________________
૧૩
તલી ગંભીર ભાભરી પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરીશ્વરજીની સંક્ષિપ્ત સંસ્કૃત વૃત્તિને સ્પષ્ટ કરવામાં કુશળ સહજસિદ્ધ લેખકે પંન્યાસ ભાનુવિજયજી ગણિવરે ઉચ્ચ પ્રકાશના પંથે” નામના વિવેચનથી કર્યું છે. તે જોતાં મને નિર્ણય થશે કે વર્તમાન જડવાદના અનાર્ય સંસ્કારી જમાનામાં મુગ્ધ થયેલ ભવી આમાને શ્રી જિનેશ્વર ભગવંતના અમૃત–વચનોનો આસ્વાદ સચેટ રીતે પમાડનારું આ કલ્યાણહેતુ લખાણ છે, અને મેં તેથી ઘણું આમાઓને માનપૂર્વક વાંચવાને પ્રેરણા કરેલ. પરંતુ થોડા જ વખતમાં આ ગ્રન્થ અલભ્ય થ, અને જિજ્ઞાસુઓને આની જરૂર પડી; તેથી આ પ્રન્થની બીજી આવૃત્તિ માટે પંન્યાસજીને મારી પ્રેરણા થઈ. જો કે તેમને અનેક સાહિત્ય-સર્જન, વ્યાખ્યાન, મુનિસમૂહ-સંભાળ વગેરેને લીધે સમય-સંકોચ હતા, છતાં જીની ભાવદયા જાણે એમણે આ વિવેચનગ્રથમાં બાળજીવોને ઉપકારક સંવેગ-વૈરાગભય દષ્ટાન્તા દાખલ કરવા સાથે પૂર્વ આવૃત્તિના ભાવોને વિશેષ
સ્પષ્ટ સુગમ કરનાર સુધારાવધારા કરી આપવા સંમત થયા, ને લખાણું તૈયાર થવા સાથે મુદ્રણનું કાર્ય શરૂ થયું. એ ઘણું આનદની વાત છે કે આ ગ્રંથ વાચકવર્ગને અમૃતના આસ્વાદ સાથે મુમુક્ષુ બનાવે એ છે એમાં શાસનદેવોને સહાયક થવા અભ્યર્થના છે.
વી
સ ૨૪૯ર શ્રા વદ ૮ ,