________________
૧૦૬
પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૨૨
અત્યારે વર્તમાનરૂપે રહેલો છે, તો કોઈક ધર્મ ભવિષ્યમાં પ્રગટ થનારો છે, તો કોઈક ધર્મ પૂર્વમાં હતો. તેથી ચિત્તમાં વર્તતા કેટલાક ધર્મો વર્તમાનમાં અતીતરૂપે છે, તો કેટલાક ધર્મો વર્તમાનમાં અનાગતરૂપે છે અને વર્તમાનનો ધર્મ અભિવ્યક્ત છે.
વળી પાતંજલ મતાનુસાર જે વસ્તુ જગતમાં ન હોય તે ઉત્પન્ન થતી નથી, પરંતુ જે વસ્તુ હોય તે જ ઉત્પન્ન થાય છે, તેથી પાતંજલ મત સત્કાર્યવાદને સ્વીકારે છે, અને આથી જ કહે છે કે શશશૃંગ ક્યારેય ઉત્પન્ન થતું નથી.
તે
સત્કાર્યવાદના મત પ્રમાણે વર્તમાનમાં જે ચિત્તનો ધર્મ અનુભવાય છે, અનુભવરૂપે છે, અને જે ભવિષ્યમાં ચિત્તમાં ધર્મ ઉત્પન્ન થશે, તે ધર્મ ચિત્તમાં અનાગતરૂપે રહેલ છે, અને જે ધર્મ ભૂતકાળમાં અનુભવાયેલ છે, તે ધર્મ ચિત્તમાં અતીતરૂપે છે. ચિત્તમાં જે ધર્મ ન હોય, તે ધર્મ ક્યારેય ચિત્તમાં પ્રગટ થઈ શકે નહિ, તેથી અનાગત ધર્મ વર્તમાનરૂપે થાય છે અને વર્તમાનનો જે ધર્મ છે તે ઉત્તરની ક્ષણમાં અતીતરૂપે થાય છે, તેથી ચિત્તમાં જે ધર્મો છે, તે સર્વ ધર્મો સદા છે. ફક્ત કોઈક ધર્મ વર્તમાનમાં અતીતરૂપે છે, તો કોઈક ધર્મ વર્તમાનમાં અનાગતરૂપે છે અને કોઈક ધર્મ વર્તમાનરૂપે છે, તેથી ચિત્તમાં ધર્મોનો અધ્યભેદ છે, તેથી ચિત્ત સ્વરૂપથી વર્તમાન અતીત અને અનાગતરૂપ છે અર્થાત્ વર્તમાનમાં ચિત્ત તે સ્વરૂપે અનુભવાય છે, ચિત્તમાં અતીત ધર્મો પણ અતીતરૂપે રહેલા છે અને અનાગત ધર્મો પણ અનાગતરૂપે રહેલા છે, તેથી ચિત્ત ત્રિકાળવર્તી છે. આ રીતે ચિત્તના ધર્મો પ્રતિક્ષણ નશ્વર છે, અને તે ધર્મોમાં અનુગત એક ચિત્ત છે, તેમ પાતંજલયોગસૂત્ર-૪/૧૨માં પતંજલિ ઋષિએ કહેલ છે.
પાતંજલમતાનુસાર ધર્મ અને ધમ્મરૂપ ચિત્ત, ધર્મ ગુણરૂપ અને ધર્મી ગુણીરૂપ :
વળી ચિત્ત ધર્મ અને ધર્મારૂપ છે, અને જે ધર્મ વર્તમાનમાં છે, તે ધર્મરૂપે ચિત્ત વ્યક્ત છે, અને જે ધર્મ અતીત-અનાગતરૂપે છે, તે ધર્મરૂપે ચિત્ત સૂક્ષ્મ છે; કેમ કે જેમ વ્યક્ત ધર્મરૂપે વર્તમાનમાં ચિત્ત અનુભવાય છે, તેમ અતીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org