________________
૧૦૪
પાતંજલ યોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/શ્લોક-૨૨ સાંખ્યદર્શનકાર પ્રતિક્ષણ નશ્વર એવું ચિત્ત હોવા છતાં ચિત્તનો જેમ અન્વય સ્વીકારે છે, તેમ કૃત્યાદિરૂપે આત્મા પરિણામી હોવા છતાં આત્માના અન્વયની યુક્તિ :
વળી જો સાંખ્યદર્શનકાર આત્મા પરિણામી છે અને આત્માનો આત્મારૂપે અન્વય છે, તેમ ન સ્વીકારે તો ચિત્તનો પણ અન્વય સ્વીકારી શકે નહિ, અર્થાત્ સાંખ્યદર્શનકારને ચિત્તના પણ અન્વયના અભાવને સ્વીકારવાની આપત્તિ આવે; કેમ કે ચિત્ત પ્રતિક્ષણ નશ્વર ઉપલબ્ધ છે, તેથી પ્રતિક્ષણ નશ્વર એવું ચિત્ત હોવા છતાં ચિત્તના અન્વયને સ્વીકારીને મોક્ષપ્રાપ્તિ સુધી ચિત્તનો અન્વય છે, તેમ સાંખ્યદર્શનકાર કહી શકતા હોય, તો તેની જેમ કૃત્યાદિરૂપે આત્માને પરિણામી સ્વીકારીને આત્માનો અન્વય છે, તેમ તેઓએ સ્વીકારવું જોઈએ. સાંખ્યદર્શનકાર તરફથી પાતંજલ યોગસૂત્રના ઉદ્ધરણ દ્વારા ચિત્તના પ્રતિક્ષણા પરિણામમાં ચિત્તના અનન્વયનું સમર્થન :
અહીં સાંખ્યદર્શનકાર કહે કે પાતંજલયોગસૂત્ર-૪/૧૨, ૪/૧૩, ૪/૧૪ પ્રમાણે ચિત્તના ધર્મોનો ભેદ હોવા છતાં પણ ચિત્તના ધર્મો સાથે ચિત્તનો અંગાગીભાવ પરિણામ હોવાથી એકત્વપણું છે=તે ધર્મો સાથે ચિત્તનું એકત્વપણું છે, તેથી ચિત્તના પ્રતિક્ષણ પરિણામમાં ચિત્તનો અનન્વય નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે -
પાતંજલયોગસૂત્ર-૪/૧૨, ૪/૧૩, ૪/૧૪ પ્રમાણે ચિત્તનો અન્વય સાંખ્યદર્શનકાર સ્થાપન કરે છે, તે ચિત્તનો અવય અનુભવ પ્રમાણે વિચારીએ તો આત્મામાં જ શોભે છે.
આશય એ છે કે સંસારી જીવોને અનુભવ છે કે પ્રતિક્ષણ હું કાંઈક વિચારું છું અને તે વિચારો પ્રતિક્ષણ જુદા જુદા પ્રકારના છે, તેને કારણે સાંખ્યદર્શનકાર ચિત્તને નશ્વર કહે છે; અને તે ચિત્તના પરિણામો કોઈક એક વ્યક્તિને આશ્રિત છે, તેથી તે પરિણામોનો આશ્રય ચિત્ત, તે પરિણામોમાં અન્વયરૂપે છે તેમ કહે છે. તે આશ્રયરૂપ વસ્તુ આત્મા જ છે અને તે આત્મામાં જ પ્રતિક્ષણ જુદા જુદા જ્ઞાનના પરિણામો થાય છે, તેમ અનુભવને અનુરૂપ વિચારીએ તો શોભન જણાય છે. તેથી ચિત્તને અવ્યરૂપે સ્વીકારીને પ્રતિક્ષણ નશ્વર સ્વીકારવાને બદલે આત્માને અન્વયરૂપે સ્વીકારીને તે તે જ્ઞાનના પરિણામરૂપે આત્માને નશ્વર સ્વીકારવો ઉચિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org