થ :
(પુરુષનું પ્રયોજન હોતે છતે) પ્રવૃત્તો= પ્રકૃતિમાં પરિખામાનાં=પરિણામોની= મહદ્ આદિ પરિણામોની, અનુલોમ્યપ્રતિલોમ્યતઃ આનુલોમ્ય અને પ્રાતિલોમ્બથી સ્વામવિષે ૩મે વિત્ત=સ્વાભાવિક (જે) બે શક્તિ છે (તે) પુમર્થસ્થ=પુમર્થનું ર્તવ્યત્વ કર્તવ્યપણું છે=પુરુષના પ્રયોજનનું કર્તવ્યપણું છે. ૧૯॥ શ્લોકાર્થ :
(પુરુષનું પ્રયોજન હોતે છતે) પ્રકૃતિમાં મહદ્ આદિ પરિણામોની આનુલોમ્ય અને પ્રાતિલોમ્યથી સ્વાભાવિક (જે) બે શક્તિ છે, (તે) પુમર્થનું=પુરુષના પ્રયોજનનું, કર્તવ્યપણું છે. ।।૧૯।।
** શ્લોકમાં પુર્વે સતિ એ શબ્દ અધ્યાહાર છે અને યત્ - તત્ પણ અધ્યાહાર છે. ટીકા ઃ
कर्तव्यत्वमिति-पुमर्थस्य कर्तव्यत्वं प्रकृतौ परिणामानां महदादीनां आनुलोम्यप्रातिलोम्यत उभे शक्ती स्वाभाविके तत्त्वतः स्वभावसिद्धे, पुमर्थे सतीति शेषः न त्वन्यत् । महदादिमहाभूतपर्यन्तः खल्वस्या बहिर्मुखतयानुलोमः परिणामः,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org