________________
રૂપ
પાતંજલ યોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/શ્લોક-૧૦ ભાવાર્થ - ચિત્તવૃત્તિનિરોધમાં અભ્યાસની ઉપકારકતા :
ચિત્તવૃત્તિનિરોધ માટે કરાતો અભ્યાસ ક્રમે કરીને સ્થિરતાને ઉત્પન્ન કરે છે અર્થાત્ દીર્ઘકાળ સુધી ચિત્ત એક ભાવમાં સ્થિર રહી શકે તેવી સ્થિરતાને ઉત્પન્ન કરે છે, અને અભ્યાસથી ચિત્તની સ્થિરતા ઉત્પન્ન થવાને કારણે આત્મામાં શાંતરસનો પ્રવાહ ઉત્પન્ન થાય છે. તે શાંતરસનો પ્રવાહ પ્રકૃષ્ટ આનંદના નિષ્યદરૂપ છે અર્થાત્ અતિશયિત સુખરૂપી સમુદ્રના ઝરણા જેવો છે, અને આ આનંદમાં મગ્ન થયેલું ચિત્ત અન્યત્ર ગમન કરતું નથી, તેથી ચિત્તવૃત્તિનિરોધ કરવામાં અભ્યાસ ઉપકારક છે. - નિરોધ માટેનો અભ્યાસ એટલે સર્વ પદાર્થો પ્રત્યે સમભાવ માટેનો અભ્યાસ. જેમ જેમ સર્વ પદાર્થો પ્રત્યે સમભાવનો પરિણામ અતિશયિત થાય છે, તેમ તેમ આત્મામાં શાંતરસનો પ્રવાહ ઉત્પન્ન થાય છે. આ શાંતરસનો પ્રવાહ મોક્ષમાં રહેલા પરમ સુખરૂપ સમુદ્રના ઝરણા જેવો છે. નિરોધમાં કરાતા અભ્યાસથી ઉત્પન્ન થતા શાંતરસના પ્રવાહમાં મન મગ્ન થાય છે, તેથી અન્યત્ર જતું નથી. માટે અભ્યાસ ચિત્તવૃત્તિનિરોધમાં ઉપકારક છે.
શ્લોક-૧ થી ૧૦ સુધી યોગના લક્ષણનું જે વર્ણન કર્યું. તેનું નિગમન કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
આ રીતે=પૂર્વમાં કહ્યું એ રીતે, ‘ચિત્તવૃત્તિનિરોધ' એ પ્રકારનું યોગનું લક્ષણ ઉપપત્તિપૂર્વક સંગતિપૂર્વક, વ્યાખ્યાન કરાયું અર્થાત્ આ યોગનું લક્ષણ કઈ રીતે સંગત થાય છે અને કઈ રીતે યત્ન કરવાથી ચિત્તવૃત્તિનિરોધ પ્રગટે છે, તેનું વર્ણન કરાયું. * દસમી યોગલક્ષણબત્રીશીમાં કહેલા સ્વદર્શનના યોગના લક્ષણની સાથે અગિયારમી પાતંજલ યોગલક્ષણવિચારબત્રીશીમાં કહેલા અન્ય દર્શનના યોગના લક્ષણની તુલના :
દસમી યોગલક્ષણબત્રીશીમાં ગ્રંથકારશ્રીએ યોગનું લક્ષણ કર્યું કે “મોક્ષની સાથે આત્માને યોજન કરે તે યોગ છે અને તેનાથી શું ફલિત થાય છે, તે સ્પષ્ટ કરતાં કહ્યું કે “મોક્ષના મુખ્ય હેતુની જે વ્યાપારતા છે” તે યોગનું લક્ષણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org