________________
૪૫૫
૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી પ્ર. ૨૫૮. આજીવન માટી ખાનારાના જીવ જેમ આવે તેના મૂળ ભેદ કેટલા? જવાબ. અળસિયા - બેઇન્દ્રિય છે. તેના મૂળ ભેદ ૧૦૦ છે. પ્ર. ૨૫૯. ત્રસ જીવ છે છતાં ચાલે નહીં તેનો સમાવેશ જેમાં થાય તેના મૂળ ભેદ
કેટલા ? જવાબ. લીખ – તે ઇન્દ્રિય છે. તેનાં મૂળ ભેદ ૧૦૦ છે. પ્ર. ૨૬૦. પહેલાં જ્ઞાની પછી અજ્ઞાની થઈ જાય છે તેઓ કોણ? તેના મૂળ ભેદ
કેટલા ? જવાબ. વિકલેન્દ્રિય - અપર્યાપ્તામાં જ્ઞાન, પર્યાપ્તામાં અજ્ઞાન છે તેનાં મૂળ
ભેદ ૩૦૦ છે. પ્ર. ૨૬૧. ત્રસ નાડીમાં રહેલા જીવોના મૂળ ભેદ કેટલા? જવાબ. ત્રસ નાડીમાં ચારેય ગતિના જીવો છે તેના મૂળ ભેદ ૪૨૦૦ છે. પ્ર. ર૬૨. સ્થાવર નાડીમાં રહેલા જીવોના મૂળ ભેદ કેટલા? જવાબ. સ્થાવર નાડીમાં પાંચેય એકેન્દ્રિયના બધા જીવો છે. તેના મૂળ ભેદ
૨૬OO છે. પ્ર. ૨૬૩. પાંચેય જાતિનો સમાવેશ જેમાં થાય તે ગતિના મૂળ ભેદ કેટલા? જવાબ. એકેન્દ્રિયના મૂળ ભેદ ૨૬૦૦ + વિલેન્દ્રિયના મૂળ ભેદ ૩00 +
તિ. પંચે. ના મૂળભેદ ૨૦૦ = ૩૧૦૦ થાય છે. પ્ર. ૨૬૪. છએ કાયનો સમાવેશ કરનાર ગતિના મૂળ ભેદ કેટલા ? જવાબ. ર૬૩ના જવાબ પ્રમાણે ૩૧00 થાય છે. પ્ર. ૨૬૫. એકાંત પંચેન્દ્રિયમાં જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. નારકીના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨00 + મનુષ્યના
મૂળ ભેદ ૭00 = ૧૧OO થાય છે. પ્ર. ૨૬૬, જીવના માતૃસ્થાનના જીવના મૂળભેદ કેટલા? જવાબ. માતૃસ્થાન નિગોદ છે. તેના મૂળ ભેદ ૭૦૦ છે.