________________
૪૩૪
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૩ પ્ર. ૬૨. આર્તધ્યાની અને રૌદ્રધ્યાનના મૂળ ભેદ કેટલા? જવાબ. ચારેય ગતિમાં હોય. તેના કુલ મૂળ ભેદ ૪૨૦૦ છે. પ્ર. ૬૩. ધર્મધ્યાનીના મૂળ ભેદ કેટલા ? જવાબ. નારકીના મૂળ ભેદ-૨૦૦ + દેવના મૂળ ભેદ-૨૦૦ + તિર્યંચ
પંચેન્દ્રિય મૂળ ભેદ-૨૦O + મનુષ્યના મૂળ ભેદ-૭૦૦ = ૧૩૦૦
જવાબ.
પ્ર. ૬૪. શુકલધ્યાનીના મૂળ ભેદ કેટલા? જવાબ. મનુષ્યને જ શુકલધ્યાન હોય. તેના મૂળ ભેદ ૭૦૦ છે. પ્ર. ૬૫. સ્પર્શેન્દ્રિયના મૂળ ભેદ કેટલા? જવાબ. સ્પર્શેન્દ્રિય ચારેય ગતિમાં હોય છે. તેના કુલ મૂળ ભેદ ૪૨૦૦ છે. પ્ર. ૬૬. એકાંત સ્પશેન્દ્રિયના મૂળ ભેદ કેટલા ? એકેન્દ્રિયના મૂળ ભેદ
કેટલા ? પૃથ્વીકાયના મૂળ ભેદ-૩૫૦ + અપકાયના મૂળ ભેદ-૩૫૦ + તેઉકાયના મૂળ ભેદ-૩૫૦ + વાઉકારાના મૂળ ભેદ-૩૫૦ + પ્રત્યેક વનસ્પતિના મૂળ ભેદ- ૫O0 + સાધારણ વનસ્પતિના મૂળ
ભેદ-૭૦૦ = ૨૬૦૦ છે. પ્ર. ૬૭. રસેન્દ્રિયના મૂળ ભેદ કેટલા ? જવાબ. વિકસેન્દ્રિયના મૂળ ભેદ-૩૦૦ + તિ,પંચે.ના મૂળ ભેદ-૨૦૦
નારકીના મૂળ ભેદ-૨૦૦ + દેવના મૂળ ભેદ-૨૦૦ + મનુષ્યના
મૂળ ભેદ-૭૦૦ = ૧૬૦૦ છે. પ્ર. ૬૮. ધ્રાણેન્દ્રિયના મૂળ ભેદ કેટલા? જવાબ. ઉપરના રસેન્દ્રિયના ૧૬૦૦ મૂળ ભેદમાંથી બેઇન્દ્રિયના ૧૦૦
ઘટાડતાં ૧૫૦૦ મૂળ ભેદ છે. પ્ર. ૬૯. ચક્ષુરિન્દ્રિયના મૂળ ભેદ કેટલા? જવાબ. ધ્રાણેન્દ્રિયના ૧૫૦૦ મૂળ ભેદમાંથી તેઇન્દ્રિય મૂળ ભેદ ૧૦)
ઘટાડતાં ૧૪૦) મૂળ ભેદ થાય છે.