________________
૩૧
પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૯ ભાવાર્થ :(૨) પરવૈરાગ્યનું સ્વરૂપ :
સાધક યોગીને, સાત્ત્વિક ગુણોથી પૃથક પુરુષ છે એ પ્રકારનું ભેદજ્ઞાન થાય છે, તે વિવેકખ્યાતિ છે; અને તે વિવેકખ્યાતિને કારણે સાત્ત્વિક ગુણોમાં પણ તૃષ્ણાના અભાવરૂપ પ્રકૃષ્ટ વૈરાગ્ય થાય છે, તે યથાર્થ નામવાળો છે અર્થાત્ વૈરાગ્ય એટલે વિરક્તભાવ, અને તે વિરક્તભાવ જેમ બાહ્ય વિષયોમાં છે, તેમ ગુણોમાં પણ છે, તેથી ગુણવૈતૃષ્યરૂપ નામને અનુરૂપ પરિણામવાળી પરવૈરાગ્ય છે. અપરવૈરાગ્ય અને પરવૈરાગ્યનો ભેદ :
અપરવૈરાગ્યમાં પાંચ ઇંદ્રિયોના વિષયો પ્રત્યે અને પરલોકના દેવલોકાદિ ભાવો પ્રત્યે વિરક્તભાવ હોય છે, અને પરવૈરાગ્યમાં સાત્ત્વિક ગુણો પ્રત્યે પણ વિરક્તભાવ હોય છે.
આ અપરવૈરાગ્ય અને પરવૈરાગ્ય ચિત્તવૃત્તિનિરોધમાં કઈ રીતે ઉપકારક થાય છે, તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
પુરુષને બાહ્ય શબ્દાદિ વિષયમાં, આનુષંગિક દેવલોકાદિ વિષયમાં અને આત્માથી ભિન્ન એવા ગુણવિષયમાં પ્રવૃત્તિના અભાવ સ્વરૂપ વૈમુખ્યભાવ વૈરાગ્ય ઉત્પન્ન કરે છે, કેમ કે બાહ્ય વિષયની પ્રવૃત્તિમાં=આલોકની, પરલોકની અને ગુણરૂપ બાહ્ય વિષયની પ્રવૃત્તિમાં, દોષનું દર્શન થવાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, તેથી વૈરાગ્યને કારણે બાહ્ય વિષયમાં પ્રવૃત્તિ થતી નથી અને બાહ્ય વિષયમાં પ્રવૃત્તિનો અભાવ થવાને કારણે ચિત્તવૃત્તિનો નિરોધ કરવામાં વૈરાગ્ય ઉપકારક બને છે. જૈનદર્શનની ક્રિયા પ્રમાણે પરવૈરાગ્યનું સ્વરૂપ -
સાધક યોગી પ્રથમ બાહ્ય વિષયો પ્રત્યે અને સ્વર્ગાદિ સુખો પ્રત્યે વિમુખભાવ કેળવવા માટે ક્ષયોપશમભાવના ગુણો પ્રત્યે રાગ કેળવે છે. ક્રોધ, માન, માયા, લોભ વગેરે દોષોથી વિપરીત એવા મોક્ષના ઉપાયભૂત ક્ષમાદિ ભાવોમાં રાગ કેળવે છે; અને સંપૂર્ણ ઉપદ્રવ વગરની મોક્ષ અવસ્થા પ્રત્યે રાગ કેળવે છે, અને ક્ષમાદિ ભાવોની પ્રાપ્તિમાં જે જે પ્રવૃત્તિઓ કારણ છે કે તે પ્રવૃત્તિ પ્રત્યે રાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org