________________
૪૧૦
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ (૧) વીતરાગી મારે થવું નથી ને સંસારમાં મારે ભમવું નથી? જવાબ વિતરાગી-ધનના રાગી (૨) મોઢું ખોલ્યા વગર શું ખવાય? જવાબ થપ્પડ (૩) લાખ રૂપિયે કિલો તો અડધા કિલોના ભાવ કેટલા? જવાબ ૫૦ પૈસા (૪) અશોક પાસે ત્રણ વસ્તુ છે : મીણબત્તી, ફાનસ ને કોડીયું. બાકસમાં
દિવાસળી એક જ છે. તો તે સૌથી પહેલાં શું સળગાવશે? જવાબ દિવાસળી (૫) ૨૦ ફૂટ લાકડું છે. દરરોજ ૨ ફૂટ કાપો તો કેટલા દિવસે કપાઈ જાય? જવાબ ૯ દિવસે (૬) છ-છની ઢગલી કરતાં પાંચ વધે છે ને ૭-૭ની ઢગલી કરતાં એક પણ ન વધે
તો સંખ્યા કઈ? જવાબ ૩૫ (૭) હાથી તળાવમાં પડી જાય તો બહાર કેવી રીતે નીકળે ? જવાબ ભીંજાઈને (૮) પાણી સાથે જ ખવાય તે શું ? જવાબ ડુબકી (૯) જાનમાં જોઈએ ને સૂરજને સોહિએ તે શું? જવાબ વરતેજ (૧૦) ત્રણ અક્ષરની એક મીઠાઈ, ૧ + ૨ = જગતને ગમે, ૨ + ૨ = ભીંત ઉપર
લગાડાય, ૧ + ૩ = કાપવામાં ઉપયોગી તે શું ? જવાબ સુખડી