Book Title: Patanjalyoglakshanvichar Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 158
________________ ૧૨૫ પાતંજલ યોગલક્ષણવિચારતાસિંચિકા/શ્લોક-૨૬ સ્વીકારવા માટે પુરુષને અકારણ અને અકાર્ય સાંખ્યદર્શનકાર માને છે. તે વચનનો પૂર્વના વચન સાથે વિરોધ થાય છે, માટે પુરુષને પરિણામી માનવો ઉચિત છે, એમ ગ્રંથકારશ્રીનો આશય છે. પુરુષને સત્ત્વની ચિતુશક્તિના અભિવ્યંજકરૂપે સ્વીકારવાથી પુરુષ કૂટનિત્ય નથી, એમ સિદ્ધ થાય છે, તેમ ગ્રંથકારશ્રીએ પૂર્વમાં કહ્યું. તેના નિરાકરણ માટે સાંખ્યદર્શનકાર કહે છે – અભિવ્યક્તિદેશમાં આશ્રયપણું વ્યંજકપણું છે, એ પ્રકારની સાંખ્યદર્શનકારની યુક્તિનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ : પુરુષ સત્ત્વની ચિતુશક્તિનો અભિવ્યંજક છે, તેનો અર્થ “સત્ત્વમાં રહેલા અભિવ્યંગ્ય ચૈતન્યને પુરુષ અભિવ્યક્ત કરે છે તેવો નથી;” પરંતુ જેમ જલમાં ચંદ્રનું પ્રતિબિંબ પડતું હોય ત્યારે જલમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે તેવા અભિવ્યક્તિ દેશમાં ચંદ્રનું આશ્રયપણું છે, તેમ પુરુષનું પણ બુદ્ધિમાં અભિવ્યંગ્ય ચૈતન્ય અભિવ્યક્ત થાય તેવા અભિવ્યક્તિ દેશમાં આશ્રયપણું એ પુરુષનું વ્યંજકપણું છે. વળી પુરુષ તો સદા એકરૂપ છે=સત્ત્વમાં ચિત્શક્તિની અભિવ્યક્તિ કરવાને અનુકૂળ કોઈ કૃત્યવાળો નથી, પરંતુ સદા એકરૂપ છે, તેથી પુરુષનું ચોક્કસ પ્રકારનું અધિષ્ઠાનપણું સત્ત્વમાં ચિતુશક્તિને અભિવ્યક્ત કરે છે, પરંતુ પુરુષમાં કોઈ વિક્રિયા થતી નથી માટે પુરુષ કૂટનિત્ય છે; એ પ્રમાણે જો સાંખ્યદર્શનકાર કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે – ‘તી દ્રષ્ટ્ર: સ્વરૂપવાન =ત્યારે દ્રષ્ટાનું સ્વરૂપમાં અવસ્થાન છે, એ પ્રકારનું સૂત્ર નિરર્થક થશે; કેમ કે જો પુરુષ સદા એકરૂપ હોય તો દ્રષ્ટા એવો પુરુષ સદા સ્વરૂપમાં અવસ્થાનવાળો છે, તેવો અર્થ થાય; અને પાતંજલ સૂત્રકાર તો કહે છે કે જ્યારે યોગી પોતાના ચિત્તનો નિરોધ કરે છે, ત્યારે નિરુદ્ધ ચિત્તઅવસ્થાકાળમાં દ્રષ્ટા એવા પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન છે, અન્ય કાળમાં નથી. તેથી પાતંજલયોગસૂત્ર-૧૩માં રહેલા “તવા' શબ્દથી ચિત્તનિરોધથી અન્ય કાળમાં દ્રષ્ટા એવો પુરુષ સ્વરૂપમાં અવસ્થાનવાળો નથી, તેવો અર્થ પ્રાપ્ત થાય છે; અને જો પુરુષને સદા એકરૂપ સ્વીકારીએ તો પાતંજલયોગસૂત્ર-૧/૩ નિરર્થક સિદ્ધ થાય. આ પ્રકારની આપત્તિના નિરાકરણ માટે પાતંજલદર્શનકાર કહે છે -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200