________________
૭૪
પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૭ પુરુષની ચિત્છાયાથી બુદ્ધિમાં જે સ્વકીય ચિતુછાયા અભિવ્યક્ત થાય છે, તે પ્રતિબિંબાત્મક ભોગ છે, એમ પૂર્વમાં કહ્યું, તે દેખાતા અનુભવના દૃષ્ટાંતથી બતાવે છે –
અન્યત્રપ ..... પરિશ્ય ! અન્યત્ર પણ પ્રતિબિંબમાં દર્પણમાં, પ્રતિબિંખ્યમાન પ્રતિબિંબ પામતી વસ્તુની છાયા સદશ છાયાંતરનો=અન્ય છાયાનો, ઉદ્ભવ જ પ્રતિબિંબ શબ્દથી કહેવાય છે.
ભેદનો આગ્રહ હોવાથી બુદ્ધિના સાત્વિક પરિણામ સાથે પુરુષના ભેદનો અગ્રહ હોવાથી=અત્યંત સાંનિધ્યને કારણે વિવેકનું અગ્રહણ હોવાથી, પુરુષમાં વળી આeભોગ, વ્યપદેશ કરાય છે.
બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે, એ રૂ૫ ભોગ છે એમ પૂર્વમાં સ્થાપન કર્યું. ત્યાં કોઈકને શંકા થાય કે પુરુષ તો સર્વવ્યાપી છે અને બુદ્ધિ સર્વવ્યાપી નથી, તેથી કદથી નાની વસ્તુરૂપ બુદ્ધિમાં સર્વવ્યાપી સ્વરૂપ કદથી મોટી વસ્તુરૂપ પુરુષનું પ્રતિબિંબ કઈ રીતે પડી શકે ? અર્થાત્ પડી શકે નહિ. વળી પુરુષ અતિનિર્મળ છે, તેથી અલ્પનિર્મળ એવી બુદ્ધિમાં નિર્મળ એવા પુરુષનું પ્રતિબિંબ કઈ રીતે પડી શકે ? એ પ્રકારની શંકાનું ઉભાવન કરીને ઉત્તર આપતાં કહે છે –
ચ“વ્યાપી .... મોન” “વ્યાપક એવા આત્માનું અને અતિનિર્મળ એવા આત્માનું સત્વમાં પ્રતિબિંબન કેવી રીતે થાય ? એ પ્રમાણે જે વળી કહે છે તે બરાબર નથી; કેમ કે વ્યાપક એવા પણ આકાશનું દર્પણાદિમાં પ્રતિબિંબનું દર્શન છે અને અપકૃષ્ટ નિર્મળતાવાળા એવા જલાદિમાં આદિત્યાદિના=સૂર્યાદિના પ્રતિબિંબનું દર્શન છે.”
અહીં પ્રશ્ન થાય કે જો વ્યાપક એવા આકાશનું દર્પણાદિમાં પ્રતિબિંબ પડે છે, અને અતિનિર્મળ એવા પણ સૂર્યાદિનું અપકૃષ્ટ નિર્મળતાવાળા એવા જલાદિમાં પ્રતિબિંબ પડે છે, તો તેની જેમ વ્યાપક એવા આત્માનું જેમ બુદ્ધિમાં પ્રતિબિંબ પડે છે, તેમ દર્પણાદિમાં પ્રતિબિંબ પડવું જોઈએ; અને અતિનિર્મળ એવા આત્માનું જેમ બુદ્ધિમાં પ્રતિબિંબ પડે છે, તેમ અપકૃષ્ટ નિર્મળતાવાળા એવા જલાદિમાં પ્રતિબિંબ પડવું જોઈએ; અને તે રીતે પ્રતિબિંબ પડતું દેખાતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org