Book Title: Patanjalyoglakshanvichar Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 174
________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/મ્લોક-૨૮-૨૯ ૧૪૧ જો પ્રકૃતિમાં મુક્તપણા અને અમુક્તપણારૂપ ઉભય ધર્મ સ્વીકારીએ તો તે પ્રકૃતિના સ્વામી એવા મુક્ત આત્મામાં પણ મુક્તપણાના અને અમુક્તપણાના વ્યવહા૨ની આપત્તિ આવે; અને તેમ સ્વીકારીએ તો મુક્ત પણ આત્માઓને ભવસ્થશ૨ી૨ાવચ્છેદથી ભોગની પ્રાપ્તિ થાય; કેમ કે જેમ સાંખ્યદર્શનના માતનુસાર કોઈ આત્માએ સાધના કરી નથી અને મુક્ત થયો નથી, તે આત્માને ભવસ્થશરી૨ાવચ્છેદથી તેઓ ભોગ સ્વીકારે છે, તેમ મુક્ત પણ આત્માને અમુક્ત સ્વીકારીએ તો તે મુક્ત પણ આત્માને ભવસ્થશરીરાવચ્છેદથી ભોગની આપત્તિ આવે, માટે પ્રકૃતિની અવ્યાપ્યવૃત્તિતા સ્વીકારીને એકની મુક્તિમાં સર્વની મુક્તિનો પરિહાર કરવામાં આવે તો મુક્તમાં પણ અમુક્તપણાના વ્યવહારની આપત્તિ આવે, અને મુક્ત પણ આત્માને ભવસ્થશરીરાવચ્છેદથી ભોગની આપત્તિ આવે. આ બે દૂષણો આવતાં હોવાથી જે પુરુષ સાધના કરે છે, તે પુરુષની સાધનાથી તે પુરુષની પ્રકૃતિની નિવૃત્તિ થાય છે, એમ અવશ્ય સ્વીકારવું જોઈએ. આનાથી એ ફલિત થાય છે કે અનુભવને અનુરૂપ પદાર્થ વિચારીએ તો દરેક આત્માની કર્મપ્રકૃતિ ભિન્ન ભિન્ન છે, અને જે પુરુષ સાધના કરે છે, તે પુરુષની પ્રકૃતિની નિવૃત્તિ થાય છે, અને જે પુરુષે સાધના કરી નથી, તે પુરુષની પ્રકૃતિની નિવૃત્તિ થતી નથી, તેમ અવશ્ય સ્વીકારવું જોઈએ. II૨૮॥ અવતરણિકા : શ્લોક-૨૮ના અંતે સ્થાપન કર્યું કે મુક્તિને અવ્યાપ્યવૃત્તિ સ્વીકારવાથી મુક્તમાં પણ અમુક્તપણાના વ્યવહારની આપત્તિ છે, અને મુક્ત પણ આત્માને ભવસ્થ શરીરાવચ્છેદે ભોગની આપત્તિ છે. એથી જે પુરુષ સાધના કરે છે, તે પુરુષની પ્રકૃતિની નિવૃત્તિ અવશ્ય સ્વીકારવી જોઈએ, અને તે પ્રમાણે સાંખ્યદર્શનકાર સ્વીકારે તો શું પ્રાપ્ત થાય ? અને અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ સાંખ્યદર્શનકારને જે દોષો આપ્યા, તેનાથી શું ફલિત થાય છે ? તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200